Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ dialog એ દિવસી સિદ્ધહસ્ત લેખક - પૂ. આ. શ્રી. વિજય પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ ઝંઝાવાતના એ દિવસો હતા ! ઝંઝાવાત જાગ્યો હતો, એ જેટલા ખેદની વાત ન હતી, એટલા સખેદાશ્ચર્યની વાત તો એ હતી કે જૈન સંઘના સભ્યપણાનો દાવો કરતા કેટલાક જૈનોએ જ એ ઝંઝાવાત જગવ્યો હતો. જૈન સંઘના ઝાકઝમાળને ઝાંખો પાડવાની મેલી મુરાદ ધરાવતા એ ઝંઝાવાતનો ઝંડો, હાથમાં ઝાલીને ‘સુધારક જૈન'નો દાવો કરનારો વર્ગ ત્યારે કૂદાકૂદ કરી રહ્યો હતો. ચોરાશી બંદરના વાવટા તરીકેનું મહત્ત્વ ધરાવતા “મુંબઈના માથે તો એ ઝંઝાવાત વધુ જોર-શોરથી ગાજી રહ્યો હતો. એથી મુંબઈનો શ્રદ્ધાળુ-જૈન સંઘ એ ઝંઝાવાતને પડકારે એવી શક્તિ વ્યક્તિની દર્દભરી પ્રતીક્ષા કરી રહ્યો હતો. ઝંઝાવાતનો એ કાળ એટલે જ વિ.સં. ૧૯૮૫-૧૯૮૬ની સાલનો એ સમય ! આજે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું નામસ્મરણ થતાંની સાથે જ એક અનોખી વ્યક્તિ શક્તિના પ્રભાવથી પ્રભાવિત જૈનજગતનું જે દર્શન થાય છે એ દર્શનનો ત્યારે ઉગમ કાળ હતો અને એ વ્યક્તિ શક્તિ પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજના નામ-કામ દ્વારા, ધીમે ધીમે સંઘ અને સમાજમાં વિશિષ્ટ સ્થાન-માન પામીને, સહુને મહત્ત્વનું ને મનનીય માર્ગદર્શન આપવાનું કાર્ય, કોઈનીય શેહ કે શરમમાં તણાયા વિના ખુમારીથી આગળ ધપાવી રહી હતી, શ્રી રામવિજયજી મહારાજના હુલામણા નામે વધાવાતી એ ખમીરી જ્યાં જ્યાં જતી, ત્યાં ત્યાં જમાનાવાદના ઝંઝાવાત સામે એ નક્કર ટક્કર લેતી અને એથી સુધારકોની ભેદીચાલ જગ-જાહેર થઈ જતી. સુધારકતાનો સ્વાંગ ધરાવતી એ કુધારકતાના કાળા પડદાને ચીરતાં ચીરતાં

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 630