Page #1
--------------------------------------------------------------------------
________________
૧૭૪ ]
શ્રી જી. અ. જન ગ્રન્થમાલા
સમ્યક્ શ્રદ્ધારહિત જ્ઞાનની અસાકતા
શ્રદ્ધાની પ્રાપ્તિ એ સૌથી દુષ્કર છે. જ્ઞાનપ્રાપ્તિ એ દુન્યવી લે।ભથી પણ થઇ શકે છે, જ્યારે દુન્યવી લાભ એ સમ્યક્ શ્રદ્ધાની પ્રાપ્તિમાં કામ આવી શકતા નથી, ઊલટા અંતરાયરૂપ થઇ પડે છે. સાડા નવ પૂર્વના જ્ઞાની પણુ અશ્રદ્ધાળુ રહી ગયા અને અલ્પ જ્ઞાનને ધરનારા પણ શ્રી જિનવચન પ્રત્યે નિઃશ’કણે શ્રદ્ધાળુ આત્માએ ઉભય લેાક સાધી ગયા. શ્રદ્ધાની પ્રાપ્તિ દુષ્કર એટલા માટે છે કેઅમુક અંશે પણ દુન્યવી સ્વાથી નિઃસ્પૃહ અન્યા વગર તે પ્રગટ થઈ શક્તી નથી, જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ સર્વ પ્રકારના દુન્યવી સ્વાથથી ભરેલા આત્માઓમાં પણ દુન્યવી દૃષ્ટિએ ઊંચામાં ઊંચી કેડિટની લાગે તેવી પણ થઈ શકે છે. એ કારણે ઉત્તમ અગર અધમ મનુષ્યની સાચી પરીક્ષા ‘ તેનામાં કેટલું જ્ઞાન છે?” એની તપાસ એ દ્વારા થઈ શકતી નથી, પરંતુ ‘તે કેવી જાતિની શ્રદ્ધા ધરાવે છે? ” અર્થાત્ ‘તેની શ્રદ્ધા, વિશ્વાસ અને રુચિ કયા પદાર્થ ઉપર છે ? ’ એની પરીક્ષા એ દ્વારા જ થઈ શકે છે.
"
ઊંચી કૈાટિનું જ્ઞાન ધરાવનાર આત્મા પણ જો અધમ કૅટિની રુચિવાળા હાય, તે તે દુનિયામાં પણ ઉત્તમ ગણાત નથી. મનુષ્યની પરીક્ષા તેની રુચિ ઉપર છે પણ માત્ર જ્ઞાન ઉપર નથી. ધનની રુચિવાળા જ્ઞાની પણ પાપી મને છે અને ધર્મની રચવાળા અજ્ઞાની પણ નિષ્પાપ જીવન ગાળી શકે છે. જીવનમાં પાપી ખનવું કે નિષ્પાપ બનવું તેના મૂખ્ય
Page #2
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ આધાર જ્ઞાન ઉપર નથી પણ રુચિ ઉપર છે. એ ચિને સુધારનાર જ્ઞાન તારક છે, અને બગાડનાર જ્ઞાન ડૂબાવનાર છે.
અધમ અચિવાળા આત્માઓ પોતાની તે ચિને છેડી નહિ શકતા હોવાથી ઉત્તમ રુચિવાળા આત્માઓ પ્રત્યે તેમને વિરોધ ચાલુ હોય છે. એ વિરોધનું મૂળ રુચિને ભેદ છે. જ્યાં સુધી બે વિરુદ્ધ પ્રકારની રુચિ રહેવાની છે ત્યાં સુધી એ વિરોધ પણ કાયમ રહેવાનો છે. એ વિરોધને જેઓ ટાળવા ઈચ્છતા હોય, તેઓએ રચિનો ભેદ ટાળવાની પ્રથમ આવશ્યક્તા છે. પરસ્પર વિરુદ્ધ રુચિવાળા
જ પિતાની તે રુચિને સમાન બનાવ્યા વગર એકમતિ બનાવવા માગતા હોય અગર તેઓને જે કઈ એકમતિ બનાવવા ઈચ્છતું હોય, તે તેઓની તે ઈરછા કેવી રીતિએ ફલિભૂત થવાની છે? એકમતિ બનવા માટે રુચિની એકતા કરવી એ પ્રથમ આવશ્યક છે.
તે ચિની એક્તા કરવાનો પ્રયાસ કર્યા વગર જ જગતને એક અભિપ્રાયવાળું બનાવી દેવાની ચેષ્ટા કરવી, એ એક બાલિશ ચેષ્ટા જ છે. સર્વધર્મસમભાવ, સર્વદર્શનસમભાવ, સર્વશાસ્ત્રસમભાવ આદિની વાત કરનારા એ ધર્મરુચિ સમાજને ધર્મરુચિથી ભ્રષ્ટ કરી અધર્મરુચિ બનાવવા માટે પ્રયાસ કરનારા છે. જ્યાં સુધી ચિભેદ રહેવાને છે ત્યાં સુધી ધમભેદ પણ રહેવાને છે, ધર્મભેદ રહેવાને છે ત્યાં સુધી દર્શનભેદ પણ રહેવાને છે, દર્શનભેદ રહેવાને છે ત્યાં સુધી શાસ્ત્રભેદ પણ રહેવાનું જ છે અને શાસ્ત્રભેદ રહેવાને છે ત્યાં સુધી જ્ઞાનભેદ પણ રહેવાને છે. એ જ રીતિએ
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૭૬ ]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા સર્વજાતિસમભાવ, સર્વ સંપ્રદાયસમભાવ, નરનારીસમભાવ આદિની વાત પણ તેટલી જ ઉન્માર્ગે દોરનારી છે. જ્યાં સુધી આચારભેદ રહેવાને છે ત્યાં સુધી વિચારભેદ પણ રહેવાને છે. જ્યાં સુધી વિચારભેદ રહેવાને છે ત્યાં સુધી
ગ્યતાભેદ પણ રહેવાને છે અને જ્યાં સુધી રેગ્યતભેદ રહેવાને છે ત્યાં સુધી સંપ્રદાયભેદ અને નરનારીને ભેદ પણ રહેવાને જ છે.
વિના શ્રદ્ધા જ્ઞાનની પ્રાપ્તિ શક્ય નથી અને શ્રદ્ધાથી ચુત થનારાને વિનિપાત સુનિશ્ચિત છે. શ્રદ્ધા એ સર્વ ગુણોનું મૂળ છે. પરમાર્થના કે વ્યવહારના માર્ગમાં શ્રદ્ધાભ્રષ્ટ આત્માઓ સર્વદા નાલાયક મનાય છે. જે કોઈ પણ આત્માને તેના કલ્યાણમાર્ગમાંથી ભ્રષ્ટ કરવું હોય, તો તેને સરળમાં સરળ ઉપાય એ છે કે-સૌથી પ્રથમ તેના કલ્યાણમાર્ગની શ્રદ્ધાથી ભ્રષ્ટ કરે. માનસશાસ્ત્રીઓનું પણ કહેવું છે કે-વિચાર એ આચારને ઘડનાર છે. જે કોઈ માણસને સુધારો યા બગાડ હોય, તે સૌથી પહેલાં તેના વિચારે ફેરવવા પ્રયત્ન કરે જોઈએ. જ્યાં સુધી તે પિતાના વિચા
માં મક્કમ હશે ત્યાં સુધી તેને તેના આચારમાર્ગથી ખસેડ દશકય છે.
સવિચારેની મક્કમતાનું નામ જ શ્રદ્ધા છે. સાચી શ્રદ્ધા આત્મપરિણામરૂપ હોય છે. એ શ્રદ્ધા જ્ઞાનથી ઘડાય છે એ વાત સાચી છે, તે પણ સર્વ પ્રકારનું જ્ઞાન શ્રદ્ધાને ઘડનાર કે દઢ કરનાર જ થાય છે એમ કહેવું એ સાચું નથી. જ્ઞાનથી જેમ વિચારો અને શ્રદ્ધા મક્કમ બને છે, તેમ જ્ઞાનથી જ વિચારે
Page #4
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૭૭ અને શ્રદ્ધા નષ્ટ થાય છે યા શિથિલ બને છે. શ્રદ્ધાને ઘડનાર, સ્થિર કરનાર કે વધારનાર જ્ઞાન જેમ સહાયક અને આદરણીય છે, તેમ શ્રદ્ધાને બગાડનાર, ઉખેડનાર કે નાશ કરનાર જ્ઞાન તેટલું જ અનર્થકારક અને અનાદરણીય છે. બધાને મથિતાર્થ એ જ છે કે-જે માનવીને ચઢાવ કે પાડ હોય, તે સૌથી પ્રથમ એની વિચારણાને પલટાવવાની જ મોટામાં મોટી આવશ્યક્તા રહે છે અને એટલા માટે કઈ પણ ક્ષેત્રના નાયકે સૌથી પ્રથમ પ્રયત્ન તેને માટે જ કરે છે.
આ ઉપરથી વસ્તુસ્થિતિ જાણનારા બહુ સહેલાઈથી સમજી શકશે કે શ્રી જૈનશાસને વિપરીત શ્રદ્ધાનરૂપ મિથ્યાત્વને પરમ શત્રુ તરીકે સ્વીકાર્યો છે તે સોએ સો ટકા વ્યાજબી છે. મિથ્યાત્વ એ વિચારોને વિપરીત માર્ગ પલટાવનાર છે અને એટલા માટે જ શ્રી જૈનશાસનથી યુત કરવાને ઈરાદો ધરાવનાર કોઈ પણ આત્મા શ્રી જૈનશાસનને અનુસરનાર આત્માઓની સમ્યક શ્રદ્ધા ઉપર પ્રથમ ઘા કરે છે. શ્રદ્ધા ઉપર ઘા કર્યા વિના કેવળ આચારોને બેટા વર્ણવવાને પ્રયત્ન કરનારા શ્રી જૈનશાસનને પરાજિત કરવા માટે કદી પણ સફળ થઈ શકતા નથી. જેટલી સફળતા તેઓ શ્રદ્ધાને નબળી પાડવામાં મેળવી શકે છે, તેટલી જ સફળતા તેઓને ત્યાર પછી બીજા કાર્યોમાં મળી શકે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખીને જ કેટલાક બહુલકમ આત્માઓ શ્રી જિનમતના અનુયાયીઓની શ્રદ્ધાના પાયા હચમચાવવા ભારે પ્રયત્ન કરી રહ્યા હોય તેમ જોઈ શકાય છે. શાસનને પાયે શ્રદ્ધા છે અને એ શ્રદ્ધાને જ ઉડા
૧૨.
Page #5
--------------------------------------------------------------------------
________________ 178] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાળા વવા પ્રયત્ન કરનારા શાસનના પાયાને જ ઉખાડવાને પ્રયત્ન કરનારા છે. શ્રદ્ધા ચાને સન્માર્ગ પ્રત્યેની રુચિ, એ માનવસમાજનું અને જૈન સમાજનું અમૂલ્ય ધન છે. એ ધન જેટલું અમૂલ્ય છે, તેટલું જ તેનું રક્ષણ કરવું કઠિન છે. અમૂલ્ય વસ્તુઓને પડાવી લેનાર, પડાવી લેવા માટે તાકી રહેનારા અને એ ચાલ્યું જાય છે તે રાજી થનારા દુનિયામાં ઓછા દેતા નથી. વિપરીત શ્રદ્ધાનરુપ મિથ્યાત્વના નાશને પરમ ઉપાય જગના એકના એક સન્માર્ગરૂપ શ્રી અરિહંતાદિ સુદેવ, સુગુરુ અને સુધર્મતત્વની યથાર્થ શ્રદ્ધાપૂર્વક આરાધના જ છે. સાચી શ્રદ્ધા જે જડ શ્રદ્ધા શાસ્ત્રપ્રામાણ્ય પર અવલંબે છે અને આત્મનિક બનવાને પરિશ્રમ કથા વિના ધર્મનાં આશ્વાસન અનુભવવા ઈચ્છે છે, તે શ્રદ્ધા અથવા સદ્દભૂત અર્થોનું તથાવિધ આત્મપરિણતિ વિનાનું શ્રદ્ધાન અને સ્વાનુભવના પાયા પર સ્થિર અને દઢમૂલ થયેલી શ્રદ્ધા, એ બેમાં જમીન-આસમાનનો ફરક છે. શ્રદ્ધા એટલે કોઈ એક અથવા અનેક મતમતાંતર નહિ. પછી ભલેને તે ગમે તેટલાં સાચાં કાં ન હોય ? શ્રદ્ધા એ આત્માની આંખ છે. જેમ ભૌતિક ઈદિ દ્વારા ભૌતિક વસ્તુઓનું આકલન થાય છે, તેમ જે શક્તિવડે અતીન્દ્રિય-આધ્યાત્મિક વસ્તુઓનું આકલન થાય છે તે શક્તિનું નામ શ્રદ્ધા છે અને એ જ સાચી શ્રદ્ધા છે.