Book Title: Samyak Shraddharahit Gyanni Asarthakta Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 4
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૭૭ અને શ્રદ્ધા નષ્ટ થાય છે યા શિથિલ બને છે. શ્રદ્ધાને ઘડનાર, સ્થિર કરનાર કે વધારનાર જ્ઞાન જેમ સહાયક અને આદરણીય છે, તેમ શ્રદ્ધાને બગાડનાર, ઉખેડનાર કે નાશ કરનાર જ્ઞાન તેટલું જ અનર્થકારક અને અનાદરણીય છે. બધાને મથિતાર્થ એ જ છે કે-જે માનવીને ચઢાવ કે પાડ હોય, તે સૌથી પ્રથમ એની વિચારણાને પલટાવવાની જ મોટામાં મોટી આવશ્યક્તા રહે છે અને એટલા માટે કઈ પણ ક્ષેત્રના નાયકે સૌથી પ્રથમ પ્રયત્ન તેને માટે જ કરે છે. આ ઉપરથી વસ્તુસ્થિતિ જાણનારા બહુ સહેલાઈથી સમજી શકશે કે શ્રી જૈનશાસને વિપરીત શ્રદ્ધાનરૂપ મિથ્યાત્વને પરમ શત્રુ તરીકે સ્વીકાર્યો છે તે સોએ સો ટકા વ્યાજબી છે. મિથ્યાત્વ એ વિચારોને વિપરીત માર્ગ પલટાવનાર છે અને એટલા માટે જ શ્રી જૈનશાસનથી યુત કરવાને ઈરાદો ધરાવનાર કોઈ પણ આત્મા શ્રી જૈનશાસનને અનુસરનાર આત્માઓની સમ્યક શ્રદ્ધા ઉપર પ્રથમ ઘા કરે છે. શ્રદ્ધા ઉપર ઘા કર્યા વિના કેવળ આચારોને બેટા વર્ણવવાને પ્રયત્ન કરનારા શ્રી જૈનશાસનને પરાજિત કરવા માટે કદી પણ સફળ થઈ શકતા નથી. જેટલી સફળતા તેઓ શ્રદ્ધાને નબળી પાડવામાં મેળવી શકે છે, તેટલી જ સફળતા તેઓને ત્યાર પછી બીજા કાર્યોમાં મળી શકે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખીને જ કેટલાક બહુલકમ આત્માઓ શ્રી જિનમતના અનુયાયીઓની શ્રદ્ધાના પાયા હચમચાવવા ભારે પ્રયત્ન કરી રહ્યા હોય તેમ જોઈ શકાય છે. શાસનને પાયે શ્રદ્ધા છે અને એ શ્રદ્ધાને જ ઉડા ૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5