SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી સંઘર્ષ ૮૫ ના...જોષીના કહેવા પ્રમાણે મારાં લગ્ન થઈ શકે એમ નથી. અને જે અમુક મુદતમાં મનગમત પ્રિયતમ ન મળે તે માટે સદાને માટે મનને મારીને સંસારનો ત્યાગ કરવાને છે. એ મુદત પણ હવે પૂરી થવા આવી છે—માત્ર એક મહિનો ને ત્રણ દિવસ બાકી રહ્યા છે.” “ઓહ! શું આપને હજી સુધી એ કોઈ પુરુષ નથી મળ્યું?” ના. લગ્ન કર્યા વગર મિત્ર તરીકે રહે એ મનગમતે પુરુષ હજી સુધી મળે નથી. માત્ર આજે જ એક આશા હૈયામાં જાગી ઊઠી હતી. પરંતુ પરિચય જાણ્યા પછી એ આશા પણ હવામાં મળી ગઈ!” ગિનીએ નિરાશાને નિસાસો નાખતાં કહ્યું. “કઈ આશા ?” યુવરાજે ઉત્સુકતાથી પૂછયું. મનમોહિની કશું બોલી નહીં, પણ પ્રેમભરી નજરે યુવરાજ સામે જોઈ રહી. બને એકાંતમાં હતાં. બન્નેમાં યૌવનનું માધુર્ય છલકતું હતું. યુવરાજે ભાવભર્યા મન વડે યોગિનીને હાથ પકડી લેતાં કહ્યું : “એ ભાગ્યવંત નર કેણુ છે?” “આ૫ હજી પણ ન સમજી શક્યા?” ' ઓહ, હું ધન્ય બન્યા ! હું આપને મારા હૈયા સાથે જ રાખીશ. પ્રિયે, તારી પ્રથમ દષ્ટિએ જ હું પરવશ બની ગયો છું !” આજ હું પણ ધન્ય બની ગઈ તે નગરીની બહાર કઈ એકાંત સ્થળમાં આપણે જવું જોઈશે. લેકદષ્ટિએ હું ગિની છું. અને આ ભવન પણ મને બે દિવસ માટે જ મળ્યું છે...” મનમોહિનીએ બરાબર જાળ બિછાવી દીધી હતી. દેવકુમાર એ જાળ તોડવા સમર્થ નહે. બન્નેએ નૌકાવિહાર કરીને ચાર કોશ દૂરના એક ઉપવનમાં જવાનો નિર્ણય કર્યો. મનમોહિનીએ પુરુષવેશે તૈયાર થઈને સંધ્યા પહેલાં ઘાટ પર પહોંચી જવું એમ નક્કી થયું. ઊઠતી વખતે વિક્રમચરિત્રે ચેગિનીને બાહુબંધનમાં જકડી લીધી અને પ્રેમરસથી ભીંજવી દીધી. સંધ્યા સમયે મનમોહિની પુરુષવેશ ધારણ કરી માતાપિતાના આશીર્વાદ લઈને સિમાના ઘાટ પર પહોંચી ગઈ. એ વખતે એક સુંદર નૌકા પણ ઘાટ પાસે ઊભી હતી. એ નકામાં પોતાના મિત્ર સાથે દેવકુમાર ઊભે હતે. નૌકા ભવ્ય હતી. અંદર એક ખંડ હતે. ખંડમાં આરામનાં સાધનો હતાં. મનમોહિની એ નૌકા પર ચડી ગઈ. નૌકા ગતિમાન થઈ અંદરના ખંડમાં ગયા પછી મનમોહિનીએ પુરુષવેશ કાઢી નાખ્યું અને ગિનીને વેશ ધારણ કર્યો. રૂપ-યૌવનના બંધનમાં જકડાયેલ વિક્રમચરિત્ર પિતાને ધન્ય માની રહ્યો હતો અને તેને મિત્ર પણ આવું સુંદર નારીરત્ન નિહાળીને પ્રસન્નતા અનુભવી રહ્યો હતો. ચાર દિવસ ને ચાર રાત પર્યત મનમોહિની સાથે વિક્રમચરિત્રે ઉપવનની એ કુટિરમાં યૌવનના મધુર મિલનને આનંદ અનુભવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230257
Book TitleSangharsh
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages12
LanguageGujarati
ClassificationArticle & Story
File Size894 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy