Book Title: Sanyamno Mahima Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 4
________________ ૨૭૮ જિનતત્ત્વ પદાર્થો તરફની તીવ્ર રાગવાળી અભિરુચિ એ ધરાવે છે. વળી મનથી પણ તે ભિન્ન ભિન્ન ઇન્દ્રિયોના મનગમતા વિષયોની કલ્પના કરી રારો છે, તો વળી ક્યારેક તેના વિપરીત અનુભવોનો ખ્યાલ કરી તે ખેદ, ક્લેશ કે સંતાપ પણ કરે છે. એટલે જીવને સંયમમાં રાખવા માટે સર્વ પ્રથમ ઇન્દ્રિયોને સંયમમાં રાખવાની આવશ્યકતા ઊભી થાય છે. ઇન્દ્રિયો તથા મનને સંયમમાં રાખવા માટે ભોગપભોગના પદાર્થોનો ત્યાગ કરવાથી અથવા તેમાંથી રસ કે આસક્તિ ખેંચી લેવાથી સંયમ તરફ જીવને વાળી શકાય છે. પરંતુ એ વાળવા માટે શ્રદ્ધા સહિત જ્ઞાનની અપેક્ષા રહે છે. ઇન્દ્રિયાર્થ પદાર્થો તુચ્છ અને અનર્થકારી છે, જીવને સંસારમાં ભમાડનાર છે, એવી આંતર-પ્રતીતિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મન અને ઇન્દ્રિયો એવા પદાર્થો તરફ વારંવાર દોડી જાય છે. વૃત્તિઓનું ક્રમે ક્રમે શુભ ભાવમાં ઊધ્વરોહણ કરવાથી અને ચિત્તમાં ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, દયા, સંસારની ક્ષણિકતા અને અનિત્યતા ઇત્યાદિ ભાવોનું વારંવાર સ્મરણ કરવાથી ચિત્ત તથા ઇન્દ્રિયોની ભૌતિક સુખના પદાર્થોમાંથી નિવૃત્તિ થાય છે. પરાણે કરેલું દેહદમન બહુ ઇષ્ટ નથી. ક્યારેક તેની પ્રતિક્રિયા થાય છે. એવા દેહદમનથી મન અને ઇન્દ્રિયો બમણા વેગથી ભોગપભોગ માટે લલચાય છે. આમ છતાં ઇન્દ્રિયદમન અને મનોનિગ્રહનો શાસ્ત્રકારોએ સર્વથા નિષેધ કર્યો નથી. કેટલાક જીવો એવા હોય છે કે જેઓ એક વખત ઇન્દ્રિયદમન કે મનોનિગ્રહ કરીને સંયમ તરફ વળે તો પછી તેઓ સ્વાભાવિક રીતે જ ઉલ્લાસપૂર્વક શ્રદ્ધાસહિત સંયમમાં રહે છે. બાલજીવોને માટે આ વિશેષ સાચું છે. શિક્ષાના ભયથી માણસ પ્રામાણિક રહે કે ફાંસીની સજાના ભયથી માણસ ખૂન કરતો અટકે તો પણ તે વ્યક્તિ તથા સમાજને માટે ઇષ્ટ જ છે. એક વખત ભયથી અટકેલો માણસ સમય જતાં સમજણથી પણ અટકતો થઈ જાય. જેમ શાળાનાં બાળકો માટે ફરજિયાત શિસ્તપાલન અંતે ઉપકારક નીવડે છે તેમ બાલજીવોને માટે ઇન્દ્રિયદમન ઉપકારક નીવડે એ અસંભવિત નથી. સર્વ ઇન્દ્રિયો અને મન ઉપર વિજય મેળવવાથી જીવ સંયમમાં આવી જાય છે. ઇન્દ્રિયોમાં પણ સ્વાદેન્દ્રિય એટલે કે જિવા ઉપર વિજય મેળવવો ઘણો કઠિન મનાયો છે. આંખ, નાક, કાન, જીભ અને સ્પર્શ એ પાંચ ઇન્દ્રિયોમાં રસેન્દ્રિય એવી જીભ ઉપર, સ્વાદ તથા વાચાની દૃષ્ટિએ, વિજય મેળવવાનું પ્રમાણમાં દુષ્કર છે અને અનુભવની વાત છે. જીભ ઉપરાંત સ્પર્શેન્દ્રિય, ઉપસ્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6