SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ સાંવત્સરિક ક્ષમાપના પોતે જ સાક્ષી હોઈએ છીએ. ક્યારેક અશુભ વિચારા બીજા આગળ શબ્દમાં વ્યક્ત થઈ જાય છે, પરંતુ એ પ્રમાણે સ્થળ આચરણ કરતાં આપણે અટકી છીએ; તો ક્યારેક વિચારના આવેગ કે ભાવના આવેશ પ્રમાણે સ્થૂળ દોષ પણ કરી બેસીએ છીએ. મનુષ્યનું ચિત્તતંત્ર એટલું બધું સંકુલ છે કે એમાં ઊઠતા પ્રત્યેક અશુભ વિચારની ગણતરીપૂર્વકની નોંધ રાખવાનું સરળ નથી. માટે જ ક્ષમાપનાનો આચાર વ્યાપક કારણે અને ધોરણે સ્વીકારવાની જરૂર રહે છે. એટલા માટે જ મન, વચન અને કાયાથી તથા કરતાં, કરાવતાં અને અનુમોદતાં એમ ત્રિવિધેત્રિવિધ પ્રકારે (નવ કોટિએ) અને તે પણ જાણતા-અજાણતાં થયેલો દોષો માટે ક્ષમા માગવાની હોય છે. એ માગતી વખતે ગરીબ-તવંગર, સુશિક્ષિત-અશિક્ષિત, નાના-મોટા, ગુરુ-શિષ્ય, શેઠ-નોકર ઇત્યાદિના ભેદનો વિચાર ન કરતાં પોતે જ સામેથી ક્ષમા માગી લેવી જોઈએ. આપણે કયા માણસની ક્ષમા માગીશું? માત્ર માણસ શા માટે ? સમસ્ત જીવરાશિની હાથ જોડી, નતમસ્તકે, હૃદયમાં ધર્મભાવ ધારણ કરીને ક્ષમા માગીએ, કે જેથી અજાણતાં કોઈ પણ જીવની ક્ષમા માગવાનું રહી ન જાય, શાસ્ત્રકાર કહે છે : सव्वस्स जीवरासिस्स भावओ धम्मनिहिअ निअ चित्तो। सव्वं खमावईता खमामि सव्वस्स अहयंपि।। શાસ્ત્રકારોએ કાળની દૃષ્ટિએ દૈનિક, પાલિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એવા ચાર મુખ્ય પ્રકાર ક્ષમાપના માટે બતાવ્યા છે. પહેલા ત્રણ પ્રકાર ચૂકી જવાય તો છેવટે સાંવત્સરિક ક્ષમાપના તો દરેક માણસે અવશ્ય કરી જ લેવી જોઈએ, કે જેથી એ ઋણમાંથી મુક્ત થઈ જવાય, શાસ્ત્રકારો કહે છે કે જે માણસ સાંવત્સરિક ક્ષમાપના ચૂકી જાય છે એને કષાયો અનંતાનુબંધી બની જાય છે. વળી એને જો સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય તો તે ચાલ્યું જાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે અને કષાયોની મંદતા માટે ક્ષમાના તત્ત્વને એથી જીવનમાં ઉતારવાની આવશ્યકતા છે. ભૂલ તો બધાંની થાય, પણ ક્ષમા બધાં માગતાં નથી. પરંતુ જે ક્ષમા માગે છે અથવા બીજાને ક્ષમા આપે છે તેના જીવનમાં દેવી અંશો પ્રગટ થાય છે. To en is human, but to forgive is divine. ક્ષમા માગવી અને આપવી એ અપ્રમત્ત ચિત્તની નિશાની છે. ક્ષમા સાથે જો પશ્ચાત્તાપ, હૃદય-પરિવર્તન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249493
Book TitleSamvatsarik Kshamapana
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Pious Days
File Size279 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy