Book Title: Samvatsarik Kshamapana Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 1
________________ સાંવત્સરિક ક્ષમાપના જીવન જીવવા માટે અનેક લોકોના સ્થળ કે સૂક્ષ્મ સહકારની અપેક્ષા રહે છે. બધાંની શારીરિક, માનસિક કે આત્મિક શક્તિ એકસરખી હોતી નથી, એથી વ્યક્તિ-વ્યક્તિના પુરુષાર્થમાં ફરક રહે છે; પરંતુ જેમની પાસે કર્મયોગે વધુ શક્તિ હોય છે તેવી વ્યક્તિઓમાં ક્યારેક સહકારને બદલે અસહકાર, સ્વાર્થ, અહંકાર જેવાં લક્ષણો આવી જાય છે. એથી વ્યવહારની સમતુલા ખોરવાય છે. કેષ, ધિક્કાર, ઈર્ષા, નિદા, અહિતચિંતા વગેરે ભાવોમાંથી ઘર્ષણ અને વૈરવૃત્તિ પ્રગટ થાય છે. એકબીજાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થાય છે. બદલો લેવાની ભાવના જાગે છે. અનુદારતા, અસહિષ્ણુતા, અક્ષમા વગેરેની વૃત્તિઓ જોર પકડતાં પરસ્પરનો વ્યવહાર દૂષિત થાય છે. ઉપેક્ષાઅણબનાવથી માંડીને લડાઈ-ઝઘડા સુધી વાત પહોંચે છે. એવા દૂષિત વ્યવહારને ફરીથી સ-રસ, સુખમય, શાંતિમય બનાવવા માટે પ્રેમ, સહકાર, ઉદારતા, સહિષ્ણુતા વગેરેની સાથે ક્ષમાની પણ અતિશય આવશ્યકતા રહે છે. પોતની ભૂલનો એકરાર કરીને ક્ષમા માગવી અને પોતાના પ્રત્યે બીજાએ ભૂલ કરી હોય તો તે માટે તેને ઉદાર દિલથી ક્ષમા આપવી એમ ઉભય પ્રકારે, ક્ષમાપના કરવાની હોય છે. આપણું અજ્ઞાન, આપણી ક્યાં ભૂલ થઈ છે તેનું ભાન આપણને ક્યારેક થવા દેતું નથી. કેટલીક ભૂલો તદ્દન નજીવી હોય છે; તો કેટલીક ભયંકર, જીવસંહારની કોટિ સુધીની હોય છે. જે માણસ જાગ્રત છે તે પોતાની ભૂલ સમજાતાં એકરાર કરીને તત્ક્ષણ ક્ષમા માગી લે છે. ક્યારેક ભૂલની ખબર મોડી પડતાં ક્ષમા માગવામાં સકારણ વિલંબ થાય છે. ક્યારેક આપણી ભૂલ ઇરાદાપૂર્વકની હોય, તો ક્યારેક અજાણતાં થઈ ગઈ હોય. ક્યારેક કેટલાક અશુભ વિચારો આપણા ચિત્તમાં ઊઠીને શમી જાય છે. એના માત્ર આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5