________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૨) तुल्या वृत्तिर्भवति च तयोर्यस्य नित्यं स योगी,
साम्याऽऽरामं विशति परमज्ञानदत्तावकाशम् ॥ १ ॥ ભાવાર્થ—એક પુરૂષ પારિજાતક (કલ્પવૃક્ષ) નાં પુષ્પ વડે પૂજા કરે છે અને અન્ય પુરૂષ કે ધાયમાન થઈ મારવાની ઈચ્છાથી કંઠમાં સર્પ નાખે છતાં પણ તે બંનેને વિષે જેની તુલ્ય-સમાન વૃત્તિ થાય છે તે યેગી મહાત્મા, પરમ–ઉત્કૃષ્ટજ્ઞાને આપે છે અવકાશ જેને એવા સમતારૂપ ઉદ્યાનમાં પ્રવેશ કરે છે. ૧ રાગ અને દ્વેષને દૂર કરવા માટે સમત્વને સ્વીકાર કરવો જોઈએ. मोहवह्निमपाकर्त्त, स्वीकर्तुं संयमश्रियम् । छेत्तुं रागद्रुमोद्यानं, समत्त्वमवलम्ब्यताम् ॥१॥
ભાવાર્થ–મેહ રૂપી અગ્નિને દૂર કરવા માટે તેમ જ સંયમ રૂપ લક્ષ્મીનો સ્વીકાર કરવા માટે અને રાગરૂપી વૃક્ષોથી શોભિત બગીચાને નિલ કરવા માટે સમત્વભાવનું અવલંબન કરવું. જેથી આત્મભાવના સ્વયમેવ સિદ્ધ થાય છે. આત્મભાવના ભાવનાર ભરત ચકીએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. બાહુબળીને માનનો ત્યાગ થવાથી કેવળ લક્ષ્મી પ્રાપ્ત થઈ સમન્દ દષ્ટિ રાખવાથી અર્જુન માળી અને દઢપ્રહારી બંને મહા હત્યારા હતા છતાં તેમણે શ્રમણત્વ સ્વીકારી સમભાવ ધારણ કરી છ માસમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમ જ ચીલાતીચાર અને ચંડકેશીક જેવા કુર સ્વભાવવાળા હોવા છતાં તેમણે સમભાવમાં આવી સ્વર્ગસુખ મેળવ્યું. ગજસુકુમાલના મસ્તક ઉપર સેમલ બ્રાહ્મણે માટીની પાળ બાંધી ધગધગતા અંગારા મૂક્યા છતાં પણ સમભાવના બળે તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. અવંતીસુકુમાળ સુકેશલમુનિ અંધકમુનિ મેતારજ
માળી મકકારી સમભાવીચાર
For Private And Personal Use Only