________________
હિોય... પ્રત્યેક પ્રાર્થનાની પોતાની આગવી મહત્તા છે. ભવનિર્વેદની સાધનાથી શુન્ય ઈષ્ટફલસિદ્ધિ એક વિષમયી વિષમતા છે, તો ઈષ્ટ સિદ્ધિને કેવલ મોક્ષની સિદ્ધિની| પ્રાર્થના જ માની લેવી મિથ્થામયી એકાંગીતા છે. સુત્રના શિષ્ટ અર્થને ઈષ્ટ અર્થ તરફ લઈ જવો એ મોટો અપરાધ છે. પ્રાય: કરીને સૂત્રો સર્વસાધક સાધારણ હોય છે. આથી જ સૂત્રની ગંભીરતા જળવાઈ રહેવી જોઈએ. દરેક સૂત્રોના પાઠ મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક કરવાનો છે, તેમ છતાં આ સૂત્રને જ “પ્રણિધાન સૂત્ર” કહી દેવું એ કોઈ વિશેષ વાતનું દ્યોતક છે. આ પ્રાર્થનાસૂત્ર ગંભીરતા સાથે પ્રયોગ કરવા યોગ્ય છે. જગતમાં પ્રાર્થના દ્વારા ભાવ પરિવર્તન, સ્વિભાવ પરિવર્તન અને સર્વભાવ
પરિવર્તનના પ્રયોગ થયા છે અને હંમેશા સફળ રહ્યાં છે. જય વીયરાય સૂત્રના પાઠમાં આવી ક્ષમતા છે. સદ્ગુરુઓના યોગથી અથવા તીવ્ર ચિંતન-મનન અથવા કોઈ સ્વભાવિક ક્ષયપશમથી જ અર્થ સ્પષ્ટ થાય| છે. સૂત્ર તો કલ્પવૃક્ષ સમાન હોય છે. જેટલું આપણે સમજીએ એટલું મેળવી શકીએ.
અરિહંત ચેઈયાણ” સૂત્ર
અરિહંત ચેઈયાણું” સૂત્ર પણ એક મહાન સૂત્ર છે. આ સૂત્ર શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષાની પ્રતિદિન વૃદ્ધિ કરાવનારી અમૂલ્ય ચાવી છે. હંમેશા ચૈત્યવંદન કરવાવાળામાં આ પાંચેયની વૃદ્ધિ થાય છે. જો આ ભાવોને તમે સારી રીતે સમજી લીધા તો વ્યક્તિગત વિકાસ માટે
તમારે કોઈપણ મનોવૈજ્ઞાનિક પાસે જવાની આવશ્યકતા નહીં રહે. સ્વસ્થ તથા પ્રસન્ન મનના વિકાસ માટે જરૂરી ગુઢ રહસ્યો આવરી લિવાયા છે. ચૈત્યવંદનના કેટલાક સુત્રોના રહસ્યોને અમે ઇંગિત કર્યા છે, સાથે સાથે તમે પણ તમારા અભ્યાસથી રહસ્યોને જાણવાની કોશિશ કરો. અમારું બતાવેલું જ જોશો તો લાગશે કે આપણે કાંઈક જોયું, પણ તમારી પોતાની શોધ આ સૂત્રમાં લાગી ગઈ તો માત્ર જોશો જ નહીં પણ કાંઈક પ્રાપ્ત પણ કરશો. એવું કંઈક મેળવશો કે તમે ગાવા લાગશો કે “જિન્દી પાયા તિન્દી) છિપાયા, ન કહત કાહુ કે કાન મે, તાલી લાગી જબ અનુભવ કી, સમજાવત સબ શાન મેં, હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં”
પરમાત્મામાં મગ્ન થઈ જાવ. વિશ્વ તમારાથી દૂર-સુદૂર થઈ જશે. શાશ્વતનો ઉદય થવા લાગશે તો જે ક્ષણિક છે તે સ્વયં જ નષ્ટ થઈ જશે. અંતરમાં પ્રકાશ થશે તો, જગતનો અંધકાર વિલીન થશે. રોજ ચૈત્યવંદન કરતાં ક્યારેક આ સંદર્ભમાં પ્રતિક્રમણ પ્રબોધ ટીકાથી સૂત્રને ભણો. ક્યારેક લલિત વિસ્તરા જેવા ગ્રંથનું પણ દોહન કરો. આત્મા ધન્યતા - ક્તક્યતાનો અનુભવ કરશે. ક્યારેક “ઘ मे सफलं जन्म, अद्य मे सफला क्रिया"मी અનુભૂતિ તમને થવા લાગશે. શરીરના સાડા ત્રણ કરોડ રૂંવાટામાં આનંદની લહેર વ્હેરાશે, અને ત્યારે સમજાશે કે “ સનં માત્ર” શરીરની સફલતામાં ક્યારેય પણ નિવેદન નથી હોતું, સંવેદન હોય છે. તેયાર થઈ જાવ... ચૈત્યવંદન કરો, અને ચૈત્યવંદનના
નમ્રતા
સૂત્રમાં પણ ગુરુ આજ્ઞા સ્થાપિત છે. ગુરુ આજ્ઞાનું મહત્ત્વ ઘોષિત છે.
જય વીયરાયના સંબોધન પછી ‘જગગુરુનો ભગવાન સાથે સંબંધ કરવો જ પડે તેમ છે. પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ માટે મહાત્મા રૂપ તત્ત્વને – ગુરુ રૂપ તત્ત્વને પામવું અનિવાર્ય છે. પરમાત્મા પાવર હાઉસ છે તો ગુરુ ટ્રાન્સમીટર છે. યોગ્યતા મુજબ શક્તિનું સમવતરણ એટલે કે બાહ્ય પ્રકટીકરણ ગુરુની દેન છે. પરમાત્મા પ્રકાશ છે - અનંત જ્ઞાનની જ્યોત છે તો ગુરુમાં પ્રકાશ પ્રદાન કરી અંધકાર દૂર કરવાની અદ્ભુત ક્ષમતા છે. અનંત જ્ઞાનના અણસારને શ્રુતજ્ઞાનમાં સમજી પોતાના મતિજ્ઞાનથી શિષ્યોમાં જ્ઞાન જ્યોતિ પ્રગટ
કિરે તે ગુરુ છે. આવા ગુરુને વંદના એ શ્રાવક જીવનનું અનોખું સૌભાગ્ય છે. સંપૂર્ણ ગુરુવંદન ભાષ્ય” સદ્ગુરુની સંગતિ કરાવી ગુરુતત્ત્વની પ્રાપ્તિ કરાવવા માટે ઉત્કંઠિત, હોય એવું પ્રતીત થાય છે. ગુરુવંદનાના વિશેષ સૂત્રના રૂપમાં - ખમાસમણ સૂત્ર, સુખશાતાપૃચ્છા સૂત્ર, અભુઢિઓ સૂત્ર તથા બૃહત્ વંદના (દ્વાદશાવર્ત વંદના)ના અધિકારીઓને વાંદણા સૂત્રનું પરિશીલન આવશ્યક છે. ઉચ્ચાસણ અને સમાસણના ત્યાગની વાત અબભૂઢિઓ સુત્રમાં આવે છે. “શ્રી દશવૈકાલિક સૂત્રમાં વિધાન છે, કે “નીએ સેજર્જ ગઈ ઠાણે, નીયં ચ આસણાણિ ય, નીયં ચ પાએ ચ વંદિજ્જા, નીયં કુર્જા ય અંજલિ.”
ગુરુના સાનિધ્યમાં નમ્ર બનવાનો અનુરોધ છે. આપણા આસન - અવાજ -| આચાર - શય્યા દરેકમાંથી ગુરુ પ્રતિ નમ્રતા પ્રવાહિત થાય એવા પ્રયાસ કરવાનો શાસ્ત્રકાર ભગવંતોનો અનુરોધ છે. ગુરુનો
એક અર્થ ભારી પણ થાય છે. અને ગુરુશિષ્ય શબ્દ સાપેક્ષ છે. આથી શિષ્યનો અર્થ થાય છે હલકું - કોમળ -નમ્ર - મસુણ. અહીં આપણે આપણા અભિપ્રાયથી હલકાં હળવા રહીશું. હૃદયથી કોમળ રહીશું - વ્યવહારથી નમ્ર રહીશું, આચરણમાં મસૂણ – મુલાયમ રહીશું. શ્રી કૃષ્ણજીનું નરકનું કાપવું પણ ગુરુકૃપાની અંતર્ગત છે. ગુરુવંદનાનું મહાફલ છે. ગુરુની કૃપાથી નારકીય જીવન સ્વર્ગીય જીવન બની જાય છે. આ તો સિદ્ધાંત જ છે!
લૌકિક શાસ્ત્રમાં પણ ગુરુના અલૌકિક મહત્ત્વને બતાવતાં કહેવાયું છે કે “નેત્ર उन्मिलितं येन, तस्मै श्री गुरुवे नमः" આંતરનયન જેની કોમળ કૃપાથી ઉઘડી ગયાં છે તે ગુરુ છે. જ્યાં સુધી અંતર ખુલતું નથી ત્યાં સુધી આંતરચક્ષુ પણ ખુલશે નહીં. બસ, એલ્યુઢિઓના આ વાક્યને યાદ કરો કે “તુર્ભે જાણહ, અહં ન જાણામિ” હે ગુરુભગવંતો ! મારા અપરાધ, મારી કર્મની ગતિ, મારી ધર્મની ગતિ, મારી મન:સ્થિતિ અને મારી પરિસ્થિતિ, મારો વિનય અને મારું વિવેક, મારી આકાંક્ષા અને મારી અભિલાષાઓને આપ જ જાણો છો, હું નથી જાણતો. બની જાવ કોઈ ભવ્ય ગુરુ માતાની ગોદમાં એક નાના-માસૂમ-નિર્દોષ, નિર્વાજ-
નિભી...
-
-