Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ આપવો એ જ તમારો ધર્મ છે, કદાચ તમે સાથ ન આપી શકો, તો ય મૌન રહેવાની તમારી ફરજ છે એના બદલે તમે અમને અટકાવવા આવ્યા છો. એ બહુ દુ:ખની વાત ગણાય !” જેને ખોટી શેહ-શરમ નડે એ સાધુની સાધુતા સબળ ન ગણાય. પૂજ્યશ્રીના બોલમાં ઘુમરાતી બહાદૂરી, નયનોમાં નાચતી નીડરતા અને મોં પર મલકાતી મર્દાનગીની કોઈ જાદૂઈ અસર થઈ અને પ્રવચન બંધ રખાવવા આવેલા શ્રદ્ધાળુઓને પોતાની ભૂલનો તરત જ ખ્યાલ આવી ગયો. એમણે શાસન-સેવાની મશાલને વધુ સુદૃઢતાથી ઉઠાવીને ઠેર ઠેર ઘૂમવાનો નિર્ણય કર્યો ને મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજના શાસનના મર્મને સમજાવતા અને જમાનાવાદની સામે કાતિલ ઘા કરતા એ પ્રવચનોનો પ્રવાહ વધુ જોરશોરથી વહી રહ્યો. આ અરસાનું મુંબઈનું વાતાવરણ જ ઝંઝાવાતથી ભરેલું હતું. મહાવીર-વિદ્યાલયની સામે શાસન રક્ષકોએ જગાવેલી વિરોધી ઝુંબેશે એ ઝંઝાવાતમાં ઠીક ઠીક જોશ પૂર્યું હતું. પૂ. પંન્યાસજી શ્રી ખાંતિવિજયજી મહારાજની ચકોર નજરે વિદ્યાલયની કેટલીક અજુગતી પ્રવૃત્તિઓને પકડી પાડી હતી અને એની સામે મહત્ત્વનું માર્ગદર્શન કરાવતા એઓ ઠેર ઠેર એ જ વાતને પોતાના પ્રવચનોમાં કહેતા હતા કે, “બુટ ચંપલો પહેરીને ધાર્મિક-પુસ્તકોનું શિક્ષણ-વાંચન કરી શકાય નહિ. મહાવીરનું પ્રભુનું નામ ધરાવતી સંસ્થા, હિંસાને વધારનારું શિક્ષણ આપી જ ન શકે.’ વિરોધના આ મુદ્દાને એઓ ખૂબ જ વિસ્તૃત કરીને સમજાવતા હતા, એથી વિદ્યાલયના પક્ષપાતી સુધારકોએ એમને ‘દેડકાચાર્ય' તરીકે નવાજ્યા હતા. | શ્રી રામવિજયજી મહારાજે પણ વિદ્યાલયના વિરોધ અંગે માર્ગદર્શન આપવું શરુ કર્યું. એથી વિરોધમાં આવેલા વેગને ખાળવા વિદ્યાલયની એ વખતની આગેવાન-ત્રિપુટી એમની સમક્ષ ઉપસ્થિત થઈ. એણે કહ્યું “આપના જેવા મુનિરાજોએ તો વિદ્યાલય જેવી ઉપકારક સંસ્થાઓનો પ્રચાર કરવો જોઈએ, એના બદલે આપ વિરોધ કેમ કરો છો ?' - પૂજ્યશ્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, “આ મહાવીર વિદ્યાલયની સ્થાપના થઈ, ત્યારે એ જ આશય હતો કે, બહારગામથી મુંબઈ ભણવા માટે આવનાર બાળકો રાત્રિ-ભોજન ત્યાગ, અભક્ષ્ય-ભક્ષણ ત્યાગ, જિનપૂજા, નવકારશી આદિ ધર્મ-સંસ્કારોને વળગી રહીને, થોડું ઘણું ધાર્મિક શિક્ષણ પામી શકે ! બોલો, મારી આ સમજણ તો ખોટી નથી ને ?” ૧૦

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 630