Book Title: Sangharsh Author(s): Mohanlal C Dhami Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 8
________________ શ્રી મેહનલાલ ચુનીલાલ ધામી સંઘર્ષ ઉપવનવિહારમાં જવાનું છે. તે વખતે યુવરાણી મોહિની સાથે નહીં હોય તે બધી સ્ત્રીઓ નિરાશ થશે. એ કરતાં યુવરાજને એકને જ મોકલું ?” આપ ?” “હું નહીં શોભે. આપના જમાઈ જરૂર આવશે.” વીર વિક્રમે કહ્યું, અને નિરાંતને દમ લીધે. શેઠને તો જોઈતું મળતું હતું! રાજાજીને આભાર માની એ વિદાય થયા. બીજે દિવસે વીર વિક્રમે દેવકુમારને કહ્યું: “બેટા, આવતી કાલે તારે તારા સાસરે જમવા જવાનું છે.” “મારા સાસરે ?” કુમારને નવાઈ લાગી. “હા. તને ખ્યાલ નથી, પણ સુદંત શેઠની કન્યા મનમોહિની સાથે તારા ખાંડા વેરે લગ્ન થઈ ગયાં છે. તારે જવું જોઈએ.” “પિતાજી !....” વિક્રમે હસીને કહ્યું: “તારી પત્ની ત્યાં નથી; એક અગત્યના કાર્ય માટે મેં એને અન્યત્ર એકલી છે. તે નિશ્ચિંત રહે. તારે જવું જ જોઈએ.” દેવકુમારે પિતાની વાત સ્વીકારી અને બીજે દિવસે પિતાના એક મિત્ર સાથે એ સુરંત શેઠના ઘર તરફ ગયે. બે તેજસ્વી અશ્વો પિળમાં દાખલ થયા. એક રાહદારીઓ સુદંત શેઠનું ભવન બતાવ્યું. દિવસને પ્રથમ પ્રહર પૂરો થઈ ગયો હતો. ગિનીને વેશમાં દેવકન્યા સમી શેભતી મનમોહિની ઝરૂખે ઊભી હતી. બંને અશ્વો ત્યાંથી નીકળ્યા અને મનમેહિની તરફ વિક્રમચરિત્ર દેવકુમારની દષ્ટિ સ્વાભાવિક રીતે જ ગઈ. નવયુવાન દેવકુમારના કાળજાની કરને વીંધવા જેટલું રૂપ તે મનમેહિનીમાં હતું જ તેણે આછા હાસ્ય સહિત માત્ર એક જ નયનકટાક્ષ કર્યો. દેવકુમારનું હદય ઘાયલ થઈ ગયું. તે વિચારમાં પડઃ આ દેવકુમારી કેણ હશે? એણે ગિની જે વેશ શા માટે ધારણ કર્યો હશે? પણ ઊભા રહીને પૂછી શકાય એમ તે હતું નહીં. અશ્વ એની ગતિમાં હતું. તેણે ફરીવાર પાછળ નજર કરી. નયનબાણ નારી તણાં, તીણું ખમે જિ કેય; પંડિત નયસુંદર ભણે હું બલિહારી સેય!. ગેરી ! નયણું તુમારડાં, લેહ વિહુણ બાણ આવંતાં દીશે નહીં, ખીંચી લિયે પરાણ. દેવકુમાર અસ્વસ્થ બની ગયે. તેનું ચિત્ત જાણે પરાધીન થઈ ગયું. તેને મિત્ર તે આગળ થઈને સુદંત શેઠના દ્વાર પાસે ઊભું રહી ગયા હતા. મિત્રને અસ્વસ્થ બનેલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12