Book Title: Sanyamno Mahima
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 3
________________ સંયમનો મહિમા ૨૭૭ પાલન કરવું અથવા યમનું સમ્યક પ્રકારે પાલન કરવું. જેમના જીવનમાં સ્વેચ્છાએ હર્ષપૂર્વક સંયમનું થોડું પણ પાલન થતું હશે તે અનુભવથી કહી શકશે કે અસંયમિત જીવન કરતાં સંયમિત જીવન કેટલું બધું ચઢિયાતું છે! સ્વેચ્છાએ સમજણપૂર્વક ભોગોપભોગનાં સાધનો કે પદાર્થોનો ત્યાગ કરવા રૂપ સંયમનો મહિમા ઘણો મોટો બનાયો છે. સંત-મહાત્માઓના પરિચયથી, સત્સંગથી કે ઉત્તમ ગ્રન્થોના પરિશીલનથી સારાસાર વિવેક આવે છે. જીવનમાં શું ગ્રહણ કરવા યોગ્ય છે અને શું ત્યાજ્ય છે એ વિશે પરિપક્વ બુદ્ધિ એથી ખીલે છે. સંયમનું પાલન સહજ અને આનંદપૂર્વક થાય તો એમાં કોઈ કષ્ટ લાગતું નથી, પરંતુ માણસ જો જાગ્રત ન રહે તો સંયમમાંથી એની શ્રદ્ધા ઊડી જવાનો સંભવ છે. ક્યારેક આરંભમાં સ્વેચ્છાએ લીધેલા સંયમનું પછીથી પરાણે પાલન કરવું પડે એવું પણ બને છે. ત્યારે સંયમ ન રહેતાં નિગ્રહ અથવા ઇન્દ્રિયદમન થઈ જાય છે. સંયમનો માર્ગ ઘણો કઠિન છે. શાસ્ત્રકારોએ એને ખાંડાની ધાર પર ચાલવા બરાબર જણાવ્યો છે. સંયમનો માર્ગ રેતીના કોળિયા જેવો નિ:સ્વાદ, લોઢાના ચણા ચાવવા જેવો કઠિન અને ભુજા વડે સમુદ્ર તરવા જેવો દુષ્કર છે. ‘ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવાન મહાવીરે કહ્યું છે : वालुया कवले चेव निरस्साए उ संजमे। असिधाराग्मणं व दुक्करं चरित्रं तवो।। जहा भुयाहिं तरिउं दुक्करं रयणायरो। तहा अणुवसंतेनं दुक्करं दमसागरो।। ધર્મ કે તત્ત્વજ્ઞાનની અપેક્ષા વગર કેવળ વ્યવહારદષ્ટિથી જોઈએ તો પણ મનુષ્યજીવનમાં સુખ અને શાંતિ માટે સંયમની આવશ્યકતા ઘણી મોટી છે. જો બધા જ માણસો અસંયમી બની જાય તો હિંસા, ચોરી, મારામારી, બળાત્કાર, છેતરપિંડી વગેરેનું પ્રમાણ વધી જતાં મનુષ્ય જીવનનાં સુખશાંતિ નષ્ટ થઈ જાય છે. એટલા માટે જ જીવનમાં સંયમનો આદર થાય છે, સંયમી સ્ત્રી-પુરુષોના ગુણગાન ગવાય છે. રૂઢિગત ધર્મમાં ન માનનાર કે પોતાની જાતને નાસ્તિક કહેવડાવનાર માણસો પણ અસંયમની નહીં, પરંતુ સંયમની જ પ્રશંસા કરે છે. મનુષ્ય સંસારમાં સ્ત્રી, પુત્ર, પરિવાર, ઘર, ઘન, મિલકત, નોકરચાકર વગેરેમાં ઘણો જ આસક્ત રહે છે. જીવંત વ્યક્તિઓ અને દૃશ્યમાન સ્કૂલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6