Book Title: Sangharsh
Author(s): Mohanlal C Dhami
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
View full book text
________________ શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી: સંઘર્ષ 87 પંદર દિવસ વિતી ગયા. આ દરમ્યાન યુવરાજે સાર્થવાહ પિળમાં તપાસ કરાવી તે જાણવા મળ્યું કે ગિની તે ચાર-છ દિવસ પૂરતી જ ત્યાં આવી હતી અને તે ઘણું સમયથી ચાલી ગઈ છે. એક વાર રાજા વીર વિક્રમને વિચાર આવ્યો કે મનમોહિનીને ગર્વ ખંડિત થયે કે કેમ તે જાણવું જોઈએ. એક સવારે તે ઉપવનના ભૂગર્ભગૃહની જાળી પાસે આવ્યો અને તેણે મનમોહિનીને સંબોધીને કહ્યું: “કેમ દીકરી, તારે નિર્ણય કર્યો કે નહિ?” ના પિતાજી ! મારે નિર્ણય તે અફર જ છે.” છતાં હું તને તક આપું છું એક વર્ષમાં તું મને જણાવજે.” “હું ધન્ય બની ! પરંતુ મને અહીં ઘણે આનંદ છે. પરમશાંતિ અને ધર્મધ્યાનમાં ચિત્ત પણ શાંત રહે છે.” મનમોહિનીએ કહ્યું. ઉત્તરોત્તર ગર્ભની વૃદ્ધિ થવા માંડી. પિતે તે સાવ નિર્ભય હતી. નવમે મહિને તે સુરંગ માગે પિતાને ઘેર ગઈ અને પિતાની જગ્યાએ પિતાની પ્રિય દાસીને મોકલી દીધી. સમયને જતાં વાર લાગતી નથી. પૂરે દિવસે કુશળ દાયણના હાથે મનમેહિનીને પુત્રને પ્રસવ થયે. શેઠે આ વાતને જાહેર થવા ન દીધી. ચાલીસમા દિવસે રાતે મનમાહિની પિતાના બાળક સાથે ભૂગર્ભગૃહમાં ચાલી ગઈ અને પિતાની દાસીને વિદાય કરી. - સવારે બાળકના રુદનને સ્વર સાંભળતાં જ ચેકી કરતી દાસી ચમકી ઊઠી. તે બોલીઃ દેવી, આ કેણ રડે છે?....” મારો પુત્ર રહે છે. તું મહારાજાને સંદેશે આપ કે યુવરાણી પિતાના પુત્ર સહિત આપનાં દર્શને આવવા માગે છે.” દાસી તે આશ્ચર્યવિમૂઢ બનીને મહારાજા પાસે ગઈ અને એમને આ સમાચાર આપ્યા. વીર વિક્રમ પણ અવાક્ બની ગયો. તે તરત ભૂગર્ભગૃહની જાળી પાસે આવ્યું. મનમોહિનીએ કહ્યું: “મહારાજ, આપની સાથે થયેલી શરત મુજબ હું પુત્રવતી બની છું; વિક્રમચરિત્ર કેવળ એક તરંગ છે એ વાત મેં સિદ્ધ કરી છે. આપ આપની પુત્રવધૂ અને આપના પુત્રના સ્વાગતને તત્કાળ પ્રબંધ કરે !" પણ આ બન્યું કેવી રીતે?” “પિતાજી, જે દેવોથી પણ ન સમજાય એ જ સ્ત્રીચરિત્ર. પ્રથમ મને રાજભવનમાં લઈ જાઓ. પછી આપના પુત્રને બોલાવીને પૂછજો.” એમ જ થયું. આશ્ચર્યવિમૂઢ બનેલા વીર વિક્રમે જ્યારે મનમેહિની પાસેથી સઘળી વાત સાંભળી અને વિક્રમચરિત્રની મુદ્રિકા રજૂ કરીને વિક્રમચરિત્રની હાજરીમાં યોગિનીએ પિતાની ઓળખાણ આપી ત્યારે તેને ગર્વ ગળી ગયા ! નર-નારીના સીધા સંઘર્ષમાં પુરુષ પરાજિત બન્યું ! પરંતુ આવી ચતુર અને ઉત્તમ પત્ની પ્રાપ્ત થવા બદલ દેવકુમાર ધન્ય ધન્ય બની ગયે. તેને પોતાની હારમાં પણ વિજયને અનુભવ થઈ રહ્યો હતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org