Book Title: Saptatishat Sthana Prakaranam Part 1
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 359
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) ભાવાર્થ-આશ્ચર્ય છે કે વિષયમાં રાચી માચી રહેલા ઈદ્ર અને ઉપેદ્રાદિક પણ સુખી નથી, પણ જ્ઞાનથી તૃપ્ત અને અનાસક્ત એ એક ભિક્ષુ–મુનિ જગતમાં સુખી છે. કારણકે અપરિગ્રહી હોવાથી. વળી કહ્યું છે કે“અસંતુષ્ટ પરિગ્રહ ભર્યા, સુખીયા ન ઈદ નરિંદ સલુણે છે સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ સમ કંદ સલુણે ! પરિગ્રહ મમતા પરિહરે.” હે આત્મા! તું મેહભાવમાં પડીને પદગલિક વસ્તુને મહારી કરી મુંઝાય છે પણ તું નિશ્ચયથી પગલિક ભાવથી સર્વથા ભિન્ન છે. મહારાપણું માનીને આસક્તિભાવથી સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. જડવસ્તુના સંગથી જડપણું પ્રાપ્ત થાય છે. તું ચેતન છે, આત્મા છે, ત્યારે સ્વભાવ જડસ્વભાવથી ભિન્ન છે, સાચી સમજણ મેળવી પુગલ ભાવ ઉપરથી પ્રેમ ઉતારી હારા શુદ્ધ આત્મા ઉપર પ્રેમ ધારણ કર, સર્વે જીવમાં સમદશી થઈ પરમાત્માને જે, હારામાં સર્વ આત્માઓને આત્મરૂપે તું જે, જેથી હુને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય. દરેક જીવાત્માઓએ પાપ જન્ય બંધને તોડવા માટે પોતાના અધિકાર પ્રમાણે યત્ન કરવો. કહ્યું છે કે – विद्यातीर्थे पठितमतयः साधवः सत्यतीर्थे, सेवातीर्थे मलिनमनसो दानतीर्थे धनाढ्याः । लज्जातीर्थे कुलयुवतयो-योगिनो ज्ञानतीर्थे, नीतौ तीर्थे धरणिपतयः कल्मषं क्षालयन्ति ॥ १ ॥ ભાવાર્થ-વિદ્વાન પુરૂષે વિદ્યારૂપ તીર્થમાં, સાધુઓ સત્ય ભાવથી બિલ સમદશી આત્મા ઉપર અલ ભાવ ઉ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364