Page #1
--------------------------------------------------------------------------
________________
સંઘર્ષ
લેખકઃ વૈદ્યરાજ શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી
પરદુઃખભંજન રાજા વીર વિક્રમ સમગ્ર ભારતવર્ષના મહાન અને સમર્થ રાજા હતા. એમના રાજમાં લૂંટ, ચેરી, અનાચાર લગભગ નષ્ટ થઈ ગયાં હતાં. પરંતુ એમના એક ત્યજાયેલા અર્થાત્ વિસ્મૃત થયેલા પુત્ર દેવકુમારે પિતાની આંખ ખેલવા ખાતર અવંતિ નગરીમાં પિતાની બુદ્ધિ અને ચાલાકી વડે એ ચમત્કાર ઊભે કર્યો કે એથી વીર વિક્રમ પણ હારી ગયા અને પિતાના પુત્રને હૈયાસરસે લઈ વિસ્મૃતિનાં વાદળ દૂર કર્યા.
યુવરાજ દેવકુમારની બુદ્ધિચાતુરીની વાત રાજસભામાં જાહેર થઈ અને રાજસભાએ દેવકુમારનું નામ વિક્રમચરિત્ર પાડ્યું.
સંસારમાં સ્ત્રીચરિત્રને કઈ પહોંચી શકતું નથી, પરંતુ વિક્રમચરિત્ર આગળ સીચરિત્રની કઈ કિંમત નથી એવી પ્રશંસા થવા માંડી. આ પ્રશંસા પાછળ કેવળ રાજાને સારું લગાડવાની કઈ દષ્ટિ નહોતી, પરંતુ દેવકુમારની ચાતુરીએ ચમત્કાર સર્જાવ્યું હતું અને તેથી જ સહુ મુગ્ધ બની ગયા હતા. - વીર વિક્રમને પણ થયું નારીચરિત્ર કરતાં વિક્રમચરિત્ર શ્રેષ્ઠ છે, અને આજ પર્યત સ્ત્રીચરિત્રને મહાન માનનારાઓની માન્યતા યુવરાજે બેટી પાડી છે.
ધીરે ધીરે સ્ત્રીચરિત્ર કરતાં વિક્રમચરિત્ર મહાન છે એ વાત સમગ્ર નગરીમાં પ્રસારિત થઈ ગઈ.
અવંતિમાં જનતા ભારે સુખી હતી. ત્યાં નહાતી રાજની કનડગત કે નહોતાં કોઈ પ્રકારનાં કમ્મરતેડ કરભારણ. નહતી કેઈ નિયમ-જંજીરો કે નહતી કાયદાની અભેદ્ય જાળ. દરેક પ્રજાજન પિતાની રીતે ઉદ્યોગ-વેપાર કરી શકતા હતા અને પિતાના પરંપરાગત આદર્શો પ્રમાણે જીવી શકતો હતો. નગરીમાં કેટલાય કટાધિપતિઓ હતા. એમાં સુદંત નામનો એક શ્રેષ્ઠિવર્ય દરેક વાતે સુખી, સંસ્કારી અને ધર્મિષ્ઠ હતો. એને સંતાનમાં માત્ર મનમેહિની નામની એક કન્યા હતી; આ સિવાય કોઈ સંતાન નહોતું. સુતે અને
www.jâinelibrary.org
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી માહનલાલ ચુનીલાલ ધાત્રી : સંઘ
તેની પત્નીએ કન્યાને લાડકોડમાં ઉછેરી નહેાતી, પણ વિવિધ કલાના અભ્યાસ કરાવીને સસ્કારી બનાવી હતી. કન્યા તે ગમે ત્યારે પરાયા ઘેર જવાની જ છે—એમ માનીને સુઈ કન્યાને સસ્કાર આપવામાં જરાયે કચાશ નહેાતી રાખી, પર`તુ પરાયા ઘેર જઈને પુત્રી પિતાના ઘરની શૈાભા વધારે એ દૃષ્ટિએ કન્યાને ઉછેરી હતી. કલા, સાહિત્ય, ધર્મ, કાવ્ય, વ્યાકરણ, સ’ગીત, રાજનીતિ વગેરે વિષયામાં તે નિપુણ બની હતી. કુલધર્મ જૈન હાવાથી મનમેાહિની યૌવનના ઉંબરે આવી હેાવા છતાં શાંત અને સૌમ્ય રહી શકી હતી. વિનય, વિવેક, મધુર વાણી, દેવકન્યા જેવુ રૂપ, શયળ પ્રત્યેના સદ્ભાવ વગેરે અનેક ગુણ્ણા મનમેાહિની માટે સહજ અની ગયા હતા.
રાજા વીર વિક્રમ પેાતાની પ્રજાના સુખદુઃખના પરિચય પ્રાપ્ત કરવા ખાતર અવારનવાર અધારપછેડા એઢીને—અર્થાત્ અદૃશ્ય રાખનારા વૈજ્ઞાનિક પાષાક ધારણ કરીને— રાત્રિચર્યા કરવા નીકળી પડતા.
فاق
એક રાતે તે સુદ ંતના ભવનમાં ગયા. ગ્રીષ્મ ઋતુ હેવાથી ભવનના ઉપવનમાં મનમાહિની અને તેની બે-ત્રણ સખીએ બેઠી બેઠી વાતા કરી રહી હતી.
વીર વિક્રમના મનમાં થયું: આ નવયુવતીએની વાતા એવી તે કેવી હશે કે આટલા રસપૂર્વક ચાલી રહી છે ? આથી તે પશુ નજીકમાં એક કુંજની એથે ઊભા રહી ગયા. વાતને વિષય વિક્રમચરિત્રને હાવાથી વીર વિક્રમને વધારે કુતૂહલ થયું.
મનમેાહિનીએ પેાતાની પ્રિય સખી સુનંદાને કહ્યું: “ સુનંદા, આપણા રાજા; દરેક વાતે મહાન છે, પણ કાઈ વાર મૂર્ખાઈના શિકાર બની જાય છે. સ્ત્રીચરિત્ર કરતાં વિક્રમચરિત્ર વધે એના જેવું હાસ્યાસ્પદ વિધાન બીજું શું હાઈ શકે? દેવકુમારે થાડીક ચારીઓ કરી, કાટવાળ, ચપળસેના, મહામંત્રી અને વિક્રમને થાપ આપી એમાં એવું તે શુ` હતુ` કે સ્ત્રીચરિત્ર કરતાં વિક્રમચરિત્ર વધી જાય ? ’
“ સખી, ચપળસેના જેવી ચતુર ગણિકા, જે ઊડતાં પંખી પાડતી હતી, તેને બનાવી જવી એ શું નાની વાત છે?”
“ સાવ નાની વાત ! માનવી જ્યારે મેહાંધ અને છે ત્યારે પેાતાની ચતુરાઈ ને બુદ્ધિ અધુ' વીસરી જાય છે. ચપળસેનાનું એવું જ થયું હતું. આ કઈ એવી મેાટી વાત નથી કે જેથી સ્ત્રીચરિત્ર કરતાં યુવરાજની માળરમત ઉત્તમ લેખાય ! આથી તે એમ નક્કી થાય છે કે રાજા વાજા વાંદરા ત્રણેય તર`ગવશ હાય છે—એ કહેવતથી આપણા મહારાજા
પણ મુક્ત નથી ! '
વીર વિક્રમ તા ત્યાંથી ચાલ્યા ગયા, પણ મનમેાહિનીના શબ્દોએ એના હૈયામાં કાતિલ ફટકા લગાવી દીધા હતા.
ખીજે જ દિવસે તેણે પેાતાના રાજભવનમાં સુત અને તેની પુત્રીને ખેલાવ્યાં. પ્રથમ તેા રાજાએ બન્નેનો આદરભર્યા સત્કાર કર્યો; ત્યાર પછી સુદંત શેઠ સામે જોઈને કહ્યું : “ શેઠજી, ગઈ રાતે નગરભ્રમણ કરતા કરતા હું આપના ભવનમાં આવી ચડયો હતા અને આપની કન્યાએ મને મૂર્ખાઈના શિકાર બનેàા જણાવીને વિક્રમચરિત્ર તે એક બાળરમત છે એમ કહ્યું હતું. આ અંગે મે આપ સૌને ખેલાવ્યાં છે. મારા આશય
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવથ એ તો ન જ હોય કે આપની કન્યાને આ મત સાંભળીને હું રોષે ભરાયો છું અને કેઈ સજા કરવા માગું છું; હું તો કેવળ વાતને ભેદ પામવા ઈચ્છું છું.”
સુદતે કન્યા સામે જોઈને કહ્યું: “બેટી, મહારાજા કહે છે એ વાત સાચી છે?”
હા પિતાજી, ગઈ રાતે મારી સખીઓ આવી હતી એટલે અમે ઉપવનમાં બેસીને ચર્ચા કરી રહ્યાં હતાં. વિક્રમચરિત્ર માટે મેં મારી સખીઓ સમક્ષ મારે જે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો તે બરાબર છે.” મનમોહિનીએ કહ્યું.
વીર વિકમે મનમોહિનીની સામે જોઈને કહ્યું: “દીકરી, હું એ વાત પુરવાર થયેલી જોવા માગું છું.”
કૃપાનાથ, સ્ત્રીચરિત્ર સમક્ષ સંસારની બધી શક્તિ સાવ પાંગળી જ છે. સ્ત્રીના એકમાત્ર ઈશારા પર અનેકનાં રાજપાટ નષ્ટ થઈ ગયાં છે. નારીની ચતુરાઈ આગળ મહાન દેવતાઓ પણ પરાજિત બન્યા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇંદ્રાદિ દે નારીચરિત્ર આગળ શું લાચાર નથી બન્યા? જે નારીમાં આવી શક્તિ સહજ છે તે મારી આગળ વિક્રમચરિત્ર તે કઈ વિસાતમાં નથી ! આ એક નગ્ન સત્ય હોવા છતાં આપે તુલનાત્મક વિચાર કર્યા વગર આપના યુવરાજની રાતુરાઈને આ રીતે જાહેર કરી, એ શું ભાસ્પદ છે? એથી જ મેં આપને મૂર્ખાઈને શિકાર બન્યાનું કહ્યું હતું અને આજે પણ હું એ જ કહું છું કે આપે નારીચરિત્રની ખુલ્લી ઉપેક્ષા કરીને એક મોટો અન્યાય કર્યો છે.”
વીર વિક્રમ વિચારમાં પડી ગયો. થોડી પળે પછી સુદંત શેઠ સામે જોઈને એ બે શેઠજી, આપની કન્યા ખરેખર તેજસ્વિની છે, બુદ્ધિમતી છે અને રૂપવતી પણ છે. મારી એક ભાવના છે; તમે કહો તે વ્યક્ત કરું ?”
ખુશીથી વ્યક્ત કરે.” “તે આપ આપની કન્યાનાં લગ્નની તૈયારી કરે. યુવરાજ દરેક રીતે આપની કન્યા માટે સુયોગ્ય છે. હું યુવરાજનું ખાંડું મોકલીશ–આજથી સાતમે દિવસે!”
મહારાજની આ વાતથી સુદંત ભારે હર્ષમાં આવી ગયે. અને મનમોહિની પણ મનમાં ને મનમાં હસી રહી. તે સમજી ગઈ હતી કે મહારાજા આ રીતે એક સંઘર્ષ ઊભો કરીને સ્ત્રીચરિત્ર અને વિક્રમચરિત્રની પરીક્ષા લેવા માગે છે. કંઈ હરકત નહિ!
પિતાપુત્રી પિતાના મહાન રાજાને નમન કરીને વિદાય થયાં. સુદંત શેઠનું ભવન રાજભવનના વિરાટ સ્થળથી ઘણું દૂર હતું–છેક સિઝાના કિનારે !
પ્રથમ તે વીર વિક્રમે દેવકુમારને આઠ દિવસના પ્રવાસે મોકલી કીધે. પછી સિકાના તટ પાસે આવેલા રાજને એક નાના ઉપવનમાં આવેલું ભૂગર્ભાભવન એમણે સ્વચ્છ કરાવ્યું અને તેને એ ઘુમ્મટ કરાવ્યું કે કેઈને અંદર રાખ્યા પછી ઘુમ્મટનું દ્વાર ચણી દેવામાં આવે એટલે અંદરની વ્યક્તિ બહાર ન જઈ શકે અને બહારની વ્યક્તિ અંદર ન આવી શકે. અંદરની વ્યક્તિને હવા-ઉજાસ અને જોઈતી સામગ્રી મળતી રહે એટલા માટે એક લોખંડની જાળી રાખેલી. એ જાળી વાટેથી જળ, અન્ન અને બીજી જોઈતી સામગ્રી આપી શકાય; ધેવાનાં વસ્ત્રો વગેરેની આપ. લે કરી શકાય. મળમૂત્રના ત્યાગનું પાત્ર પણ લઈ
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી મેાહનલાલ ચુનીલાલ ધામી : સ ંઘષ
મૂકી શકાય. પણ અંદરથી કાઈ માનવી મહારથી કાઈ 'દર જઈ શકે નહી'. રાજા વીર વિક્રમમાં અનેક ગુણ હતા; પરંતુ એક ગુણ એવા હતા કે મનમાં આવેલી વાતને પૂરી કર્યા પછી જ તે જ પતા !
ge
આ જાળી વાટે બહાર નીકળી શકે નહિ, તેમ
બરાબર સાતમે દિવસે સુદ ંત શેઠના ભવનમાં વીર વિક્રમ અને તેના બે અંગત માણુસા યુવરાજના ખાંડા સાથે આવી પહેાંચ્યા.
ખાંડા સાથે લગ્ન થયાં એટલે એ જ પાછલી રાતે સહુ પાછા વળ્યા અને રાજભવનમાં ન જતાં વીર વિક્રમ પુત્રવધૂને લઈને સિપ્રાના કિનારે આવેલા નાના ઉપવનમાં ગયે. ત્યાં ચાર-પાંચ કડિયા કારીગરો પણ હાજર રાખવામાં આવ્યા હતા.
વીર વિક્રમે મનમેાહિનીને રથમાંથી નીચે ઉતારી અને કહ્યું : “ દીકરી! તારા માટે આ નિવાસ છે. તેમાં તારે રહેવાનુ` છે. અંદર દાખલ થયા પછી તું બહાર નહીં નીકળી શકે; અને મહારથી અંદર કોઈ નહી. આવી શકે. તારા ખંડમાં માત્ર એક જ જાળી રાખવામાં આવી છે અને તે દ્વારા તને સઘળું મળ્યા કરશે. હવે તારે એક જ પરીક્ષા આપવાની છે. તું ખળક સહિત મને મળવા આવી શકીશ, એ સિવાય તને આ ભૂગર્ભ ગૃહમાંથી છુટકારો નહીં મળે. નારીશક્તિ અજોડ અને અપૂર્વ છે તેની ખાતરી તારે મને આ રીતે કરાવી આપવાની છે.
મનમાહિની કશું ખેલી નહીં. વીર વિક્રમની ચરણરજ મસ્તકે ધારણ કરીને તે એટલું જ એલી : ' નારીશક્તિ કદી પરાજિત બની નથી અને મનશે નહી': એવા વિશ્વાસ સાથે હું આપની આજ્ઞા મસ્તકે ધારણ કરુ છું.”
મનમેાહિની અંદર ચાલી ગઈ. તરત રાજાજ્ઞાથી દ્વાર બંધ કરવામાં આવ્યું અને કડિયાઓએ તત્કાળ ત્યાં ભીંત ચણી દીધી.
વીર વિક્રમે પેાતાની વિશ્વાસુ દાસીએમાંથી એક દાસીને તે જાળી પાસે ચાકો માટે બેસાડી, અને તેને ઉચિત સૂચના પણ આપી. કોઈ પુરુષ ચાકિયાતને ત્યાં ન રાખ્યા, કારણ કે પુરુષનું મન પાંગળુ હાય છે. રૂપવતી નવયૌવનાને જોઈ ને કવ્યથી વિમુખ અનતાં એને વાર લાગતી નથી!
દાસીના નિવાસ માટે ખાજુમાં જ એક કુટિર બનાવવામાં આવી હતી, અને એક મહિના પછી એની જગ્યાએ બીજી દાસી આવે એવી વ્યવસ્થા પણ કરી હતી. તે એટલા માટે કે છેવટે આવી સ્થિતિથી અકળાઈ ને પણ કાઈ દાસી પુત્રવધૂની સહાયક ન બને!
આમ ને આમ ચાર મહિના વીતી ગયા. ભૂગર્ભદ્વારની જાળી ઊંચી હતી એટલે મનમેાહિનીનેા માત્ર હાથ જ ત્યાં પહેાંચી શકતા હતા. ચીજવસ્તુની આપ-લેમાં કશી હરકત નહાતી આવતી; પણ એકબીજાનું મુખ જોઈને દાસી સાથે વાતા કરી શકાય તેમ નહાતુ.
રહેવાના ખંડ ઘણા જ ઉત્તમ હતા. સૂઈ રહેવાના પલંગ, વસ્ત્રાની પેટિકાએ, અલકારાના દાબડાએ, એકલા એકલા રમી શકાય એવી રમતનાં સાધના, અભ્યાસ, લેખન અને વાચનનાં સાધનો વગેરેની ત્યાં પૂરેપૂરી વ્યવસ્થા હતી,
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહાત્સવ-ગ્રંથ
પાંચમે મહિને એક નવી દાસી આવી. મનમાહિનીએ વીર વિક્રમને પડકાર તે ઝીલી લીધેા હતા, અને તે પડકારના જવાબ આપવાની ચેાજના પણ ઘડી લીધી હતી. તેણે જમવાના બાજઠ જાળી પાસે રાખ્યા, અને તેના પર તે ઊભી રહી. પરંતુ હજી જાળી સુધી મેહું લઈ જઈ શકાય તેમ ન થયું', એટલે તેણે પલંગ ખેસવીને આ તરક્ રાખ્યા.
૮૦
પ્રથમ પાંચ-સાત દિવસ પર્યંત એણે એ દાસી સાથે, એના મનમાં કરુણા જન્માવે એવી એવી વાતા કરી. ત્યાર પછી પેાતાની એક મૂલ્યવાન મુદ્રિકા દાસીને આપતાં કહ્યું: “ એન, મારા માટે આ અલંકારો સાવ નકામા છે. આ મુદ્રિકાનું રત્ન ઘણું જ કીમતી છે. તુ' સુખેથી તે ધારણ કરજે !”
રિચારકવગ ધન જોઈ ને પાલિત પશુ સમા બની જાય છે. દાસીએ મનમેાહિનીના આવા દુ:ખ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી અને કહ્યું : “ આપે મહારાજા સાથે હાડ કરીને ભારે દુઃખ વહેારી લીધુ છે. મહારાજા ભારે હઠીલા છે; લીધી વાત મૂકતા નથી ! મારું માના તે આપ ક્ષમા માગી લ્યો ને હાર કબૂલે એટલે આપ જરૂર મુક્ત થઈ શકશેા.”
“ તારી વાત સાચી છે બેન! પણ એવી નામેાશી વહેારવા કરતાં આ ગૃહમાં રહેવું વધારે ઉત્તમ છે. અહી. હું નિરાંતે ધર્મધ્યાન કરી શકું છું. કેાઈની કૂથલી નહીં, કોઈ ના દ્વેષ નહી', મને અહીં ભારે સુખ છે. પરંતુ તુ' જે મારું એક કામ કરી શકે તે મારા પર મોટા ઉપકાર કર્યો ગણાશે.”
“ મહારાજાની સૂચનાની મર્યાદામાં આવતું કામ હશે તેા હું જરૂર એ કામ કરી દઈશ.” દાસીએ કહ્યું.
“ મહારાજાએ શી મર્યાદા મૂકી છે, એની તા મને ખબર નથી; પરં તુ આવતી કાલે મારો જન્મદિવસ છે--માર માબાપની હું એકની એક લાડકવાઈ કન્યા છું, મારા જન્મદિવસે તેએ મારા હાથનું પાન ખાઈને ભારે સુખ અનુભવે છે. ખાર મહિનામાં માત્ર એક જ વખત તે પાન ખાય છે. જો તું મારા ભવન પર મારા પિતાને મારા હાથે વાળીને આપું એ બે પાન આપી આવે તે મને શાંતિ થાય.”
દાસીએ તરત કહ્યું : “ આ કા'માં મહારાજાએ આપેલી સૂરાનાઓને ભંગ નથી થતા; હું જરૂર પાન આપી આવીશ; કારે આપવા જવાનુ છે ? ”
“ આવતી કાલે વહેલી સવારે.”
દાસી કબૂલ થઈ. અને ખીજે દિવસે એ પાન તૈયાર કરીને મનમેાહિનીએ જાળી વાટેથી દાસીને આપ્યાં.
દાસીને એક વાતની તે ખાતરી જ હતી કે નળી કાઈથી તૂટે એવી નથી અને જાળી વાટેથી કાઈ બહાર નીકળી કે જઈ શકે એમ પણ નથી.
“ બીજો કાંઈ સ`દેશા આપવા છે ? ” દાસીએ પ્રશ્ન કર્યાં.
“ મને આ રીતે પૂરી રાખી છે એ વાત મારા માતાપિતા કે કોઈ જાણતું નથી; મહારાજા અને એમના વિશ્વાસુ માણસા સિવાય કોઈને ખખર નથી. એટલે તુ' પણ આ
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી માહનલાલ ચુનીલાલ ધામી : સ ંઘષ
૮૧
વાત તેમને કહીશ નહી. વાત સાંભળીને ખિચારાં નકામાં દુઃખી થશે. માત્ર એટલું જ કહેજે કે તમારી પુત્રી ઘણી સુખી છે અને તમારા આશીર્વાદ ઇચ્છે છે.”
દાસી આ શબ્દો સાંભળીને વધારે પ્રભાવિત ખની. તે તરત સુદત શેઠના ભવન તરફ રવાના થઈ.
૧
પેાતાની પ્રિય કન્યા વગર સુ'ત શેઠ અને તેનાં પત્નીને ભારે દુઃખ થતું હતું. રાજરજ વાડામાં કન્યા આપીને ભારે પંચાત ઊભી કરી એમ તેમને લાગતું હતું ; ન કન્યા મળવા આવી શકે કે ન માબાપ ત્યાં જઈ ને મળી શકે! આ કરતાં તે કોઈ ગરીખ વણિક પુત્ર વેરે કન્યાને પરણાવી હેાત તેા જમાઈને પણ ઘેર રાખી શકાત અને પુત્રી નજર સામે જ રહેત ! પણ હવે શુ' થાય ?
વહેલી સવારે દાસી સુદ'ત શેઠને મળી અને ખેલી : “ આપનાં સુપુત્રી આનંદમાં છે. આજ એમના જન્મદિવસ છે એટલે આ બે પાન આપને માટે મેાકલ્યાં છે ને આપના આશીર્વાદ માગ્યા છે.”
સુદ'ત શેઠે બન્ને પાન લઈ લીધાં. દાસીની વાત પરથી જ તે સમજી ગયા હતા કે પાનનાં આ ખીડાં પાછળ અવશ્ય કઈક રહસ્ય છે. સુતે દાસીને કહ્યું : “દાસી, અમારા આશીર્વાદ તે। સદાય એનુ` રક્ષણ કરતા જ રહે છે. અમે તે આજ નિરાશ થઈ ગયાં હતાં : રાજસુખમાં પડેલી કન્યા માતાપિતાને વીસરી તે નહિ ગઈ હોય ને ? તું ઘડીક એસજે, હું આવું છું.”
શેઠ દરના આરડે ગયા, દસ સુવર્ણ મુદ્રાઓ લઈને આવ્યા અને દાસીને આપતાં મેલ્યા “ આ બક્ષિસ તું સ્વીકારજે અને મારી કન્યાને કહેજે કે માતાપિતા અને તને ખૂબ યાદ કરે છે.”
:
દાસી વિદ્વાય થઈ.
શેઠે બન્ને પાન ખાલ્યાં. એક પાનમાં એક તાલપત્ર ઘડી વાળીને ગેાઠવ્યુ હતુ.. તે કાઢીને જોયુ તે અંદર પુત્રીના સ`દેશેા હતેા.
મનમેાહિનીએ એ સદેશમાં પેાતે કાં છે, કેવી રીતે રહે છે, તે સઘળી માહિતી આપી હતી અને ઉપવનની ઉત્તરે થાડે જ દૂર એક ખંડિયેર મંદિર છે, ત્યાંથી ભેાંયરુ ખાદાવીને પેાતાના ભૂગભગૃહમાં તેના છેડા પહેાંચાડવાની વિનતિ કરી હતી; સાથેાસાથ જણાવ્યું હતું કે આ કાય વહેલું' નહી' કરો તે આપની એકની એક કન્યાનુ` મૃત્યુ નિશ્ચિત છે!
સંતાનનું દુઃખ દૂર કરવા માબાપ ગમે તે ભેગ આપવા તૈયાર થતાં જ હોય છે. અને તેમાંય એકના એક સંતાનનું દુઃખ દૂર કરવા તેઓ કેમ શાંત બેસી રહે ?
બીજે જ દિવસે તેમણે એક શિલ્પશાસ્ત્રી, જે તેના ખાસ મિત્ર હતા, તેને મેલાબ્યા; તેને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યાં. શિલ્પશાસ્ત્રી એ સ્થળ ખરાખર જોઈ આવ્યેા. એ દિવસ વિચાર કરીને શિલ્પશાસ્ત્રીએ નિર્ણય કરી લીધા. અને જીણુ મંદિરના ઉદ્ધારના
૧૧
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ બહાના તળે તેણે પિતાના ખાસ માણસે દ્વારા સુરંગ દાવવાનું કામ શરૂ કર્યું.
બરાબર બે મહિને સુરંગ ખોદાઈને તૈયાર થઈ ગઈ.
મનમોહિની અતિ પ્રસન્ન થઈ ગઈ. શિલ્પશાસ્ત્રીએ આ ભૂગર્ભગૃહમાંથી સુરંગ દ્વારા બહાર નીકળી શકાય એ માર્ગ તો કરી જ દીધે; પરંતુ સાથે સાથે ભૂગર્ભગૃહમાં કઈ તપાસ કરે તે તેને એ માર્ગને ખ્યાલ પણ ન આવે એવી ગુપ્તદ્વારની રચના પણ કરી.
એક રાતે દાસી પિતાની કુટિરમાં ગઈ એટલે મનમોહિની સુરંગ દ્વારા નીકળી ગઈ અને પિતાના ભવન પર પહોંચી ગઈ. ભવનમાં જઈને તેણે પોતાની એક પ્રિય દાસી, જે સમવયસ્કા હતી, તેને પિતાને વસ્ત્રાલંકારો આપીને પોતાના સ્થાને મોકલી દીધી. તેણે ખાસ સૂચના આપી કે “દાસી સિવાય ત્યાં કઈ હોતું નથી; દાસી સાથે કોઈ જાતની વાત ન કરવી. યોગ્ય સમયે હું તને બેલાવી લઈશ.”
દાસી હર્ષપૂર્વક ભૂગર્ભગૃહમાં પહોંચી ગઈ રાત્રિને અંતિમ પ્રહર હજી પૂરે નહેતો થયે.
સુદંત શેઠના રહેણાકના મકાનની બાજુમાં જ તેઓનું એક બીજું નાનું મકાન હતું. આ મકાનમાં કેટલાક સરસામાન રાખવામાં આવ્યા હતા અને સુદંત શેઠના મોટા મુનીમ એમાં રહેતા હતા. મનમોહિનીએ જના ઘડી હતી તે મુજબ સુદંત શેઠે પિતાના મોટા મુનીમને પિતાની અંદરના ભાગમાં આવેલા બીજા મકાનમાં રહેવા માટે મેકલ્યા અને આ મકાન બરાબર સાફસૂફ કરાવી ઉત્તમ રંગ વડે શોભાયમાન બનાવી તેમાં પલંગ, આસને, ગાલિચા, પિટિકાઓ વગેરે ગોઠવાવ્યું.
મનમેહિનીએ એક ગિની જે પિશાક ધારણ કર્યો, બધા મૂલ્યવાન અલંકાર દૂર કર્યા અને એ પિતાની એક પ્રિય દાસી સાથે બાજુના મકાનમાં રહેવા ગઈ
આ મકાન એવા સ્થળે હતું કે સુદંત શેઠના મકાનમાં આવનારે કઈ પણ માનવી આ મકાન પાસેથી જ પસાર થઈ શકે. મકાનની પાછળ સિખાને તટપ્રદેશ હતું અને ત્યાં રક્ષણાત્મક દીવાલ હતી. આ લત્તો સાર્થવાહ પિળના નામે ઓળખાતો હતો. આ પિળમાં રહેનારા મોટે ભાગે વણિકે હતા અને બધા શ્રીમતે હતા.
એક દિવસ પુત્રીની સૂચના મુજબ સુદંત શેઠ રાજા વીર વિક્રમ પાસે ગયો અને આવતી કાલે પર્વનું નિમિત્ત હોવાથી કન્યા, જમાઈ અને મહારાજાને ભેજન માટે પિતાને ત્યાં પધારવાનું નિમંત્રણ આપ્યું.
મહારાજા ભારે વિચારમાં પડી ગયા : મનમોહિનીને તે બહાર કાઢી શકાય તેમ છે નહીં, તેમ આ માગણુને સીધો ઈન્કાર કરે તે પણ વ્યાજબી નથી. બે પળ વિચારીને વીર વિક્રમે કહ્યું: “શેઠજી, આપનું નિમંત્રણ કેઈ અન્ય સમયે રાખે તો?
કૃપાનાથ, હું નાને માનવી છું, એટલે આપ મારા પર આટલી કૃપા કરે!” કહી સુદંત શેઠે ભારે કાલાવાલા કર્યા; નયને પણ સજળ બનાવી દીધાં.
મને આપે ભારે ધર્મસંકટમાં મૂકી દીધો છે. આવતી કાલે રાજભવનને સ્ત્રીવર્ગ
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રી મેહનલાલ ચુનીલાલ ધામી સંઘર્ષ ઉપવનવિહારમાં જવાનું છે. તે વખતે યુવરાણી મોહિની સાથે નહીં હોય તે બધી સ્ત્રીઓ નિરાશ થશે. એ કરતાં યુવરાજને એકને જ મોકલું ?”
આપ ?”
“હું નહીં શોભે. આપના જમાઈ જરૂર આવશે.” વીર વિક્રમે કહ્યું, અને નિરાંતને દમ લીધે.
શેઠને તો જોઈતું મળતું હતું! રાજાજીને આભાર માની એ વિદાય થયા.
બીજે દિવસે વીર વિક્રમે દેવકુમારને કહ્યું: “બેટા, આવતી કાલે તારે તારા સાસરે જમવા જવાનું છે.”
“મારા સાસરે ?” કુમારને નવાઈ લાગી.
“હા. તને ખ્યાલ નથી, પણ સુદંત શેઠની કન્યા મનમોહિની સાથે તારા ખાંડા વેરે લગ્ન થઈ ગયાં છે. તારે જવું જોઈએ.”
“પિતાજી !....”
વિક્રમે હસીને કહ્યું: “તારી પત્ની ત્યાં નથી; એક અગત્યના કાર્ય માટે મેં એને અન્યત્ર એકલી છે. તે નિશ્ચિંત રહે. તારે જવું જ જોઈએ.”
દેવકુમારે પિતાની વાત સ્વીકારી અને બીજે દિવસે પિતાના એક મિત્ર સાથે એ સુરંત શેઠના ઘર તરફ ગયે.
બે તેજસ્વી અશ્વો પિળમાં દાખલ થયા. એક રાહદારીઓ સુદંત શેઠનું ભવન બતાવ્યું. દિવસને પ્રથમ પ્રહર પૂરો થઈ ગયો હતો. ગિનીને વેશમાં દેવકન્યા સમી શેભતી મનમોહિની ઝરૂખે ઊભી હતી. બંને અશ્વો ત્યાંથી નીકળ્યા અને મનમેહિની તરફ વિક્રમચરિત્ર દેવકુમારની દષ્ટિ સ્વાભાવિક રીતે જ ગઈ.
નવયુવાન દેવકુમારના કાળજાની કરને વીંધવા જેટલું રૂપ તે મનમેહિનીમાં હતું જ તેણે આછા હાસ્ય સહિત માત્ર એક જ નયનકટાક્ષ કર્યો.
દેવકુમારનું હદય ઘાયલ થઈ ગયું. તે વિચારમાં પડઃ આ દેવકુમારી કેણ હશે? એણે ગિની જે વેશ શા માટે ધારણ કર્યો હશે?
પણ ઊભા રહીને પૂછી શકાય એમ તે હતું નહીં. અશ્વ એની ગતિમાં હતું. તેણે ફરીવાર પાછળ નજર કરી.
નયનબાણ નારી તણાં, તીણું ખમે જિ કેય; પંડિત નયસુંદર ભણે હું બલિહારી સેય!. ગેરી ! નયણું તુમારડાં, લેહ વિહુણ બાણ
આવંતાં દીશે નહીં, ખીંચી લિયે પરાણ. દેવકુમાર અસ્વસ્થ બની ગયે. તેનું ચિત્ત જાણે પરાધીન થઈ ગયું. તેને મિત્ર તે આગળ થઈને સુદંત શેઠના દ્વાર પાસે ઊભું રહી ગયા હતા. મિત્રને અસ્વસ્થ બનેલે
Page #9
--------------------------------------------------------------------------
________________
८४
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહત્સવ-ગ્રંથ જતાં જ તે બોલ્યો : “કેમ દેવ, શું થયું?”
કંઈ નહીં. પછી વાત કરીશ.” દેવકુમારે કહ્યું. બને સુદંત શેઠના ભવનમાં ગયા. સુદંત કોઠે જમાઈને ખૂબ આદરપૂર્વક સત્કાર કર્યો. દેવકુમારનું ચિત્ત કોઈ પણ વાતમાં કે વ્યવસ્થામાં પ્રસન્નતા અનુભવનું જ નહોતું. તેણે ભોજનમાં પણ બહુ રસ ન લીધે.
સુદંત શેઠને ભારે આશ્ચર્ય થયું, પણ તેઓ તે વારેવારે આગ્રહ જ કરતા રહ્યા.
ભેજન આદિથી નિવૃત્ત થયા પછી એક શણગારેલા ખંડમાં બન્ને માનનીય અતિથિએને આરામ માટે બેસાડ્યા.
દેવકુમારનું ચિત્ત અજાણી નવયૌવના ગિનીને પરિચય પામવા ભારે આતુર બની ગયું હતું. તેણે મુખવાસ ગ્રહણ કર્યા પછી પોતાના મિત્ર સામે જોઈને કહ્યું: “મિત્ર, તું અહીં બેસજે. હું જરા આટલામાં લટાર મારીને આવું છું.”
સુદંત શેઠે કહ્યું : “યુવરાજશ્રી, મારે કોઈ અપરાધ તો નથી થયે ને?”
ના મુરબ્બી, પણ ભેજન પછી મને જરા ઘૂમવાની આદત છે. હું હમણાં જ પાછો આવું છું” કહી તે આસન પરથી ઊભે થયે.
મનમોહિનીએ જે પરિણામ કયું હતું તે જ આવ્યું. યુવરાજ સુદંત શેઠના ભવનમાંથી બહાર નીકળે તે વખતે મનમોહિની હાથમાં એક ઝોળી લઈને સામેથી આવતી હતી.
યુવરાજ નજીક આવતાં જ ઊભું રહી ગયે. ગિની પણ ઊભી રહી ગઈ યુવરાજે કહ્યું: “એક આશ્ચર્યને ઉકેલ મેળવવા આપની પાસે જ આવતું હતું.”
મારાં અહોભાગ્ય ! મારી પાછળ પાછળ પધારે !” રૂપ અને યૌવન એ પુરુષ માટે માત્ર જાદુ જ નથી, કાતિલ વશીકરણ પણ છે. દેવકુમાર ગિનીની પાછળ પાછળ બાજુના મકાનમાં ગયે.
ગિનીએ પિતાના ખાસ ખંડમાં યુવરાજને બેસાડતાં પ્રશ્ન કર્યોઃ “આપને કઈ વાતનું આશ્ચર્ય થયું છે?”
યૌવનના પ્રાતઃકાળે આપે એવું તે કયું દુઃખ અનુભવ્યું છે કે જેથી આપને આ રીતે ગિની બનવું પડયું ?” દેવકુમારે પ્રશ્ન રૂપે પોતાનું આશ્ચર્ય વ્યક્ત કર્યું.
“સંસાર આ એક આશ્ચર્યોને જ સમૂહ છે અને માનવીમાત્રનું જીવન પણ વિવિધ આશ્ચર્યના ભંડાર સમું છે. પરંતુ પ્રથમ આપને પરિશ્ય આપે એટલે.... વચ્ચે જ દેવકુમારે કહ્યું: “હું મહારાજા વીર વિક્રમને યુવરાજ વિક્રમચરિત્ર છું.”
યુવરાજશ્રી, ગ્ય સાથી શોધવા માટે હું બે વર્ષથી ગિની બનીને ભમી રહી છું; એક જ્યોતિષીના વચન પર શ્રદ્ધા રાખીને નીકળી છું. પરંતુ” કહેતાં કહેતાં મનમોહિનીએ નિરાશ હૈયાને કાતિલ અભિનય કર્યો.
શું આપ પસંદ કરેલા સાથી સાથે લગ્ન કરવા ઈચ્છે છે?”
Page #10
--------------------------------------------------------------------------
________________
શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી સંઘર્ષ
૮૫ ના...જોષીના કહેવા પ્રમાણે મારાં લગ્ન થઈ શકે એમ નથી. અને જે અમુક મુદતમાં મનગમત પ્રિયતમ ન મળે તે માટે સદાને માટે મનને મારીને સંસારનો ત્યાગ કરવાને છે. એ મુદત પણ હવે પૂરી થવા આવી છે—માત્ર એક મહિનો ને ત્રણ દિવસ બાકી રહ્યા છે.” “ઓહ! શું આપને હજી સુધી એ કોઈ પુરુષ નથી મળ્યું?”
ના. લગ્ન કર્યા વગર મિત્ર તરીકે રહે એ મનગમતે પુરુષ હજી સુધી મળે નથી. માત્ર આજે જ એક આશા હૈયામાં જાગી ઊઠી હતી. પરંતુ પરિચય જાણ્યા પછી એ આશા પણ હવામાં મળી ગઈ!” ગિનીએ નિરાશાને નિસાસો નાખતાં કહ્યું.
“કઈ આશા ?” યુવરાજે ઉત્સુકતાથી પૂછયું. મનમોહિની કશું બોલી નહીં, પણ પ્રેમભરી નજરે યુવરાજ સામે જોઈ રહી.
બને એકાંતમાં હતાં. બન્નેમાં યૌવનનું માધુર્ય છલકતું હતું. યુવરાજે ભાવભર્યા મન વડે યોગિનીને હાથ પકડી લેતાં કહ્યું : “એ ભાગ્યવંત નર કેણુ છે?”
“આ૫ હજી પણ ન સમજી શક્યા?” ' ઓહ, હું ધન્ય બન્યા ! હું આપને મારા હૈયા સાથે જ રાખીશ. પ્રિયે, તારી પ્રથમ દષ્ટિએ જ હું પરવશ બની ગયો છું !”
આજ હું પણ ધન્ય બની ગઈ તે નગરીની બહાર કઈ એકાંત સ્થળમાં આપણે જવું જોઈશે. લેકદષ્ટિએ હું ગિની છું. અને આ ભવન પણ મને બે દિવસ માટે જ મળ્યું છે...” મનમોહિનીએ બરાબર જાળ બિછાવી દીધી હતી.
દેવકુમાર એ જાળ તોડવા સમર્થ નહે. બન્નેએ નૌકાવિહાર કરીને ચાર કોશ દૂરના એક ઉપવનમાં જવાનો નિર્ણય કર્યો. મનમોહિનીએ પુરુષવેશે તૈયાર થઈને સંધ્યા પહેલાં ઘાટ પર પહોંચી જવું એમ નક્કી થયું.
ઊઠતી વખતે વિક્રમચરિત્રે ચેગિનીને બાહુબંધનમાં જકડી લીધી અને પ્રેમરસથી ભીંજવી દીધી.
સંધ્યા સમયે મનમોહિની પુરુષવેશ ધારણ કરી માતાપિતાના આશીર્વાદ લઈને સિમાના ઘાટ પર પહોંચી ગઈ. એ વખતે એક સુંદર નૌકા પણ ઘાટ પાસે ઊભી હતી. એ નકામાં પોતાના મિત્ર સાથે દેવકુમાર ઊભે હતે. નૌકા ભવ્ય હતી. અંદર એક ખંડ હતે. ખંડમાં આરામનાં સાધનો હતાં.
મનમોહિની એ નૌકા પર ચડી ગઈ. નૌકા ગતિમાન થઈ અંદરના ખંડમાં ગયા પછી મનમોહિનીએ પુરુષવેશ કાઢી નાખ્યું અને ગિનીને વેશ ધારણ કર્યો.
રૂપ-યૌવનના બંધનમાં જકડાયેલ વિક્રમચરિત્ર પિતાને ધન્ય માની રહ્યો હતો અને તેને મિત્ર પણ આવું સુંદર નારીરત્ન નિહાળીને પ્રસન્નતા અનુભવી રહ્યો હતો.
ચાર દિવસ ને ચાર રાત પર્યત મનમોહિની સાથે વિક્રમચરિત્રે ઉપવનની એ કુટિરમાં યૌવનના મધુર મિલનને આનંદ અનુભવ્યો.
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ મહાત્સવ-ગ્રંથ
પાંચમી રાતે મનમેાહિની અનુભવી શકી કે પેાતે સગર્ભા થઈ લાગે છે, એટલે તે વહેલી જાગૃત થઈ અને એણે યુવરાજના હાથમાંની મુદ્રિકા કાઢી લીધી. યુવરાજ નિદ્રાના ગુલાખી ખેાળે કોઈ સ્વપ્નમાધુરીમાં મસ્ત બની ગયા હતા. કુટિરની બહાર તેના મિત્ર મંત્રીપુત્ર પણ ભરનિંદમાં પેયો હતા.
ચેાગિનીએ પુરુષવેશ ધારણ કર્યાં અને સ્વામીના ચરણ પર મસ્તક નમાવી તે વિદાય થઈ.
સૂર્યોદય થયા ત્યારે દેવકુમારના મિત્ર મ`ત્રીપુત્ર જાગ્યા અને દેવકુમારને જાગૃત કરવા એણે બૂમ મારી.
દેવકુમાર પણ જાગ્યા. એણે જોયુ કે શય્યામાં પ્રિયતમા નહેાતી. એણે માન્યું, કદાચ પ્રાતઃકાર્ય નિમિત્તે મહાર ગઈ હશે !
બન્ને મિત્રા પ્રાતઃકાર્ય આટાપવા માંડયા. માતાપિતા પાસેથી મેળવેલી રજા આજ પૂરી થઈ ગઈ હેાવાથી બન્ને મિત્રા આજ અતિ જવાના હતા અને ચેાગિનીને એક સ્વતંત્ર મકાનમાં રાખવાના તેમણે વિચાર પણ કર્યા હતા, એટલું જ નહી પણ એકાદ માસના પિરચય પછી તેની સાથે, ગમે તે મુશ્કેલી હાય તેપણુ, લગ્ન કરી લેવાને નિ ય કર્યા હતા.
પણ ચેાગિની કાં ?
અન્ને મિત્રા આસપાસ શેાધવા માંડયા. આમ તે ઉપવન કોઈની માલિકીનુ' ન હાવાથી સાવ નિર્જન હતું. નગરીના સહેલાણીએ કાઈ કોઈ વાર આ તરફ આવતા અને આવી બે-ચાર કુટિર હતી તેમાં રહીને ચાલ્યા જતા.
દિવસના પ્રથમ પ્રહર પૂરા થયા છતાં ચેાગિનીનાં દર્શન થયાં નહીં. બન્ને મિત્રો ભારે ચિ'તા સેવતા નદીકિનારે પહોંચ્યા. જેયુ' તે ત્યાં નૌકા પણ નહેાતી. આ જોઈ ને બન્નેને ભારે આશ્ચર્ય થયું': નૌકાના ચારે નાવિકા નૌકા લઈ ને કઈ તરફ ગયા હશે ?
મધ્યાહ્ન સુધી ખન્ને મિત્રોએ તપાસ કરી, પરંતુ ચેકિંગની ન મળી. હવે શું કરવું ? શુ' કોઈ દુષ્ટ માનવી ચેાગિનીને ઉઠાવી ગયા હશે ? આ પ્રશ્નોનુ સમાધાન પણ કેવી રીતે કરવું ?
એ જ વખતે ક્રૂરથી નૌકા આવતી દેખાણી. અન્ને મિત્રોના હૈયામાં કઈક આશા પ્રગટી. નૌકા તેા આવી પણ તેમાં નાવિકા સિવાય કોઈ નહેાતુ'. યુવરાજે પૂછ્યું : “ નૌકા લઈ ને કયાં ગયા હતા ? ”
ર
“ આપના મિત્રને ઘાટ પર મૂકવા ગયા હતા. એમને મહત્ત્વના કાર્યં નિમિત્તે આજે જ ચાંક જવાનું હાવાથી અમારે જવું પડયું..”
કુટિરમાં રાખેલા સરસામાન નાવિકા લઈ આવ્યા. અને બન્ને મિત્રા ભારે હૈચે નગરી
તરફ રવાના થયા.
૬
ભવન પર પહેાંચ્યા પછી મનમેાહિનીએ માતાને સઘળી વાત કહી અને માજીના ભવનને સ`પૂર્ણ કરવાનું જણાવી તે તરત ભૂગભગૃહમાં જવા નીકળી પડી.
Page #12
--------------------------------------------------------------------------
________________ શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી: સંઘર્ષ 87 પંદર દિવસ વિતી ગયા. આ દરમ્યાન યુવરાજે સાર્થવાહ પિળમાં તપાસ કરાવી તે જાણવા મળ્યું કે ગિની તે ચાર-છ દિવસ પૂરતી જ ત્યાં આવી હતી અને તે ઘણું સમયથી ચાલી ગઈ છે. એક વાર રાજા વીર વિક્રમને વિચાર આવ્યો કે મનમોહિનીને ગર્વ ખંડિત થયે કે કેમ તે જાણવું જોઈએ. એક સવારે તે ઉપવનના ભૂગર્ભગૃહની જાળી પાસે આવ્યો અને તેણે મનમોહિનીને સંબોધીને કહ્યું: “કેમ દીકરી, તારે નિર્ણય કર્યો કે નહિ?” ના પિતાજી ! મારે નિર્ણય તે અફર જ છે.” છતાં હું તને તક આપું છું એક વર્ષમાં તું મને જણાવજે.” “હું ધન્ય બની ! પરંતુ મને અહીં ઘણે આનંદ છે. પરમશાંતિ અને ધર્મધ્યાનમાં ચિત્ત પણ શાંત રહે છે.” મનમોહિનીએ કહ્યું. ઉત્તરોત્તર ગર્ભની વૃદ્ધિ થવા માંડી. પિતે તે સાવ નિર્ભય હતી. નવમે મહિને તે સુરંગ માગે પિતાને ઘેર ગઈ અને પિતાની જગ્યાએ પિતાની પ્રિય દાસીને મોકલી દીધી. સમયને જતાં વાર લાગતી નથી. પૂરે દિવસે કુશળ દાયણના હાથે મનમેહિનીને પુત્રને પ્રસવ થયે. શેઠે આ વાતને જાહેર થવા ન દીધી. ચાલીસમા દિવસે રાતે મનમાહિની પિતાના બાળક સાથે ભૂગર્ભગૃહમાં ચાલી ગઈ અને પિતાની દાસીને વિદાય કરી. - સવારે બાળકના રુદનને સ્વર સાંભળતાં જ ચેકી કરતી દાસી ચમકી ઊઠી. તે બોલીઃ દેવી, આ કેણ રડે છે?....” મારો પુત્ર રહે છે. તું મહારાજાને સંદેશે આપ કે યુવરાણી પિતાના પુત્ર સહિત આપનાં દર્શને આવવા માગે છે.” દાસી તે આશ્ચર્યવિમૂઢ બનીને મહારાજા પાસે ગઈ અને એમને આ સમાચાર આપ્યા. વીર વિક્રમ પણ અવાક્ બની ગયો. તે તરત ભૂગર્ભગૃહની જાળી પાસે આવ્યું. મનમોહિનીએ કહ્યું: “મહારાજ, આપની સાથે થયેલી શરત મુજબ હું પુત્રવતી બની છું; વિક્રમચરિત્ર કેવળ એક તરંગ છે એ વાત મેં સિદ્ધ કરી છે. આપ આપની પુત્રવધૂ અને આપના પુત્રના સ્વાગતને તત્કાળ પ્રબંધ કરે !" પણ આ બન્યું કેવી રીતે?” “પિતાજી, જે દેવોથી પણ ન સમજાય એ જ સ્ત્રીચરિત્ર. પ્રથમ મને રાજભવનમાં લઈ જાઓ. પછી આપના પુત્રને બોલાવીને પૂછજો.” એમ જ થયું. આશ્ચર્યવિમૂઢ બનેલા વીર વિક્રમે જ્યારે મનમેહિની પાસેથી સઘળી વાત સાંભળી અને વિક્રમચરિત્રની મુદ્રિકા રજૂ કરીને વિક્રમચરિત્રની હાજરીમાં યોગિનીએ પિતાની ઓળખાણ આપી ત્યારે તેને ગર્વ ગળી ગયા ! નર-નારીના સીધા સંઘર્ષમાં પુરુષ પરાજિત બન્યું ! પરંતુ આવી ચતુર અને ઉત્તમ પત્ની પ્રાપ્ત થવા બદલ દેવકુમાર ધન્ય ધન્ય બની ગયે. તેને પોતાની હારમાં પણ વિજયને અનુભવ થઈ રહ્યો હતે.