Book Title: Samvatsarik Kshamapana Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 4
________________ સાંવત્સરિક ક્ષમાપના ૩૩ મોટું વેર વાળે છે. પરંતુ સહિષ્ણુ અને ઉદાર એવા મહામના માણસો એવા પ્રસંગે પણ એને સાચી ક્ષમા આપી, એનું હિત ઇચ્છે છે. બીજા જીવો પ્રત્યે હૃદયમાં સાચો કરુણાભાવ હોય તો જ આમ બની શકે. ક્ષમા એ કરુણાની બહેન છે, અને અહિંસાની દીકરી છે. ક્ષમા ધારણ કરવામાં ઘણી મોટી નૈતિક હિંમતની અપેક્ષા રહે છે. એટલા માટે જ ક્ષમા वीरस्य भूषणम्, क्षमा तेजस्विनाम् गुणः, क्षमा रूपं तपस्विनाम् वगेरे (तिखो પ્રચલિત છે. એટલા માટે જ ક્ષમાના અવતાર એવા પંચ પરમેષ્ઠીને – સાધુથી અરિહંતો(તીર્થંકરો)ને આપણે ‘ક્ષમાશ્રમણ' (ખમાસમણ) કહીને વંદન કરીએ છીએ. કેટલાક કહે છે કે ક્ષમા એ પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેની સીડી છે. કેટલાક એને સ્વર્ગના દ્વાર તરીકે ઓળખાવે છે. “Mutual forgiveness of each vice, Such are the gates of paradise." જૈન ધર્મમાં તો ક્ષમાને મોક્ષના ભવ્ય દરવાજા તરીકે ઓળખાવવામાં આવી છે. ક્ષમાના હૃદયપૂર્વકના સાચા ભાવથી જીવને મોટી કર્મનિર્જરા થાય છે. ક્ષમા કર્મક્ષય દ્વારા, મુક્તિ સુધી જીવને પહોંચાડે છે. ક્ષમાપના વગર કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક આરાધના પરિપૂર્ણ થતી નથી. જેણે આરાધનાની ઇમારત ચણવી હોય તેણે ક્ષમાનો પાયો નાખવો પડશે. ક્ષમા માગીને તથા ક્ષમા આપીને જે ઉપશાન્ત થતો નથી તે સાચો આરાધક બની શકતો નથી. ભદ્રબાહુસ્વામીએ એટલા માટે જ કહ્યું છે ઃ जो उवसमइ तस्स अस्थि आराहणा । जो न उवसमइ तस्स नत्थि आराहणा । तुम्हा अप्पणा चेव उवसमियव्यं । ક્ષમાની સાથે મૈત્રી જોડાયેલી છે. મૈત્રી હોય ત્યાં વેરભાવ ન હોય. ક્ષમા સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતા સ્થાપવામાં ઘણો મોટો ફાળો આપે છે. એટલા માટે જ કેટલાક લોકોનું નિરંતર ભાવરટણ હોય છે : खामेमि सव्व जीवे, सव्वे जीवा खमंतु मे । मिती मे सव्व भूएसु, वेरं मज्झ न केणई ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5