Book Title: Sargam Author(s): Rajyashsuri Publisher: Rajyashsuriji View full book textPage 1
________________ “ સૂત્રોની સરગમ” ચૈત્યવંદન, ગુરુવંદન તથા સામાયિક, શ્રાવક જીવનની મહત્ત્વપૂર્ણ આવશ્યક ક્રિયાઓ છે. જ્યારે હું આ વિષય પર વિચારું છું, ત્યારે ખૂબ પ્રસન્નતા થાય છે. પ્રવચનમાં વારંવાર આ વિષય સંબંધી ઉલ્લેખ કરતો જ રહું છું. પ્રવચન શ્રવણથી યુવાનોમાં આ વિષયમાં અભિરૂચિ જાગૃત થાય છે. પોતાના જીવનને ધર્માનંદથી અલંકૃત કરવા તે સમર્થ બને છે. ચૈત્યવંદન ક્રિયામાં ઉપયોગી સૂત્ર ખૂબ જ ગંભીર અને મર્મપૂર્ણ છે. ‘ખમાસમણ’ સૂત્ર વિનય છે. વિનય ધર્મનું મૂળ છે. “મર્ત્યએણ વંદામિ”નો પવિત્ર ઘોષ નમ્રતાનો અમૃતકુંડ છે. “ઈરિયાવહિયં સૂત્ર” જગત પણ આપણામાં છૂપાયેલ સિદ્ધત્વને પ્રગટ કરી શકીએ. ચૈત્યવંદન વિધિના પ્રાણવાન અન્ય સૂત્રોમાં “નમુત્યુર્ણ - શક્રસ્તવ સૂત્ર”નું અનુપમ મહત્ત્વ છે. ઈન્દ્ર દ્વારા સ્તુત્ય હોવા છતાં પણ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વીઓ માટે સ્તુતિ હેતુ મહત્ત્વપૂર્ણ છે. પરમાત્માના શાસનમાં આ સૂત્રને શક્રસ્તવ નામ આપીને પણ આ સૂત્રને સમગ્ર સાધુ-સાધ્વી આચાર્યોના માટે અવશ્ય ભણવા યોગ્ય કહીને વિધિમાં આયોજિત કરેલ છે. આયોજન ઘણું મહત્ત્વપૂર્ણ છે. લાગે છે કે ભક્તિયોગની ભવ્યતાનું એક સીમા ચિહ્ન છે. દેવગતિમાં વિષયાનંદ - ભોગાનંદથી પણ અધિક આનંદ ભક્તિનો આનંદ હોય છે. આ વાતની આ સૂત્રમાં જીિવોની સાથે મૈત્રી ભાવનો અમૂલ્ય સૂત્રપાત છે. જીવનની પ્રત્યેક ક્રિયાઓમાં “આપણે આત્મા છીએ” આવી આત્મસ્મૃતિ રાખવી આવશ્યક છે. આત્મસ્મૃતિ જાગ્રત થાય છે કષાયોના પ્રત્યાક્રમણથી અને આ પ્રતિક્રમણ ભાવનો સંદર્ભ “ઈરિયાવહિયા સૂત્ર”માં ભર્યો પડ્યો છે, અને એમાં ગર્ભિત “મિચ્છામિ દુક્કડં” પરથી ફરી અપ્રમાદ પદારોહણનો સંકલ્પ ઘોષિત થાય છે. ઠીક તે પ્રમાણે “તસ્સ ઉત્તરી સૂત્ર” પાપ પ્રવૃત્તિઓના પર્વતથી ઉતરીને મોક્ષ પથ પર અપૂર્વ આરોહણ કરાવે છે. “અન્નત્ય સૂત્ર” શરીર વિજ્ઞાન પર પ્રકાશ પાથરી આત્મજ્ઞાન તરફ લઈ જનાર સંકલ્પધારા છે. કાયાની ચંચતળતાને સ્થિરતાથી, વાણીના પ્રવાહને મૌનથી તથા મનની પરિપુષ્ટિ છે. તીર્થંકરોની ભક્તિના વિષયમાં માનવ કરતાં દેવોનું મહત્ત્વ અપેક્ષાએ અધિક મનાયેલ છે. જો આ જ વાતને બીજી રીતે સમજીએ અને વિચારીએ તો સમજાશે કે માનવલોકમાં સમ્યગ્દષ્ટિ માનવને જો સ્વર્ગીય આનંદનો અનુભવ કરવો હોય તો તે છે ચૈત્યવંદન ભક્તિ. ચૈત્યવંદન ભક્તિ માનવલોક પર નિર્મિત થયેલ સ્વર્ગ છે. આ વાત આ સૂત્રની નિર્વિવાદ ઘોષણા છે. “લલિત વિસ્તરા” ગ્રંથમાં જે રીતે નમૃત્યુણં સૂત્રના અર્થ કરેલ છે, એ જોતા લાગે છે કે જગતના સર્વ તત્ત્વવાદીઓના સમાધાન આ સૂત્રમાં ભરેલા છે. આ સૂત્રમાં પણ તીર્થંકરોની સાથે “સિદ્ધ ગતિ”નું ભવ્ય સ્વરૂપ વર્ણિત છે. “શિવમ્-અયલમ્અરુઅમ્-અશંતમ્ અક્ખયં-અવ્યાબાહ વિકલ્પદશાને ધ્યાનાગ્નિથી પવિત્ર કરવાનો સંદેશ આ સૂત્રની દેન છે. લોગસ્સ સૂત્ર “નામસ્તવ સૂત્ર-લોગસ્સ સૂત્ર”માં તો તીર્થંકરોના નામોની સ્તુતિ દ્વારા આપણને અનામી દશા પ્રતિ જાગૃત થવાનું એલાન છે. “સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ” આ ઉદ્ઘોષ આપણા આત્માના મોક્ષાધિકારનું આપણને ભાન કરાવે છે. મોક્ષ-સિદ્ધિ માંગો, માત્ર મોક્ષ જ માંગો, ન મળે ત્યાં સુધી મોક્ષ માંગતા જ રહો, સભાન બનીને માંગતા જ રહો, મળ્યા વગર રહેશે નહીં. આ સત્યની પ્રતીતિ આ સૂત્રથી થાય છે. કોઈપણ દહેરાસરમાં ચૈત્યવંદન કરો, કોઈપણ ભગવાન મૂળનાયક કેમ ન હોય... પણ અપુણરાવિત્તિ- સિદ્ધિગઈ નામધેય ઠાણું સંપત્તાણું” સૂત્રનું ઉચ્ચારણ ક્યારેય ઉપલબ્ધ નહીં થયું હોય એવું સુંદર ભવ્ય સિદ્ધ સ્વરૂપનું અનુપમ વર્ણન દેખાડે છે. થોડી સરખી અર્થની વિચારણા આવી જાય, થોડું પણ મન આપણું એકાગ્ર બની ગયું તો સમજી લેવું કે સિદ્ધોની દુનિયામાં આપણને પ્રવેશ મળી ગયો. એક પરમાનંદની લહેર આપણા છદ્મસ્થ પર્યાયથી વ્યાપ્ત આત્મપ્રદેશોમાં છવાઈ જશે, અને ભાવિમાં આત્માના પ્રદેશ શુદ્ધ કરવાનો સંકલ્પ કરાવશે. જય વીયરાય સૂત્ર આ ક્રમમાં આવે છે “પ્રાર્થનાસૂત્ર” - શાસ્ત્રકારોએ “જય વીયરાય સૂત્ર”ને ક્યાંક આપણી તો પ્રાર્થના છે “ચઉંવીસ પિ જિણવરા, તિત્ફયરા મેં પસીમંતુ” ચોવીસ તીર્થંકર જ નહીં પણ સર્વ ક્ષેત્રના તીર્થંકર અને સિદ્ધ ભગવંતો અમારા પર પરમ પ્રસન્ન રહો. જ્યાં સુધી આરાધક આત્મા આ સત્યને સમજી પ્રાર્થના કરે છે, પ્રભુમાં તન્મય છે ત્યારે તેને પરમ અમૃત - પરમ આસ્વાદનું અવતરણ પોતાના આત્મામાં પ્રત્યક્ષ દેખાય છે. શક્રસ્તવ - નમુન્થુણં સૂત્ર આપણા સિદ્ધ આત્માઓએ કેવળ આપણા એકલાના જ આત્મા પર કૃપા વહાવવાની છે, બસ, આપણે આ ખ્યાલથી ન્યાલ થઈ જઈએ કે આટલા મહાન અનંત આત્માઓની કૃપાના પાત્ર બની આપણે પ્રણિધાન સૂત્ર પણ કહેલ છે. વિદ્યમાન પંચગાથાત્મક “જય વીયરાય સૂત્ર” – બે પ્રાર્થના રૂપ છે. પ્રથમ પ્રાર્થના “ભવનિવ્યેઓ’’થી “આભવમખંડા” સુધી છે. બીજી પ્રાર્થના મોક્ષ સુધીના પ્રત્યેક પ્રવાસમાં પ્રત્યેક ભવમાં પ્રભુની સેવાથી માંડીને બોધિલાભ સુધીની છે. પાંચમો સર્વ મંગલનો શ્લોક સ્વયં ખુદ જ એક મહાસૂત્ર રૂપ છે. અહીં ચૈત્યવંદનના સૂત્રના રહસ્યોને વિશેષ ન લખતાં બહુ જ સંક્ષિપ્તમાં ધ્યાન દોરું છું. કિંતુ આ સૂત્રનું |પઠન કરતાં - રટણ કરતાં કેટલીયે વાર મારા રોમે રોમ નાચવા લાગ્યા છે. પ્રાર્થનીય ભવનિર્વેદ હોય કે ઈષ્ટ ફલ સિદ્ધિ હોય... દુધ્નક્બઓ – દુઃખક્ષય, કમ્મક્ખઓ - કર્મક્ષય 10Page Navigation
1 2 3 4