Book Title: Sargam
Author(s): Rajyashsuri
Publisher: Rajyashsuriji
Catalog link: https://jainqq.org/explore/008934/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ “ સૂત્રોની સરગમ” ચૈત્યવંદન, ગુરુવંદન તથા સામાયિક, શ્રાવક જીવનની મહત્ત્વપૂર્ણ આવશ્યક ક્રિયાઓ છે. જ્યારે હું આ વિષય પર વિચારું છું, ત્યારે ખૂબ પ્રસન્નતા થાય છે. પ્રવચનમાં વારંવાર આ વિષય સંબંધી ઉલ્લેખ કરતો જ રહું છું. પ્રવચન શ્રવણથી યુવાનોમાં આ વિષયમાં અભિરૂચિ જાગૃત થાય છે. પોતાના જીવનને ધર્માનંદથી અલંકૃત કરવા તે સમર્થ બને છે. ચૈત્યવંદન ક્રિયામાં ઉપયોગી સૂત્ર ખૂબ જ ગંભીર અને મર્મપૂર્ણ છે. ‘ખમાસમણ’ સૂત્ર વિનય છે. વિનય ધર્મનું મૂળ છે. “મર્ત્યએણ વંદામિ”નો પવિત્ર ઘોષ નમ્રતાનો અમૃતકુંડ છે. “ઈરિયાવહિયં સૂત્ર” જગત પણ આપણામાં છૂપાયેલ સિદ્ધત્વને પ્રગટ કરી શકીએ. ચૈત્યવંદન વિધિના પ્રાણવાન અન્ય સૂત્રોમાં “નમુત્યુર્ણ - શક્રસ્તવ સૂત્ર”નું અનુપમ મહત્ત્વ છે. ઈન્દ્ર દ્વારા સ્તુત્ય હોવા છતાં પણ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વીઓ માટે સ્તુતિ હેતુ મહત્ત્વપૂર્ણ છે. પરમાત્માના શાસનમાં આ સૂત્રને શક્રસ્તવ નામ આપીને પણ આ સૂત્રને સમગ્ર સાધુ-સાધ્વી આચાર્યોના માટે અવશ્ય ભણવા યોગ્ય કહીને વિધિમાં આયોજિત કરેલ છે. આયોજન ઘણું મહત્ત્વપૂર્ણ છે. લાગે છે કે ભક્તિયોગની ભવ્યતાનું એક સીમા ચિહ્ન છે. દેવગતિમાં વિષયાનંદ - ભોગાનંદથી પણ અધિક આનંદ ભક્તિનો આનંદ હોય છે. આ વાતની આ સૂત્રમાં જીિવોની સાથે મૈત્રી ભાવનો અમૂલ્ય સૂત્રપાત છે. જીવનની પ્રત્યેક ક્રિયાઓમાં “આપણે આત્મા છીએ” આવી આત્મસ્મૃતિ રાખવી આવશ્યક છે. આત્મસ્મૃતિ જાગ્રત થાય છે કષાયોના પ્રત્યાક્રમણથી અને આ પ્રતિક્રમણ ભાવનો સંદર્ભ “ઈરિયાવહિયા સૂત્ર”માં ભર્યો પડ્યો છે, અને એમાં ગર્ભિત “મિચ્છામિ દુક્કડં” પરથી ફરી અપ્રમાદ પદારોહણનો સંકલ્પ ઘોષિત થાય છે. ઠીક તે પ્રમાણે “તસ્સ ઉત્તરી સૂત્ર” પાપ પ્રવૃત્તિઓના પર્વતથી ઉતરીને મોક્ષ પથ પર અપૂર્વ આરોહણ કરાવે છે. “અન્નત્ય સૂત્ર” શરીર વિજ્ઞાન પર પ્રકાશ પાથરી આત્મજ્ઞાન તરફ લઈ જનાર સંકલ્પધારા છે. કાયાની ચંચતળતાને સ્થિરતાથી, વાણીના પ્રવાહને મૌનથી તથા મનની પરિપુષ્ટિ છે. તીર્થંકરોની ભક્તિના વિષયમાં માનવ કરતાં દેવોનું મહત્ત્વ અપેક્ષાએ અધિક મનાયેલ છે. જો આ જ વાતને બીજી રીતે સમજીએ અને વિચારીએ તો સમજાશે કે માનવલોકમાં સમ્યગ્દષ્ટિ માનવને જો સ્વર્ગીય આનંદનો અનુભવ કરવો હોય તો તે છે ચૈત્યવંદન ભક્તિ. ચૈત્યવંદન ભક્તિ માનવલોક પર નિર્મિત થયેલ સ્વર્ગ છે. આ વાત આ સૂત્રની નિર્વિવાદ ઘોષણા છે. “લલિત વિસ્તરા” ગ્રંથમાં જે રીતે નમૃત્યુણં સૂત્રના અર્થ કરેલ છે, એ જોતા લાગે છે કે જગતના સર્વ તત્ત્વવાદીઓના સમાધાન આ સૂત્રમાં ભરેલા છે. આ સૂત્રમાં પણ તીર્થંકરોની સાથે “સિદ્ધ ગતિ”નું ભવ્ય સ્વરૂપ વર્ણિત છે. “શિવમ્-અયલમ્અરુઅમ્-અશંતમ્ અક્ખયં-અવ્યાબાહ વિકલ્પદશાને ધ્યાનાગ્નિથી પવિત્ર કરવાનો સંદેશ આ સૂત્રની દેન છે. લોગસ્સ સૂત્ર “નામસ્તવ સૂત્ર-લોગસ્સ સૂત્ર”માં તો તીર્થંકરોના નામોની સ્તુતિ દ્વારા આપણને અનામી દશા પ્રતિ જાગૃત થવાનું એલાન છે. “સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ” આ ઉદ્ઘોષ આપણા આત્માના મોક્ષાધિકારનું આપણને ભાન કરાવે છે. મોક્ષ-સિદ્ધિ માંગો, માત્ર મોક્ષ જ માંગો, ન મળે ત્યાં સુધી મોક્ષ માંગતા જ રહો, સભાન બનીને માંગતા જ રહો, મળ્યા વગર રહેશે નહીં. આ સત્યની પ્રતીતિ આ સૂત્રથી થાય છે. કોઈપણ દહેરાસરમાં ચૈત્યવંદન કરો, કોઈપણ ભગવાન મૂળનાયક કેમ ન હોય... પણ અપુણરાવિત્તિ- સિદ્ધિગઈ નામધેય ઠાણું સંપત્તાણું” સૂત્રનું ઉચ્ચારણ ક્યારેય ઉપલબ્ધ નહીં થયું હોય એવું સુંદર ભવ્ય સિદ્ધ સ્વરૂપનું અનુપમ વર્ણન દેખાડે છે. થોડી સરખી અર્થની વિચારણા આવી જાય, થોડું પણ મન આપણું એકાગ્ર બની ગયું તો સમજી લેવું કે સિદ્ધોની દુનિયામાં આપણને પ્રવેશ મળી ગયો. એક પરમાનંદની લહેર આપણા છદ્મસ્થ પર્યાયથી વ્યાપ્ત આત્મપ્રદેશોમાં છવાઈ જશે, અને ભાવિમાં આત્માના પ્રદેશ શુદ્ધ કરવાનો સંકલ્પ કરાવશે. જય વીયરાય સૂત્ર આ ક્રમમાં આવે છે “પ્રાર્થનાસૂત્ર” - શાસ્ત્રકારોએ “જય વીયરાય સૂત્ર”ને ક્યાંક આપણી તો પ્રાર્થના છે “ચઉંવીસ પિ જિણવરા, તિત્ફયરા મેં પસીમંતુ” ચોવીસ તીર્થંકર જ નહીં પણ સર્વ ક્ષેત્રના તીર્થંકર અને સિદ્ધ ભગવંતો અમારા પર પરમ પ્રસન્ન રહો. જ્યાં સુધી આરાધક આત્મા આ સત્યને સમજી પ્રાર્થના કરે છે, પ્રભુમાં તન્મય છે ત્યારે તેને પરમ અમૃત - પરમ આસ્વાદનું અવતરણ પોતાના આત્મામાં પ્રત્યક્ષ દેખાય છે. શક્રસ્તવ - નમુન્થુણં સૂત્ર આપણા સિદ્ધ આત્માઓએ કેવળ આપણા એકલાના જ આત્મા પર કૃપા વહાવવાની છે, બસ, આપણે આ ખ્યાલથી ન્યાલ થઈ જઈએ કે આટલા મહાન અનંત આત્માઓની કૃપાના પાત્ર બની આપણે પ્રણિધાન સૂત્ર પણ કહેલ છે. વિદ્યમાન પંચગાથાત્મક “જય વીયરાય સૂત્ર” – બે પ્રાર્થના રૂપ છે. પ્રથમ પ્રાર્થના “ભવનિવ્યેઓ’’થી “આભવમખંડા” સુધી છે. બીજી પ્રાર્થના મોક્ષ સુધીના પ્રત્યેક પ્રવાસમાં પ્રત્યેક ભવમાં પ્રભુની સેવાથી માંડીને બોધિલાભ સુધીની છે. પાંચમો સર્વ મંગલનો શ્લોક સ્વયં ખુદ જ એક મહાસૂત્ર રૂપ છે. અહીં ચૈત્યવંદનના સૂત્રના રહસ્યોને વિશેષ ન લખતાં બહુ જ સંક્ષિપ્તમાં ધ્યાન દોરું છું. કિંતુ આ સૂત્રનું |પઠન કરતાં - રટણ કરતાં કેટલીયે વાર મારા રોમે રોમ નાચવા લાગ્યા છે. પ્રાર્થનીય ભવનિર્વેદ હોય કે ઈષ્ટ ફલ સિદ્ધિ હોય... દુધ્નક્બઓ – દુઃખક્ષય, કમ્મક્ખઓ - કર્મક્ષય 10 Page #2 -------------------------------------------------------------------------- ________________ હિોય... પ્રત્યેક પ્રાર્થનાની પોતાની આગવી મહત્તા છે. ભવનિર્વેદની સાધનાથી શુન્ય ઈષ્ટફલસિદ્ધિ એક વિષમયી વિષમતા છે, તો ઈષ્ટ સિદ્ધિને કેવલ મોક્ષની સિદ્ધિની| પ્રાર્થના જ માની લેવી મિથ્થામયી એકાંગીતા છે. સુત્રના શિષ્ટ અર્થને ઈષ્ટ અર્થ તરફ લઈ જવો એ મોટો અપરાધ છે. પ્રાય: કરીને સૂત્રો સર્વસાધક સાધારણ હોય છે. આથી જ સૂત્રની ગંભીરતા જળવાઈ રહેવી જોઈએ. દરેક સૂત્રોના પાઠ મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક કરવાનો છે, તેમ છતાં આ સૂત્રને જ “પ્રણિધાન સૂત્ર” કહી દેવું એ કોઈ વિશેષ વાતનું દ્યોતક છે. આ પ્રાર્થનાસૂત્ર ગંભીરતા સાથે પ્રયોગ કરવા યોગ્ય છે. જગતમાં પ્રાર્થના દ્વારા ભાવ પરિવર્તન, સ્વિભાવ પરિવર્તન અને સર્વભાવ પરિવર્તનના પ્રયોગ થયા છે અને હંમેશા સફળ રહ્યાં છે. જય વીયરાય સૂત્રના પાઠમાં આવી ક્ષમતા છે. સદ્ગુરુઓના યોગથી અથવા તીવ્ર ચિંતન-મનન અથવા કોઈ સ્વભાવિક ક્ષયપશમથી જ અર્થ સ્પષ્ટ થાય| છે. સૂત્ર તો કલ્પવૃક્ષ સમાન હોય છે. જેટલું આપણે સમજીએ એટલું મેળવી શકીએ. અરિહંત ચેઈયાણ” સૂત્ર અરિહંત ચેઈયાણું” સૂત્ર પણ એક મહાન સૂત્ર છે. આ સૂત્ર શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષાની પ્રતિદિન વૃદ્ધિ કરાવનારી અમૂલ્ય ચાવી છે. હંમેશા ચૈત્યવંદન કરવાવાળામાં આ પાંચેયની વૃદ્ધિ થાય છે. જો આ ભાવોને તમે સારી રીતે સમજી લીધા તો વ્યક્તિગત વિકાસ માટે તમારે કોઈપણ મનોવૈજ્ઞાનિક પાસે જવાની આવશ્યકતા નહીં રહે. સ્વસ્થ તથા પ્રસન્ન મનના વિકાસ માટે જરૂરી ગુઢ રહસ્યો આવરી લિવાયા છે. ચૈત્યવંદનના કેટલાક સુત્રોના રહસ્યોને અમે ઇંગિત કર્યા છે, સાથે સાથે તમે પણ તમારા અભ્યાસથી રહસ્યોને જાણવાની કોશિશ કરો. અમારું બતાવેલું જ જોશો તો લાગશે કે આપણે કાંઈક જોયું, પણ તમારી પોતાની શોધ આ સૂત્રમાં લાગી ગઈ તો માત્ર જોશો જ નહીં પણ કાંઈક પ્રાપ્ત પણ કરશો. એવું કંઈક મેળવશો કે તમે ગાવા લાગશો કે “જિન્દી પાયા તિન્દી) છિપાયા, ન કહત કાહુ કે કાન મે, તાલી લાગી જબ અનુભવ કી, સમજાવત સબ શાન મેં, હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં” પરમાત્મામાં મગ્ન થઈ જાવ. વિશ્વ તમારાથી દૂર-સુદૂર થઈ જશે. શાશ્વતનો ઉદય થવા લાગશે તો જે ક્ષણિક છે તે સ્વયં જ નષ્ટ થઈ જશે. અંતરમાં પ્રકાશ થશે તો, જગતનો અંધકાર વિલીન થશે. રોજ ચૈત્યવંદન કરતાં ક્યારેક આ સંદર્ભમાં પ્રતિક્રમણ પ્રબોધ ટીકાથી સૂત્રને ભણો. ક્યારેક લલિત વિસ્તરા જેવા ગ્રંથનું પણ દોહન કરો. આત્મા ધન્યતા - ક્તક્યતાનો અનુભવ કરશે. ક્યારેક “ઘ मे सफलं जन्म, अद्य मे सफला क्रिया"मी અનુભૂતિ તમને થવા લાગશે. શરીરના સાડા ત્રણ કરોડ રૂંવાટામાં આનંદની લહેર વ્હેરાશે, અને ત્યારે સમજાશે કે “ સનં માત્ર” શરીરની સફલતામાં ક્યારેય પણ નિવેદન નથી હોતું, સંવેદન હોય છે. તેયાર થઈ જાવ... ચૈત્યવંદન કરો, અને ચૈત્યવંદનના નમ્રતા સૂત્રમાં પણ ગુરુ આજ્ઞા સ્થાપિત છે. ગુરુ આજ્ઞાનું મહત્ત્વ ઘોષિત છે. જય વીયરાયના સંબોધન પછી ‘જગગુરુનો ભગવાન સાથે સંબંધ કરવો જ પડે તેમ છે. પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ માટે મહાત્મા રૂપ તત્ત્વને – ગુરુ રૂપ તત્ત્વને પામવું અનિવાર્ય છે. પરમાત્મા પાવર હાઉસ છે તો ગુરુ ટ્રાન્સમીટર છે. યોગ્યતા મુજબ શક્તિનું સમવતરણ એટલે કે બાહ્ય પ્રકટીકરણ ગુરુની દેન છે. પરમાત્મા પ્રકાશ છે - અનંત જ્ઞાનની જ્યોત છે તો ગુરુમાં પ્રકાશ પ્રદાન કરી અંધકાર દૂર કરવાની અદ્ભુત ક્ષમતા છે. અનંત જ્ઞાનના અણસારને શ્રુતજ્ઞાનમાં સમજી પોતાના મતિજ્ઞાનથી શિષ્યોમાં જ્ઞાન જ્યોતિ પ્રગટ કિરે તે ગુરુ છે. આવા ગુરુને વંદના એ શ્રાવક જીવનનું અનોખું સૌભાગ્ય છે. સંપૂર્ણ ગુરુવંદન ભાષ્ય” સદ્ગુરુની સંગતિ કરાવી ગુરુતત્ત્વની પ્રાપ્તિ કરાવવા માટે ઉત્કંઠિત, હોય એવું પ્રતીત થાય છે. ગુરુવંદનાના વિશેષ સૂત્રના રૂપમાં - ખમાસમણ સૂત્ર, સુખશાતાપૃચ્છા સૂત્ર, અભુઢિઓ સૂત્ર તથા બૃહત્ વંદના (દ્વાદશાવર્ત વંદના)ના અધિકારીઓને વાંદણા સૂત્રનું પરિશીલન આવશ્યક છે. ઉચ્ચાસણ અને સમાસણના ત્યાગની વાત અબભૂઢિઓ સુત્રમાં આવે છે. “શ્રી દશવૈકાલિક સૂત્રમાં વિધાન છે, કે “નીએ સેજર્જ ગઈ ઠાણે, નીયં ચ આસણાણિ ય, નીયં ચ પાએ ચ વંદિજ્જા, નીયં કુર્જા ય અંજલિ.” ગુરુના સાનિધ્યમાં નમ્ર બનવાનો અનુરોધ છે. આપણા આસન - અવાજ -| આચાર - શય્યા દરેકમાંથી ગુરુ પ્રતિ નમ્રતા પ્રવાહિત થાય એવા પ્રયાસ કરવાનો શાસ્ત્રકાર ભગવંતોનો અનુરોધ છે. ગુરુનો એક અર્થ ભારી પણ થાય છે. અને ગુરુશિષ્ય શબ્દ સાપેક્ષ છે. આથી શિષ્યનો અર્થ થાય છે હલકું - કોમળ -નમ્ર - મસુણ. અહીં આપણે આપણા અભિપ્રાયથી હલકાં હળવા રહીશું. હૃદયથી કોમળ રહીશું - વ્યવહારથી નમ્ર રહીશું, આચરણમાં મસૂણ – મુલાયમ રહીશું. શ્રી કૃષ્ણજીનું નરકનું કાપવું પણ ગુરુકૃપાની અંતર્ગત છે. ગુરુવંદનાનું મહાફલ છે. ગુરુની કૃપાથી નારકીય જીવન સ્વર્ગીય જીવન બની જાય છે. આ તો સિદ્ધાંત જ છે! લૌકિક શાસ્ત્રમાં પણ ગુરુના અલૌકિક મહત્ત્વને બતાવતાં કહેવાયું છે કે “નેત્ર उन्मिलितं येन, तस्मै श्री गुरुवे नमः" આંતરનયન જેની કોમળ કૃપાથી ઉઘડી ગયાં છે તે ગુરુ છે. જ્યાં સુધી અંતર ખુલતું નથી ત્યાં સુધી આંતરચક્ષુ પણ ખુલશે નહીં. બસ, એલ્યુઢિઓના આ વાક્યને યાદ કરો કે “તુર્ભે જાણહ, અહં ન જાણામિ” હે ગુરુભગવંતો ! મારા અપરાધ, મારી કર્મની ગતિ, મારી ધર્મની ગતિ, મારી મન:સ્થિતિ અને મારી પરિસ્થિતિ, મારો વિનય અને મારું વિવેક, મારી આકાંક્ષા અને મારી અભિલાષાઓને આપ જ જાણો છો, હું નથી જાણતો. બની જાવ કોઈ ભવ્ય ગુરુ માતાની ગોદમાં એક નાના-માસૂમ-નિર્દોષ, નિર્વાજ- નિભી... - - Page #3 -------------------------------------------------------------------------- ________________ બસ શરણાગત થઈ જાઓ. ગુરુકૃપા ક્યારેક ગુરુ નામધારી પણ એટલી કૃપા કરી શકશે કે જે એની પણ ધારણા બહાર હશે. દ્રોણાચાર્યની કૃપાએ એકલવ્યને અર્જુન કરતાં પણ મહાન બનાવ્યો, આ ચીજ ખુદ દ્રોણાચાર્યની કલ્પના કરતાં પણ બહાર હતી. જો કે સદ્ગુરુનું સંશોધન અનિવાર્ય છે, પણ તેમ છતાં ય સત્ શિષ્યત્ત્વ સ્થાપિત થાય તો વહેતી હવાથી, ખીલતાં ફૂલમાંથી, નીલા આકાશમાંથી કે સૂર્યના કિરણોથી, ચંદ્રની ચાંદનીમાંથી... ક્યાંકને ક્યાંકથી ગુરુકૃપાની વર્ષા તમારા પર વરસાવશે. ગુરુ બનવાની દુકાન ખોલનારને ખબર પડતી નથી કે ક્યારે તેની દુકાન પર માલ આવ્યો, એ જ છે ગુરુત્ત્વની ગૌરવમયી ગુણગાથા. ગુરુશક્તિ બહસૂની વાત નથી, આસ્વાદની વાત છે. ગુરુબહુમાન ગુરુ શક્તિનો દિવ્ય આસ્વાદ કરો અને કોહાએ-માણાએ-માયા-લોભાએ-| સલ્વકાલિયાએ-સવ્ય મિચ્છોવયારાએ ”ના પાઠ પર ધ્યાન આપો. ક્રોધ-માન-માયાલોભનો વિદાય મહોત્સવ જ પરમ ગુરુની પરમ કૃપાનું ફળ છે, આ વાત સમજમાં આવી જશે. ગુરુવંદના જો તમે સાક્ષાત્ ગુરુની સામે ન કરી શકો તો ગુરુ પ્રતિમા-ગુરુના ફોટા સમક્ષ પણ કરવાની છે. નવકારમંત્રમાં દેવતત્ત્વનો વિભાગ બે પદમાં છે, પણ ગુરુતત્ત્વનો વિભાગ ત્રણ પદમાં છે . CD આચાર્યની ઉપાસના જગતના રહસ્યનું પ્રકટીકરણ, ઉપાધ્યાયની ઉપાસના શબ્દઅક્ષર જગતની શક્તિનું પ્રકટીકરણ છે, તો સાધુ બંનેના રહસ્યોને પ્રગટ કરવાવાળી સાધનાનું પ્રકટીકરણ છે. અર્થ અને સૂત્ર જ્ઞાન છે. સાધુની સાધના ક્રિયા છે. જ્ઞાનક્રિયાના સુભગ યોગથી જ મોક્ષનો સંભવ છે. સમસ્ત જ્ઞાનક્રિયા યોગ ગુરુતત્ત્વની ઉપાસનામાં છે. આચાર્યપુંગવ પૂ. હરિભદ્ર સૂરિ મહારાજે તો “ગાયો રાતુ ગુરુ વહુમાળો” કહીને કહ્યું છે કે ગુરુનું બહુમાન જ મોક્ષ છે. ગુરુવંદન ભાષ્ય પણ આ જ કહે છે, કે ગુરુ ગુણોને આપણામાં સંક્રમણ કરવાનો એક જ માર્ગ છે, “ગુરુને વિધિવત્ વંદન.”| ગુરુવંદનમાં પ્રમોદભાવનો પરમ પ્રકર્ષ હોય છે. સદ્ગુરુના ચરણોમાં શિર ઝુકાવવું એ પણ માનવ જન્મનું મહાન સૌભાગ્ય છે. બસ વિશેષ કરી આપણા ઉપકારી ગુરુને નિત્ય વંદન કરીએ. પ્રત્યેક નવા કાર્યમાં તેમની અનુજ્ઞાની અપેક્ષા રાખીએ. તેઓને આપણાં કાર્યનું નિવેદન કરીએ. અંતિમ સમય સુધી આપણું સર્વસ્વ ગુરુ ચરણમાં સમર્પિત કરીએ. “આવું ગુરુ સમર્પણ આ ધરાતલ પર તમને મોક્ષનો અનુભવ આપશે. દેવ અને ગુરુ આપણી અંદર જ છે. બાહ્ય દેવ-બાહ્ય ગુરુ આપણા પરમ ઉપકારી એટલા માટે છે કે તેઓ આપણા અંતરના દેવ અને ગુરુને જાગૃત કરે છે. પણ આપણા આત્મા સાથે આત્માનું અનુસંધાન કરાવનાર પ્રક્રિયા છે “સામાયિક”. સામાયિક સાવદ્યયોગના પચ્ચખાણપૂર્વક ૪૮ મિનિટ સુધી પ્રાય: એક જ આસન પર બેસવું મહાન સાધના છે. સામાયિક માત્ર સમય વ્યતીત કરવાનું સાધન નથી. સામાયિક લેતાં પહેલાં આપણે જે સંકલ્પ કરીએ છીએ કે મન-વચન-કાયાથી પાપ કરીશ નહીં. પાપ કરાવીશ નહીં... આ સંકલ્પોને મનોભૂમિમાં ઉતારવા માટે સામાયિકમાં વિચારોના પૃથક્કરણ પર જવું પડશે. એવી વિકલ્પધારામાં જવું કે જ્યાં પ્રત્યેક મનવચન-કાયાથી ન પાપ કરવાનું છે - ન પાપ કરાવવાનું છે, એ જ સામાયિકની સાધના છે. આપણાં પ્રત્યેક વિચાર આરંભ-| સમારંભથી વ્યાપ્ત છે. આપણી પ્રત્યેક આનંદની અનુભૂતિ લગભગ “પરપીડન”ના વિચારથી જાગતી હોય છે. પરપીડનની] આ શૃંખલાનો ત્યાગ કરવા માટે આપણે આપણા આત્માના નિર્મલ સ્વરૂપનાણું વિચારમાં જ જવું પડશે. પ્રવૃત્તિના ચક્રોમાં બહારના વ્યવહાર તથા વ્યવહારોના સંકલ્પની દુનિયામાં આપણું ભ્રમણ થતું રહે છે. આપણને એ વાતની ખબર જ રહેતી નથી કે “જો | સાસો નખા, નાખ હંસા સંgો” આ વાત આપણા માટે જ કહેવાયેલ છે. જેવી રીતે ટી.વી.ના મનગમતા દૃશ્યો જોતાં, જેવી રીતે પૈસાનો ઢગલો જોઈ આપણું મને બહારના રોગ-શોક અને વિકલ્પોથી અલિપ્ત થઈ જાય છે. ઠીક એ જ રીતે સામાયિકમાં પણ અલિપ્ત બની, શાશ્વત આત્મતત્ત્વનું અનુપ્રેક્ષા-ધ્યાન કે કાયોત્સર્ગ માટે સામાયિકમાં અભ્યાસ કરી શકતા નથી. આ જ સામાયિક કેવળ ગતાનુગતિકરૂપમાં માત્ર સમય પસાર કરવા કરીએ છીએ. “જાવ નિયમ પજજુવાસામિ”નો અર્થી ખ્યાલમાં આવશે ત્યારે ધ્યાનમાં આવશે કે પર્યાપાસના તો આપણે સામાયિકની કરવાની છે, પણ પર્યુપાસનાનો સમય તો ચાલ્યો જાય છે. એક સરળ ભાવથી સૂચના છે કે સામાયિકને હાલ માત્ર સામાયિક ન કહેતાં આત્મ પક્પાસના” કહો. માત્ર જપ જાપ કરશો, માત્ર અર્થ-ચિંતન વિહીન સ્વાધ્યાય કરશો તો તમને ‘સમ'નો લાભ પ્રાપ્ત કેવી રીતે થશે ? એક સામાયિક કરતાં તમારી આત્માની બેંકમાં જ્ઞાન-દર્શન-ચારિત્રની મૂડી વધવી જોઈએ. સામાયિક કરો અને આત્મામાં સમ = ક્ષમા ભાવના અભિનવ ભાવ પ્રાદુર્ભાવ થવા જોઈએ. અહીં તો લાભથી કૃતાર્થ અને ધન્ય થવાની પ્રવૃત્તિ કરવાની છે. કોણ એવું હોય કે જે જ્ઞાનદર્શન-ચારિત્રના લાભથી ધન્યતા અને કૃતકૃત્યતા ન અનુભવે ? કોણ એવું હશે કે જે ક્ષમા-નમ્રતા-સરલતા-સંતોષના વિશુદ્ધ પર્યાય દ્વારા ધન્ય ન બની શકે ? વિચારો, ૪૮ મિનિટનો આ શુભ સમય એક અંતર્મુહૂતની પ્રતિક્ષા છે. જેના પછી આપણામાં કેવલજ્ઞાનની અનંતપ્રભા પ્રગટ થનારી છે. કેવલજ્ઞાન જો એક દૃશ્ય છે તો આપણું સામાયિક આ દૃશ્યને આપણા મનના કેમેરામાં પ્રતિબિંબિત કરનાર એક ટુડિયો છે. આવી પવિત્ર સામાયિક તરફ (6) Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રગતિ કરવી હોય તો ગુરુઓનું માર્ગદર્શન જરૂરી છે, પણ સામાયિકની દિવ્યતા તરફ પહોંચવું જ છે એ માટે સંકલ્પબદ્ધ બનો. “જહાં ચાહ હૈ, વહાં રાહ હૈ”. તમને સામાયિક વિષયક ભાવસામાયિકનો માર્ગ મળી જશે. 48 મિનિટનો આ સમય ભરત જેવા એક ક્ષેત્રમાં એક કાળચક્રમાં થયેલ 48 તીર્થકરોનું મહાન પ્રતીક ઉભું કરી દેશે. 24 કલાકના દિવસમાં પ્રત્યેક કલાકે માત્ર બે મિનિટની જ અપેક્ષા રાખી 48| મિનિટનું આ સંયોજન કેટલું બધું ગૌરવપૂર્ણ છે? જેને આ 48 મિનિટનું રહસ્ય સમજાશે તે કાળની ગહનગતિનું રહસ્ય સામાયિકના અભ્યાસથી પામી શકશે. સમયના પ્રવાહને શાંતિથી નિરખવો અને સમયનું યોગ્ય મૂલ્યાંકન કરવું એ પણ સામાયિકની પ્રક્રિયા છે. જ્યાં રાગાત્મક વિચાર આવી જશે ત્યાં સમય ઓછો પડ્યો લાગશે, રાગભાવમાં સમય ક્યાં પસાર થઈ જાય છે ખબર પડતી નથી. જ્યાં દ્રષાત્મક ધારા આવી જશે ત્યાં સમય લાંબો જણાવવા માંડશે. દિષાત્મક ભાવોમાં સમય પણ લાંબો-લાંબો લાગવા માંડે છે, અને આપણે સમય જાણવાની સહજ શક્તિથી અલગ થઈ| જઈએ છીએ. સ્વાભાવિક વહેતાં સમયને જાણી શકતાં નથી. સમતા પ્રવાહ જ| આપણને સમયનો સાચો ખ્યાલ આપી શકે આથી જ સામાયિકના અતિચારોમાં પણ સમય અધિક થઈ જવો એને પણ અતિચાર| માનેલ છે. સંક્ષેપમાં કોઈ એવા અભ્યાસની| જરૂર છે કે ઘડિયાળ વિના પણ આપણને આપણી 48 મિનિટની સાધના ક્યારે થઈ તિનો સ્વયં ખ્યાલ આવી જાય. કાળના સ્વભાવને જાણ્યા બાદ કાલાતીત બનવું સ્વાભાવિક છે. સામાયિક શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શવાળા જગતથી મુક્ત થઈ અશબ્દ-અરૂપ, અરસ-અગંધ-અસ્પર્શ સંબંધની અનોખી સાધના છે. અને એટલે જ “સામાઈય વયજુત્તો” સૂત્રમાં સુંદર વાત કહે છે કે “સમણો ઈવ સાવ હવાઈ જમહા” સામાયિક એક એવું વિમાન છે કે જેના પર આરૂઢ થઈને એક શ્રાવક શ્રમણની મનોભૂમિના આનંદને પ્રાપ્ત કરે છે. માત્ર એક જ વર્ષની સમજ દારીપૂર્વકની સાધુપણાની આનંદમયી લેશ્યાનું વર્ણન આવે છે કે એક વર્ષમાં સાધુ સર્વદેવોની શુભ લેશ્યાને ઓળંગી જાય છે. અનુત્તરદેવની લેશ્યાને પણ ઓળંગનાર સાધુની સાથે શ્રાવકની તુલના કરેલ છે. “એએણ કારણેણે બહુસો સામાઈયં કુન્જા” શ્રાવકને કહેવાયું છે કે આવી મંગલમયી આનંદયાત્રા || આત્માનુભૂતિમયી સાચી યાત્રા કરવા માટે શ્રાવકે વારંવાર સામાયિક કરવી જોઈએ. આ યાત્રા અને ‘બહુ સો’ શબ્દના મર્મને સમજવા ખૂબ કોશિશ કરો. સામાયિકની વિધિ શ્રાવક પૂર્ણ કરશે...! પરંતુ તે સામાયિક... દેહથી, કાયાથી પૂર્ણ થયેલી સામાયિક આરાધક આત્માના હૃદયમાં સામાયિકની ધૂન જગાવશે. આવા આત્માથી સામાયિકના સંસ્કાર નહીં છૂટે. સામાયિક Gy સૂત્રોની સરગમ દિષ્ટિ તેના જીવનનું અભંગ અંગ બની જશે. સુખ-દુ:ખ સર્વ પ્રસંગોમાં મુખ પર પ્રસન્નતાની ચમક છવાઈ જશે. સામાયિક માત્ર પ્રક્રિયા નથી પણ આપણા સમગ્ર ચિત્તતંત્રની શુદ્ધિ છે. વિશુદ્ધિ છે. એક| તરફ પુદ્ગલમય જગતથી ઉર્વીકરણ છે, તો બીજી તરફ સમસ્ત જીવરાશિમાં સ્વયંની| જેવા આત્માનું દર્શન છે. એક તરફ સમસ્ત પ્રાણીઓ સાથે સમાચરણાની વૃત્તિ છે તો બીજી તરફ સમયની સર્વ બાધાઓથી પર મુક્ત આત્માનું દર્શન છે. આ ત્રણે વિધિ સુત્રો તથા તેના શબ્દાર્થ કે ભાવાર્થને જ નહીં પણ એના રહસ્ય અને તાત્પર્યને પણ જાણવાનો પ્રયત્ન કરાય. તમારું શ્રાવક જીવન ધન્ય બની જશે. - - બિસ... ચૈત્યવંદન, ગુરુવંદન અને સામાયિકની આ વિધિ દ્વારા આત્મા દેવત્વ અને ગુરુત્ત્વ શક્તિને જાગૃત કરી અનંત સિદ્ધત્ત્વ પ્રાપ્ત કરે. આપણે પરમ વીતરાગતાને પ્રાપ્ત કરીએ આ જ એક અભિલાષા... આ જ એક આશિષ... વિ. રાજયશસૂરિ 3 જૂન, 195,. ભિલાઈ-૩ જિ.દુર્ગ (M.P.) લેખક પૂ. આ. દેવ શ્રી વિ. રાજયશસૂરીશ્વરજી મ. સા. બે બોલા “શ્રાવક વિધિ સંગ્રહ" - હિન્દી પુસ્તકમાં પ્રસ્તાવના રૂપે આલેખિત આ લેખ સમસ્ત રાજનગરના તપસ્વીઓ સાથે 36 સાધુ-સાધ્વીજી મ.ના વર્ષીતપના (વિ. સં. ૨૦૬૩ના) પારણાં નિમિત્તે લઘુ પુસ્તિકા રૂપે આ ‘સૂત્રોની સરગમ' પ્રકાશિત થઈ રહી છે. જેનો અર્થ-સહયોગ એક સગૃહસ્થ તરફથી સંપન્ન થયેલ છે, જેની અનુમોદના કરીએ છીએ. - રાજેન્દ્રભાઈ દલાલ સિકંદરાબાદ શેતુભાઈ એસ. શાહ શ્રી લબ્ધિ વિક્રમ cle.એલ.વી.એ.યુમેની સૂરીશ્વરજી -ટેરીયન ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્કૃતિ કેન્દ્ર 11. પેસ સૌના. નં. 7-એ, શાંતિનગર, વિક્રમ પાલડી, અમઘવાદ સૂરીશ્વરજી માર્ગ, આશ્રમ 94265 12345 (M) રોડ, અમદાવાદ- 13 (ગુજરાત) Booo/05-2007Bharuch Bundulhi-0982403414 પ્રાપ્તિસ્થાન શ્રી જે. કે. સંઘવી - મુંબઈ 098696 77965 (M) નિશીથભાઈ એસ. શાહ - અમદાવાદ 094265 00000 (M) TODAY MAN NEEDS A MAN, NOT ONLY WHO CAN UNDERSTAND HIM BUT ALSO WHO CAN HEAR HIM. પ્રથમ આવૃત્તિ : નકલ 3000 CP : Rs. 2.50