Book Title: Sanyamno Mahima Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 1
________________ સંયમનો મહિમા ભારતમાં ધાર્મિક પર્વોની ઉજવણી સાથે વ્રતસંયમ અને ત્યાગ-તપશ્ચર્યા અવિનાભાવે સંકળાયેલાં છે. ભારતીય પરંપરામાં અનેક સંત-મહાત્માઓએ જીવનને સમજવાનો, તેના હેતુને પામવાનો સ્થૂલ-સૂક્ષ્મ પુરુષાર્થ કર્યો છે. પોતાના અને અન્ય અનેક લોકોના અનુભવોના આધારે તેઓએ જીવનનાં સ્થૂલ તથા સૂક્ષ્મ રહસ્યોની શોધ કરીને માનવકલ્યાણ માટે ઉત્તમ જીવનવ્યવસ્થાનો બોધ કર્યો છે. માનવદેહને સ્પર્ધાદિ પાંચ મુખ્ય ઇન્દ્રિયો મળી છે. એ ઇન્દ્રિયોના વ્યાપારને ચલાવનાર સૂક્ષ્મ મન પણ મળેલું છે. અર્થાત્ મનુષ્ય સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણી છે. મન એટલું સૂક્ષ્મ, ગહન અને અકળ છે કે એના તમામ વ્યાપારોને, તરંગોને, સ્પંદનોને ખુદ મનુષ્ય પોતે સમજી શકતો નથી. મનના વ્યાપારોને ગતિમાન કરનાર આત્મા છે. એની શક્તિ અપાર, અમાપ છે. ઇન્દ્રિયોના કેટલાક વ્યાપારી નજરે જોઈ શકાય છે. ચિત્તના વ્યાપારો દેખાતા નથી કે બીજાને બતાવી શકાતા નથી, પરંતુ અનુભવાય કે સમજાય છે. આત્મતત્વ દશ્યમાન નથી, પરંતુ તર્કથી સિદ્ધ છે અને અનુભવથી પ્રતીત છે. આત્મતત્ત્વનો સાક્ષાત્કાર, આત્મસ્વરૂપનું દર્શન અલ્પ સમયને માટે ક્યારેક કોઈ વિરલ મહાત્માઓને થાય છે. અહોરાત્ર દેહ અને આત્માની ભિન્નતા પોતાને સ્પષ્ટ રહ્યા કરે એવી અનુભૂતિ તો એથી પણ વિરલ છે. ભારતીય જીવનમીમાંસકોએ ઉપભોગ કરતાં ત્યાગ અને સંયમ ઉપર વધારે ભાર મૂક્યો છે. મનુષ્ય અને મનુષ્ય વચ્ચેના તથા ઇતર જીવસૃષ્ટિ સાથેના પરસ્પરના સુખમય, શાંતમય વ્યવહારને માટે કેટલાક નિયમોની આવશ્યકતા રહે છે. પોતાના શરીરને તંદુરસ્ત રાખવા માટે જેમ કેટલાક નિયમો જરૂરી છે, જેમ સમાજને તંદુરસ્ત રાખવા માટે પણ કેટલાક નિયમોની જરૂર છે, તેમ પોતાનાં મન અને આત્માને સ્વસ્થ રાખવા માટે પણ નિયમોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6