Book Title: Sanyamno Mahima
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 5
________________ સંયમનો મહિમા ૨૭૯ ઇન્દ્રિય ઉપર સંયમ ધરાવવાનું પણ એટલું જ કઠિન શાસ્ત્રકારોએ દર્શાવ્યું છે. કામભોગની લાલસા જીવને વારંવાર થયા કરે છે. તીવ્ર મનોબળ ન હોય તો જીવને અસંયમમાં તે ઘસડી જાય છે. જે માણસ જિદ્વાને વશ કરી શકે છે, સ્વાદ કે રસ ઉપર વિજય મેળવે છે તે માણસ ક્રમે ક્રમે ઉપસ્થ સહિત બધી ઇન્દ્રિયો ઉપર વિજય મેળવે છે. ઇન્દ્રિયો ઉપર સંયમ મેળવ્યા પછી ચિત્ત પરનો સંયમ સરળ બને છે. કેટલીક વ્યક્તિઓની બાબતમાં ચિત્તના સંયમ પછી ઇન્દ્રિયો પરનો સંયમ સરળ બને છે. પહેલાં ઇન્દ્રિયો ઉપરનો સંયમ કે પહેલાં ચિત્ત ઉપરનો સંયમ ? એ વિવાદમાં એકાને કોઈ નિયમ નથી, કારણ કે ચિત્ત અને ઇન્દ્રિયોના વ્યાપારો પરસ્પરાવલંબી, વ્યાપક, ગહન અને અકળ હોય છે. દરેકે પોતાના અનુભવ અને શક્તિને આધારે પોતાનો નિયમ ઘડવાનો હોય છે. ક્યારેક નિમિત્ત મળતાં ક્રોધાદિ કષાયો ચિત્તમાં ઊઠે છે. તેને પ્રસંગે જીવ તેને વશ બની જાય છે. ક્યારેક જ્ઞાન કે સમજણ હોવા છતાં પણ પ્રસંગવશાત્ પ્રમાદથી ક્રોધ, માન, માયા અને લોભ એ કષાયોને વશ બની જવાય છે. કષાયો પાપરૂપ છે એમ સમજી તરત મિચ્છામિ દુક્કડમ્ કરી લઈને પોતાના ચિત્તને આત્મચિંતનમાં, પરમાત્માના ધ્યાનમાં અથવા વૈરાગ્યની ભાવનાઓમાં જોડી દેવું જોઈએ. શાસ્ત્રકારોએ ઉપમા આપી છે કે જે સરોવરનું જળ નિર્મળ અને પારદર્શક હોય છે તેમાં હિંસક જળચરો રહેતાં નથી. તેવી રીતે માણસ જો પોતાના હૃદયને નિર્મળ અને પારદર્શક બનાવે તો તેમાં ક્રોધાદિ કષાયોરૂપી હિંસક જળચરો રહી શકે નહિ. ક્રોધાદિ કષાયોને બધા માણસો એક દિવસમાં નિર્મળ કરી શકતા નથી. શુભ ભાવનાઓનું વારંવાર ભાવન-સેવન કરવાથી, શુભ ધ્યાનમાં ચિત્તને વખતોવખત પરોવવાથી સંયમનો મહાવરો થતો જાય છે અને એ રીતે કષાય ઉપર ક્રમેક્રમે વિજય મેળવી શકાય છે. ક્ષમાના ભાવ દ્વારા ક્રોધને, માદેવ અથવા વિન્રમતાના ભાવ દ્વારા માયાને અને સંતોષ દ્વારા લોભને જીતી શકાય છે. જે માણસ કષાયોને મંદ પડતો નથી, પરંતુ તેને વધવા દે છે તે માણસના કષાયો અનંતાનુબંધી બનતા જાય છે, અને સમય જતાં તેને મિથ્યાત્વમાં ઘસડી જાય છે. સમિતિ, ગતિ, વ્રત, તપ, ચારિત્ર્ય, વિરતિ, વૈરાગ્ય, નિગ્રહ, સંયમ વગેરે શબ્દો વિશાળ અર્થમાં એકબીજાના પર્યાય જેવા ગણાય છે, તો પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6