Page #1
--------------------------------------------------------------------------
________________
સાંવત્સરિક ક્ષમાપના
જીવન જીવવા માટે અનેક લોકોના સ્થળ કે સૂક્ષ્મ સહકારની અપેક્ષા રહે છે. બધાંની શારીરિક, માનસિક કે આત્મિક શક્તિ એકસરખી હોતી નથી, એથી વ્યક્તિ-વ્યક્તિના પુરુષાર્થમાં ફરક રહે છે; પરંતુ જેમની પાસે કર્મયોગે વધુ શક્તિ હોય છે તેવી વ્યક્તિઓમાં ક્યારેક સહકારને બદલે અસહકાર, સ્વાર્થ, અહંકાર જેવાં લક્ષણો આવી જાય છે. એથી વ્યવહારની સમતુલા ખોરવાય છે. કેષ, ધિક્કાર, ઈર્ષા, નિદા, અહિતચિંતા વગેરે ભાવોમાંથી ઘર્ષણ અને વૈરવૃત્તિ પ્રગટ થાય છે. એકબીજાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થાય છે. બદલો લેવાની ભાવના જાગે છે. અનુદારતા, અસહિષ્ણુતા, અક્ષમા વગેરેની વૃત્તિઓ જોર પકડતાં પરસ્પરનો વ્યવહાર દૂષિત થાય છે. ઉપેક્ષાઅણબનાવથી માંડીને લડાઈ-ઝઘડા સુધી વાત પહોંચે છે. એવા દૂષિત વ્યવહારને ફરીથી સ-રસ, સુખમય, શાંતિમય બનાવવા માટે પ્રેમ, સહકાર, ઉદારતા, સહિષ્ણુતા વગેરેની સાથે ક્ષમાની પણ અતિશય આવશ્યકતા રહે છે.
પોતની ભૂલનો એકરાર કરીને ક્ષમા માગવી અને પોતાના પ્રત્યે બીજાએ ભૂલ કરી હોય તો તે માટે તેને ઉદાર દિલથી ક્ષમા આપવી એમ ઉભય પ્રકારે, ક્ષમાપના કરવાની હોય છે.
આપણું અજ્ઞાન, આપણી ક્યાં ભૂલ થઈ છે તેનું ભાન આપણને ક્યારેક થવા દેતું નથી. કેટલીક ભૂલો તદ્દન નજીવી હોય છે; તો કેટલીક ભયંકર, જીવસંહારની કોટિ સુધીની હોય છે. જે માણસ જાગ્રત છે તે પોતાની ભૂલ સમજાતાં એકરાર કરીને તત્ક્ષણ ક્ષમા માગી લે છે. ક્યારેક ભૂલની ખબર મોડી પડતાં ક્ષમા માગવામાં સકારણ વિલંબ થાય છે. ક્યારેક આપણી ભૂલ ઇરાદાપૂર્વકની હોય, તો ક્યારેક અજાણતાં થઈ ગઈ હોય. ક્યારેક કેટલાક અશુભ વિચારો આપણા ચિત્તમાં ઊઠીને શમી જાય છે. એના માત્ર આપણે
Page #2
--------------------------------------------------------------------------
________________
સાંવત્સરિક ક્ષમાપના
પોતે જ સાક્ષી હોઈએ છીએ. ક્યારેક અશુભ વિચારા બીજા આગળ શબ્દમાં વ્યક્ત થઈ જાય છે, પરંતુ એ પ્રમાણે સ્થળ આચરણ કરતાં આપણે અટકી છીએ; તો ક્યારેક વિચારના આવેગ કે ભાવના આવેશ પ્રમાણે સ્થૂળ દોષ પણ કરી બેસીએ છીએ.
મનુષ્યનું ચિત્તતંત્ર એટલું બધું સંકુલ છે કે એમાં ઊઠતા પ્રત્યેક અશુભ વિચારની ગણતરીપૂર્વકની નોંધ રાખવાનું સરળ નથી. માટે જ ક્ષમાપનાનો આચાર વ્યાપક કારણે અને ધોરણે સ્વીકારવાની જરૂર રહે છે. એટલા માટે જ મન, વચન અને કાયાથી તથા કરતાં, કરાવતાં અને અનુમોદતાં એમ ત્રિવિધેત્રિવિધ પ્રકારે (નવ કોટિએ) અને તે પણ જાણતા-અજાણતાં થયેલો દોષો માટે ક્ષમા માગવાની હોય છે. એ માગતી વખતે ગરીબ-તવંગર, સુશિક્ષિત-અશિક્ષિત, નાના-મોટા, ગુરુ-શિષ્ય, શેઠ-નોકર ઇત્યાદિના ભેદનો વિચાર ન કરતાં પોતે જ સામેથી ક્ષમા માગી લેવી જોઈએ.
આપણે કયા માણસની ક્ષમા માગીશું? માત્ર માણસ શા માટે ? સમસ્ત જીવરાશિની હાથ જોડી, નતમસ્તકે, હૃદયમાં ધર્મભાવ ધારણ કરીને ક્ષમા માગીએ, કે જેથી અજાણતાં કોઈ પણ જીવની ક્ષમા માગવાનું રહી ન જાય, શાસ્ત્રકાર કહે છે :
सव्वस्स जीवरासिस्स भावओ धम्मनिहिअ निअ चित्तो।
सव्वं खमावईता खमामि सव्वस्स अहयंपि।। શાસ્ત્રકારોએ કાળની દૃષ્ટિએ દૈનિક, પાલિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એવા ચાર મુખ્ય પ્રકાર ક્ષમાપના માટે બતાવ્યા છે. પહેલા ત્રણ પ્રકાર ચૂકી જવાય તો છેવટે સાંવત્સરિક ક્ષમાપના તો દરેક માણસે અવશ્ય કરી જ લેવી જોઈએ, કે જેથી એ ઋણમાંથી મુક્ત થઈ જવાય, શાસ્ત્રકારો કહે છે કે જે માણસ સાંવત્સરિક ક્ષમાપના ચૂકી જાય છે એને કષાયો અનંતાનુબંધી બની જાય છે. વળી એને જો સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય તો તે ચાલ્યું જાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે અને કષાયોની મંદતા માટે ક્ષમાના તત્ત્વને એથી જીવનમાં ઉતારવાની આવશ્યકતા છે.
ભૂલ તો બધાંની થાય, પણ ક્ષમા બધાં માગતાં નથી. પરંતુ જે ક્ષમા માગે છે અથવા બીજાને ક્ષમા આપે છે તેના જીવનમાં દેવી અંશો પ્રગટ થાય છે. To en is human, but to forgive is divine. ક્ષમા માગવી અને આપવી એ અપ્રમત્ત ચિત્તની નિશાની છે. ક્ષમા સાથે જો પશ્ચાત્તાપ, હૃદય-પરિવર્તન,
Page #3
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ
ફરી એવી ભૂલ ન થાય તે માટેનો સંકલ્પ ઇત્યાદિ સંકળાયેલાં હોય તો તે પ્રકારની ક્ષમા ઊંચા પ્રકારની બને છે,
૩૨
માત્ર ઉપચાર તરીકે શોચ્ચાર કરીને ‘મિચ્છા મિ દુક્કડમ્’ કહેવું એ દ્રવ્ય-ક્ષમા છે. વ્યવહારમાં એની પણ આવશ્યકતા છે; પરંતુ માણસે દ્રવ્યક્ષમામાં અટકી ન જતાં ભાવ-ક્ષમા સુધી પહોંચવાનું છે.
ક્ષમાના પાંચ પ્રકાર ગણાવવામાં આવે છે : ઉપકાર-ક્ષમા, અપકારક્ષમા, વિપાક-ક્ષમા, વચન-ક્ષમા (આજ્ઞા-ક્ષમા) અને ધર્મ-ક્ષમા. જેણે આપણા ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો હોય તેવી વ્યક્તિને એની ભૂલ માટે આપણે તરત માફ કરી દઈએ છીએ. એ ઉપકાર ક્ષમા છે. જેના તરફથી આપણા ઉપર અપકાર થવાનો ડર રહે છે તેની આપણે તરત માફી માગી લઈએ છીએ. એ અપકાર-ક્ષમા છે. મોટાં અશુભ કર્મોનો દુઃખદાયક વિપાક જ્યારે થાય છે ત્યારે તે વખતે આપણે આપણાં ભૂતકાલીન અશુભ કર્મોને માટે તથા ભવિષ્યમાં એવાં મોટાં દુ:ખો ન આવી પડે એવા ભયથી ક્ષમા માગી લઈએ છીએ. એ વિષાક-ક્ષમા છે. તીર્થંકર ભગવાનનાં આજ્ઞા-વચન સાંભળીને એમના ઉપદેશ અનુસાર આપણે ક્ષમાયાચના કરીએ છીએ તે વચન-ક્ષમા. સમ્યક્ત્વ હોય તો જ આવી ક્ષમા આવે. ધર્મની સાચી સમજણમાંથી આત્માના સ્વાભાવિક ધર્મ તરીકે એટલે કે આત્માના સ્વભાવ તરીકે ક્ષમાનો જે ભાવ પ્રગટ થાય છે તે ધર્મ-ક્ષમા છે. ભયંકર નિમિત્તો મળતાં પણ ગજસુકુમાલ, મેતારજ મુનિ વગેરેની જેમ ક્ષમાનો ભાવ રહે તે ધર્મ-ક્ષમા. પહેલા ત્રણ પ્રકારની ક્ષમા અજ્ઞાની-મિથ્યાત્વી માણસોને પણ હોઈ શકે.
આ વિવિધ પ્રકારની ક્ષમામાં ધર્મ-ક્ષમા શ્રેષ્ઠ છે. તે અનાયાસ હોય છે. પ્રતિક્ષણ તમામ જીવો પ્રત્યે ક્ષમાનો ભાવ સહજ રીતે જ વહ્યા કરે તે સહજ ક્ષમા છે. આપણી ધર્મક્ષમા સહજ ક્ષમા બની રહેવી જોઈએ.
ભૂલનો બચાવ કરી બીજાની સાથે લડવા માટે તત્પર એવા ઘણા લોકો હોય છે. પરંતુ ઘણા એવા સરળ માણસો પણ હોય છે કે જેઓ ભૂલનો સ્વીકાર કરી, તે માટે તરત ક્ષમા માગી લે છે. ક્ષમા માગવી એ બહુ અઘરી વાત નથી. પરંતુ બીજા કોઈએ આપણા પ્રત્યે ભૂલ કરી હોય તો તેનો બદલો ન લેતાં તેને સાચા દિલની ક્ષમા આપવી એ દુષ્કર કાર્ય છે. ધણાં માણસો બીજા માણસને એની નાનકડી ભૂલ માટે બરાબર પાઠ ભણાવવાના આશયથી ઘણું
Page #4
--------------------------------------------------------------------------
________________
સાંવત્સરિક ક્ષમાપના
૩૩
મોટું વેર વાળે છે. પરંતુ સહિષ્ણુ અને ઉદાર એવા મહામના માણસો એવા પ્રસંગે પણ એને સાચી ક્ષમા આપી, એનું હિત ઇચ્છે છે. બીજા જીવો પ્રત્યે હૃદયમાં સાચો કરુણાભાવ હોય તો જ આમ બની શકે.
ક્ષમા એ કરુણાની બહેન છે, અને અહિંસાની દીકરી છે. ક્ષમા ધારણ કરવામાં ઘણી મોટી નૈતિક હિંમતની અપેક્ષા રહે છે. એટલા માટે જ ક્ષમા वीरस्य भूषणम्, क्षमा तेजस्विनाम् गुणः, क्षमा रूपं तपस्विनाम् वगेरे (तिखो પ્રચલિત છે. એટલા માટે જ ક્ષમાના અવતાર એવા પંચ પરમેષ્ઠીને – સાધુથી અરિહંતો(તીર્થંકરો)ને આપણે ‘ક્ષમાશ્રમણ' (ખમાસમણ) કહીને વંદન કરીએ
છીએ.
કેટલાક કહે છે કે ક્ષમા એ પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેની સીડી છે. કેટલાક એને સ્વર્ગના દ્વાર તરીકે ઓળખાવે છે.
“Mutual forgiveness of each vice, Such are the gates of paradise."
જૈન ધર્મમાં તો ક્ષમાને મોક્ષના ભવ્ય દરવાજા તરીકે ઓળખાવવામાં આવી છે. ક્ષમાના હૃદયપૂર્વકના સાચા ભાવથી જીવને મોટી કર્મનિર્જરા થાય છે. ક્ષમા કર્મક્ષય દ્વારા, મુક્તિ સુધી જીવને પહોંચાડે છે.
ક્ષમાપના વગર કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક આરાધના પરિપૂર્ણ થતી નથી. જેણે આરાધનાની ઇમારત ચણવી હોય તેણે ક્ષમાનો પાયો નાખવો પડશે. ક્ષમા માગીને તથા ક્ષમા આપીને જે ઉપશાન્ત થતો નથી તે સાચો આરાધક બની શકતો નથી.
ભદ્રબાહુસ્વામીએ એટલા માટે જ કહ્યું છે ઃ
जो उवसमइ तस्स अस्थि आराहणा ।
जो न उवसमइ तस्स नत्थि आराहणा ।
तुम्हा अप्पणा चेव उवसमियव्यं ।
ક્ષમાની સાથે મૈત્રી જોડાયેલી છે. મૈત્રી હોય ત્યાં વેરભાવ ન હોય. ક્ષમા સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતા સ્થાપવામાં ઘણો મોટો ફાળો આપે છે. એટલા માટે જ કેટલાક લોકોનું નિરંતર ભાવરટણ હોય છે
:
खामेमि सव्व जीवे, सव्वे जीवा खमंतु मे । मिती मे सव्व भूएसु, वेरं मज्झ न केणई ॥
Page #5
--------------------------------------------------------------------------
________________ 74 જિનતત્ત્વ વુિં બધા જીવોને ખમાવું છું. બધા જીવો મને ક્ષમા આપે, સર્વ જીઓ સાથે મારે મૈત્રી છે. કોઈ સાથે મારે વૈરભાવ નથી.]. જૈનોનું પર્યુષણ પર્વ એ ક્ષમાપનાનું પર્વ છે. પર્વ નિમિત્તે પરસ્પર ક્ષમાપના કરાય છે. એમાં ઔપચારિકતા ઘણી હશે. તો પણ જીવનને સુસંવાદી બનાવવામાં આ પર્વનો ફાળો ઓછો નથી. વિશ્વશાંતિની દિશામાં એ એક મોટું પગલું છે. દુનિયાના કોઈ ધર્મમાં ક્ષમાપનાનું અલગ, વિશિષ્ટ, મોટું પર્વ મનાવવાનું ફરમાવ્યું હોય તો તે માત્ર જૈન ધર્મમાં છે. એ એનું મોટું યોગદાન છે. માનવજાત માટે એ મોટું વરદાન છે.