Book Title: Sargam Author(s): Rajyashsuri Publisher: Rajyashsuriji View full book textPage 4
________________ પ્રગતિ કરવી હોય તો ગુરુઓનું માર્ગદર્શન જરૂરી છે, પણ સામાયિકની દિવ્યતા તરફ પહોંચવું જ છે એ માટે સંકલ્પબદ્ધ બનો. “જહાં ચાહ હૈ, વહાં રાહ હૈ”. તમને સામાયિક વિષયક ભાવસામાયિકનો માર્ગ મળી જશે. 48 મિનિટનો આ સમય ભરત જેવા એક ક્ષેત્રમાં એક કાળચક્રમાં થયેલ 48 તીર્થકરોનું મહાન પ્રતીક ઉભું કરી દેશે. 24 કલાકના દિવસમાં પ્રત્યેક કલાકે માત્ર બે મિનિટની જ અપેક્ષા રાખી 48| મિનિટનું આ સંયોજન કેટલું બધું ગૌરવપૂર્ણ છે? જેને આ 48 મિનિટનું રહસ્ય સમજાશે તે કાળની ગહનગતિનું રહસ્ય સામાયિકના અભ્યાસથી પામી શકશે. સમયના પ્રવાહને શાંતિથી નિરખવો અને સમયનું યોગ્ય મૂલ્યાંકન કરવું એ પણ સામાયિકની પ્રક્રિયા છે. જ્યાં રાગાત્મક વિચાર આવી જશે ત્યાં સમય ઓછો પડ્યો લાગશે, રાગભાવમાં સમય ક્યાં પસાર થઈ જાય છે ખબર પડતી નથી. જ્યાં દ્રષાત્મક ધારા આવી જશે ત્યાં સમય લાંબો જણાવવા માંડશે. દિષાત્મક ભાવોમાં સમય પણ લાંબો-લાંબો લાગવા માંડે છે, અને આપણે સમય જાણવાની સહજ શક્તિથી અલગ થઈ| જઈએ છીએ. સ્વાભાવિક વહેતાં સમયને જાણી શકતાં નથી. સમતા પ્રવાહ જ| આપણને સમયનો સાચો ખ્યાલ આપી શકે આથી જ સામાયિકના અતિચારોમાં પણ સમય અધિક થઈ જવો એને પણ અતિચાર| માનેલ છે. સંક્ષેપમાં કોઈ એવા અભ્યાસની| જરૂર છે કે ઘડિયાળ વિના પણ આપણને આપણી 48 મિનિટની સાધના ક્યારે થઈ તિનો સ્વયં ખ્યાલ આવી જાય. કાળના સ્વભાવને જાણ્યા બાદ કાલાતીત બનવું સ્વાભાવિક છે. સામાયિક શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શવાળા જગતથી મુક્ત થઈ અશબ્દ-અરૂપ, અરસ-અગંધ-અસ્પર્શ સંબંધની અનોખી સાધના છે. અને એટલે જ “સામાઈય વયજુત્તો” સૂત્રમાં સુંદર વાત કહે છે કે “સમણો ઈવ સાવ હવાઈ જમહા” સામાયિક એક એવું વિમાન છે કે જેના પર આરૂઢ થઈને એક શ્રાવક શ્રમણની મનોભૂમિના આનંદને પ્રાપ્ત કરે છે. માત્ર એક જ વર્ષની સમજ દારીપૂર્વકની સાધુપણાની આનંદમયી લેશ્યાનું વર્ણન આવે છે કે એક વર્ષમાં સાધુ સર્વદેવોની શુભ લેશ્યાને ઓળંગી જાય છે. અનુત્તરદેવની લેશ્યાને પણ ઓળંગનાર સાધુની સાથે શ્રાવકની તુલના કરેલ છે. “એએણ કારણેણે બહુસો સામાઈયં કુન્જા” શ્રાવકને કહેવાયું છે કે આવી મંગલમયી આનંદયાત્રા || આત્માનુભૂતિમયી સાચી યાત્રા કરવા માટે શ્રાવકે વારંવાર સામાયિક કરવી જોઈએ. આ યાત્રા અને ‘બહુ સો’ શબ્દના મર્મને સમજવા ખૂબ કોશિશ કરો. સામાયિકની વિધિ શ્રાવક પૂર્ણ કરશે...! પરંતુ તે સામાયિક... દેહથી, કાયાથી પૂર્ણ થયેલી સામાયિક આરાધક આત્માના હૃદયમાં સામાયિકની ધૂન જગાવશે. આવા આત્માથી સામાયિકના સંસ્કાર નહીં છૂટે. સામાયિક Gy સૂત્રોની સરગમ દિષ્ટિ તેના જીવનનું અભંગ અંગ બની જશે. સુખ-દુ:ખ સર્વ પ્રસંગોમાં મુખ પર પ્રસન્નતાની ચમક છવાઈ જશે. સામાયિક માત્ર પ્રક્રિયા નથી પણ આપણા સમગ્ર ચિત્તતંત્રની શુદ્ધિ છે. વિશુદ્ધિ છે. એક| તરફ પુદ્ગલમય જગતથી ઉર્વીકરણ છે, તો બીજી તરફ સમસ્ત જીવરાશિમાં સ્વયંની| જેવા આત્માનું દર્શન છે. એક તરફ સમસ્ત પ્રાણીઓ સાથે સમાચરણાની વૃત્તિ છે તો બીજી તરફ સમયની સર્વ બાધાઓથી પર મુક્ત આત્માનું દર્શન છે. આ ત્રણે વિધિ સુત્રો તથા તેના શબ્દાર્થ કે ભાવાર્થને જ નહીં પણ એના રહસ્ય અને તાત્પર્યને પણ જાણવાનો પ્રયત્ન કરાય. તમારું શ્રાવક જીવન ધન્ય બની જશે. - - બિસ... ચૈત્યવંદન, ગુરુવંદન અને સામાયિકની આ વિધિ દ્વારા આત્મા દેવત્વ અને ગુરુત્ત્વ શક્તિને જાગૃત કરી અનંત સિદ્ધત્ત્વ પ્રાપ્ત કરે. આપણે પરમ વીતરાગતાને પ્રાપ્ત કરીએ આ જ એક અભિલાષા... આ જ એક આશિષ... વિ. રાજયશસૂરિ 3 જૂન, 195,. ભિલાઈ-૩ જિ.દુર્ગ (M.P.) લેખક પૂ. આ. દેવ શ્રી વિ. રાજયશસૂરીશ્વરજી મ. સા. બે બોલા “શ્રાવક વિધિ સંગ્રહ" - હિન્દી પુસ્તકમાં પ્રસ્તાવના રૂપે આલેખિત આ લેખ સમસ્ત રાજનગરના તપસ્વીઓ સાથે 36 સાધુ-સાધ્વીજી મ.ના વર્ષીતપના (વિ. સં. ૨૦૬૩ના) પારણાં નિમિત્તે લઘુ પુસ્તિકા રૂપે આ ‘સૂત્રોની સરગમ' પ્રકાશિત થઈ રહી છે. જેનો અર્થ-સહયોગ એક સગૃહસ્થ તરફથી સંપન્ન થયેલ છે, જેની અનુમોદના કરીએ છીએ. - રાજેન્દ્રભાઈ દલાલ સિકંદરાબાદ શેતુભાઈ એસ. શાહ શ્રી લબ્ધિ વિક્રમ cle.એલ.વી.એ.યુમેની સૂરીશ્વરજી -ટેરીયન ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્કૃતિ કેન્દ્ર 11. પેસ સૌના. નં. 7-એ, શાંતિનગર, વિક્રમ પાલડી, અમઘવાદ સૂરીશ્વરજી માર્ગ, આશ્રમ 94265 12345 (M) રોડ, અમદાવાદ- 13 (ગુજરાત) Booo/05-2007Bharuch Bundulhi-0982403414 પ્રાપ્તિસ્થાન શ્રી જે. કે. સંઘવી - મુંબઈ 098696 77965 (M) નિશીથભાઈ એસ. શાહ - અમદાવાદ 094265 00000 (M) TODAY MAN NEEDS A MAN, NOT ONLY WHO CAN UNDERSTAND HIM BUT ALSO WHO CAN HEAR HIM. પ્રથમ આવૃત્તિ : નકલ 3000 CP : Rs. 2.50Page Navigation
1 2 3 4