________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહાત્સવ-ગ્રંથ
પાંચમે મહિને એક નવી દાસી આવી. મનમાહિનીએ વીર વિક્રમને પડકાર તે ઝીલી લીધેા હતા, અને તે પડકારના જવાબ આપવાની ચેાજના પણ ઘડી લીધી હતી. તેણે જમવાના બાજઠ જાળી પાસે રાખ્યા, અને તેના પર તે ઊભી રહી. પરંતુ હજી જાળી સુધી મેહું લઈ જઈ શકાય તેમ ન થયું', એટલે તેણે પલંગ ખેસવીને આ તરક્ રાખ્યા.
૮૦
પ્રથમ પાંચ-સાત દિવસ પર્યંત એણે એ દાસી સાથે, એના મનમાં કરુણા જન્માવે એવી એવી વાતા કરી. ત્યાર પછી પેાતાની એક મૂલ્યવાન મુદ્રિકા દાસીને આપતાં કહ્યું: “ એન, મારા માટે આ અલંકારો સાવ નકામા છે. આ મુદ્રિકાનું રત્ન ઘણું જ કીમતી છે. તુ' સુખેથી તે ધારણ કરજે !”
રિચારકવગ ધન જોઈ ને પાલિત પશુ સમા બની જાય છે. દાસીએ મનમેાહિનીના આવા દુ:ખ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી અને કહ્યું : “ આપે મહારાજા સાથે હાડ કરીને ભારે દુઃખ વહેારી લીધુ છે. મહારાજા ભારે હઠીલા છે; લીધી વાત મૂકતા નથી ! મારું માના તે આપ ક્ષમા માગી લ્યો ને હાર કબૂલે એટલે આપ જરૂર મુક્ત થઈ શકશેા.”
“ તારી વાત સાચી છે બેન! પણ એવી નામેાશી વહેારવા કરતાં આ ગૃહમાં રહેવું વધારે ઉત્તમ છે. અહી. હું નિરાંતે ધર્મધ્યાન કરી શકું છું. કેાઈની કૂથલી નહીં, કોઈ ના દ્વેષ નહી', મને અહીં ભારે સુખ છે. પરંતુ તુ' જે મારું એક કામ કરી શકે તે મારા પર મોટા ઉપકાર કર્યો ગણાશે.”
“ મહારાજાની સૂચનાની મર્યાદામાં આવતું કામ હશે તેા હું જરૂર એ કામ કરી દઈશ.” દાસીએ કહ્યું.
“ મહારાજાએ શી મર્યાદા મૂકી છે, એની તા મને ખબર નથી; પરં તુ આવતી કાલે મારો જન્મદિવસ છે--માર માબાપની હું એકની એક લાડકવાઈ કન્યા છું, મારા જન્મદિવસે તેએ મારા હાથનું પાન ખાઈને ભારે સુખ અનુભવે છે. ખાર મહિનામાં માત્ર એક જ વખત તે પાન ખાય છે. જો તું મારા ભવન પર મારા પિતાને મારા હાથે વાળીને આપું એ બે પાન આપી આવે તે મને શાંતિ થાય.”
દાસીએ તરત કહ્યું : “ આ કા'માં મહારાજાએ આપેલી સૂરાનાઓને ભંગ નથી થતા; હું જરૂર પાન આપી આવીશ; કારે આપવા જવાનુ છે ? ”
“ આવતી કાલે વહેલી સવારે.”
દાસી કબૂલ થઈ. અને ખીજે દિવસે એ પાન તૈયાર કરીને મનમેાહિનીએ જાળી વાટેથી દાસીને આપ્યાં.
દાસીને એક વાતની તે ખાતરી જ હતી કે નળી કાઈથી તૂટે એવી નથી અને જાળી વાટેથી કાઈ બહાર નીકળી કે જઈ શકે એમ પણ નથી.
“ બીજો કાંઈ સ`દેશા આપવા છે ? ” દાસીએ પ્રશ્ન કર્યાં.
“ મને આ રીતે પૂરી રાખી છે એ વાત મારા માતાપિતા કે કોઈ જાણતું નથી; મહારાજા અને એમના વિશ્વાસુ માણસા સિવાય કોઈને ખખર નથી. એટલે તુ' પણ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org