Book Title: Sargam Author(s): Rajyashsuri Publisher: Rajyashsuriji View full book textPage 3
________________ બસ શરણાગત થઈ જાઓ. ગુરુકૃપા ક્યારેક ગુરુ નામધારી પણ એટલી કૃપા કરી શકશે કે જે એની પણ ધારણા બહાર હશે. દ્રોણાચાર્યની કૃપાએ એકલવ્યને અર્જુન કરતાં પણ મહાન બનાવ્યો, આ ચીજ ખુદ દ્રોણાચાર્યની કલ્પના કરતાં પણ બહાર હતી. જો કે સદ્ગુરુનું સંશોધન અનિવાર્ય છે, પણ તેમ છતાં ય સત્ શિષ્યત્ત્વ સ્થાપિત થાય તો વહેતી હવાથી, ખીલતાં ફૂલમાંથી, નીલા આકાશમાંથી કે સૂર્યના કિરણોથી, ચંદ્રની ચાંદનીમાંથી... ક્યાંકને ક્યાંકથી ગુરુકૃપાની વર્ષા તમારા પર વરસાવશે. ગુરુ બનવાની દુકાન ખોલનારને ખબર પડતી નથી કે ક્યારે તેની દુકાન પર માલ આવ્યો, એ જ છે ગુરુત્ત્વની ગૌરવમયી ગુણગાથા. ગુરુશક્તિ બહસૂની વાત નથી, આસ્વાદની વાત છે. ગુરુબહુમાન ગુરુ શક્તિનો દિવ્ય આસ્વાદ કરો અને કોહાએ-માણાએ-માયા-લોભાએ-| સલ્વકાલિયાએ-સવ્ય મિચ્છોવયારાએ ”ના પાઠ પર ધ્યાન આપો. ક્રોધ-માન-માયાલોભનો વિદાય મહોત્સવ જ પરમ ગુરુની પરમ કૃપાનું ફળ છે, આ વાત સમજમાં આવી જશે. ગુરુવંદના જો તમે સાક્ષાત્ ગુરુની સામે ન કરી શકો તો ગુરુ પ્રતિમા-ગુરુના ફોટા સમક્ષ પણ કરવાની છે. નવકારમંત્રમાં દેવતત્ત્વનો વિભાગ બે પદમાં છે, પણ ગુરુતત્ત્વનો વિભાગ ત્રણ પદમાં છે . CD આચાર્યની ઉપાસના જગતના રહસ્યનું પ્રકટીકરણ, ઉપાધ્યાયની ઉપાસના શબ્દઅક્ષર જગતની શક્તિનું પ્રકટીકરણ છે, તો સાધુ બંનેના રહસ્યોને પ્રગટ કરવાવાળી સાધનાનું પ્રકટીકરણ છે. અર્થ અને સૂત્ર જ્ઞાન છે. સાધુની સાધના ક્રિયા છે. જ્ઞાનક્રિયાના સુભગ યોગથી જ મોક્ષનો સંભવ છે. સમસ્ત જ્ઞાનક્રિયા યોગ ગુરુતત્ત્વની ઉપાસનામાં છે. આચાર્યપુંગવ પૂ. હરિભદ્ર સૂરિ મહારાજે તો “ગાયો રાતુ ગુરુ વહુમાળો” કહીને કહ્યું છે કે ગુરુનું બહુમાન જ મોક્ષ છે. ગુરુવંદન ભાષ્ય પણ આ જ કહે છે, કે ગુરુ ગુણોને આપણામાં સંક્રમણ કરવાનો એક જ માર્ગ છે, “ગુરુને વિધિવત્ વંદન.”| ગુરુવંદનમાં પ્રમોદભાવનો પરમ પ્રકર્ષ હોય છે. સદ્ગુરુના ચરણોમાં શિર ઝુકાવવું એ પણ માનવ જન્મનું મહાન સૌભાગ્ય છે. બસ વિશેષ કરી આપણા ઉપકારી ગુરુને નિત્ય વંદન કરીએ. પ્રત્યેક નવા કાર્યમાં તેમની અનુજ્ઞાની અપેક્ષા રાખીએ. તેઓને આપણાં કાર્યનું નિવેદન કરીએ. અંતિમ સમય સુધી આપણું સર્વસ્વ ગુરુ ચરણમાં સમર્પિત કરીએ. “આવું ગુરુ સમર્પણ આ ધરાતલ પર તમને મોક્ષનો અનુભવ આપશે. દેવ અને ગુરુ આપણી અંદર જ છે. બાહ્ય દેવ-બાહ્ય ગુરુ આપણા પરમ ઉપકારી એટલા માટે છે કે તેઓ આપણા અંતરના દેવ અને ગુરુને જાગૃત કરે છે. પણ આપણા આત્મા સાથે આત્માનું અનુસંધાન કરાવનાર પ્રક્રિયા છે “સામાયિક”. સામાયિક સાવદ્યયોગના પચ્ચખાણપૂર્વક ૪૮ મિનિટ સુધી પ્રાય: એક જ આસન પર બેસવું મહાન સાધના છે. સામાયિક માત્ર સમય વ્યતીત કરવાનું સાધન નથી. સામાયિક લેતાં પહેલાં આપણે જે સંકલ્પ કરીએ છીએ કે મન-વચન-કાયાથી પાપ કરીશ નહીં. પાપ કરાવીશ નહીં... આ સંકલ્પોને મનોભૂમિમાં ઉતારવા માટે સામાયિકમાં વિચારોના પૃથક્કરણ પર જવું પડશે. એવી વિકલ્પધારામાં જવું કે જ્યાં પ્રત્યેક મનવચન-કાયાથી ન પાપ કરવાનું છે - ન પાપ કરાવવાનું છે, એ જ સામાયિકની સાધના છે. આપણાં પ્રત્યેક વિચાર આરંભ-| સમારંભથી વ્યાપ્ત છે. આપણી પ્રત્યેક આનંદની અનુભૂતિ લગભગ “પરપીડન”ના વિચારથી જાગતી હોય છે. પરપીડનની] આ શૃંખલાનો ત્યાગ કરવા માટે આપણે આપણા આત્માના નિર્મલ સ્વરૂપનાણું વિચારમાં જ જવું પડશે. પ્રવૃત્તિના ચક્રોમાં બહારના વ્યવહાર તથા વ્યવહારોના સંકલ્પની દુનિયામાં આપણું ભ્રમણ થતું રહે છે. આપણને એ વાતની ખબર જ રહેતી નથી કે “જો | સાસો નખા, નાખ હંસા સંgો” આ વાત આપણા માટે જ કહેવાયેલ છે. જેવી રીતે ટી.વી.ના મનગમતા દૃશ્યો જોતાં, જેવી રીતે પૈસાનો ઢગલો જોઈ આપણું મને બહારના રોગ-શોક અને વિકલ્પોથી અલિપ્ત થઈ જાય છે. ઠીક એ જ રીતે સામાયિકમાં પણ અલિપ્ત બની, શાશ્વત આત્મતત્ત્વનું અનુપ્રેક્ષા-ધ્યાન કે કાયોત્સર્ગ માટે સામાયિકમાં અભ્યાસ કરી શકતા નથી. આ જ સામાયિક કેવળ ગતાનુગતિકરૂપમાં માત્ર સમય પસાર કરવા કરીએ છીએ. “જાવ નિયમ પજજુવાસામિ”નો અર્થી ખ્યાલમાં આવશે ત્યારે ધ્યાનમાં આવશે કે પર્યાપાસના તો આપણે સામાયિકની કરવાની છે, પણ પર્યુપાસનાનો સમય તો ચાલ્યો જાય છે. એક સરળ ભાવથી સૂચના છે કે સામાયિકને હાલ માત્ર સામાયિક ન કહેતાં આત્મ પક્પાસના” કહો. માત્ર જપ જાપ કરશો, માત્ર અર્થ-ચિંતન વિહીન સ્વાધ્યાય કરશો તો તમને ‘સમ'નો લાભ પ્રાપ્ત કેવી રીતે થશે ? એક સામાયિક કરતાં તમારી આત્માની બેંકમાં જ્ઞાન-દર્શન-ચારિત્રની મૂડી વધવી જોઈએ. સામાયિક કરો અને આત્મામાં સમ = ક્ષમા ભાવના અભિનવ ભાવ પ્રાદુર્ભાવ થવા જોઈએ. અહીં તો લાભથી કૃતાર્થ અને ધન્ય થવાની પ્રવૃત્તિ કરવાની છે. કોણ એવું હોય કે જે જ્ઞાનદર્શન-ચારિત્રના લાભથી ધન્યતા અને કૃતકૃત્યતા ન અનુભવે ? કોણ એવું હશે કે જે ક્ષમા-નમ્રતા-સરલતા-સંતોષના વિશુદ્ધ પર્યાય દ્વારા ધન્ય ન બની શકે ? વિચારો, ૪૮ મિનિટનો આ શુભ સમય એક અંતર્મુહૂતની પ્રતિક્ષા છે. જેના પછી આપણામાં કેવલજ્ઞાનની અનંતપ્રભા પ્રગટ થનારી છે. કેવલજ્ઞાન જો એક દૃશ્ય છે તો આપણું સામાયિક આ દૃશ્યને આપણા મનના કેમેરામાં પ્રતિબિંબિત કરનાર એક ટુડિયો છે. આવી પવિત્ર સામાયિક તરફ (6)Page Navigation
1 2 3 4