________________ 74 જિનતત્ત્વ વુિં બધા જીવોને ખમાવું છું. બધા જીવો મને ક્ષમા આપે, સર્વ જીઓ સાથે મારે મૈત્રી છે. કોઈ સાથે મારે વૈરભાવ નથી.]. જૈનોનું પર્યુષણ પર્વ એ ક્ષમાપનાનું પર્વ છે. પર્વ નિમિત્તે પરસ્પર ક્ષમાપના કરાય છે. એમાં ઔપચારિકતા ઘણી હશે. તો પણ જીવનને સુસંવાદી બનાવવામાં આ પર્વનો ફાળો ઓછો નથી. વિશ્વશાંતિની દિશામાં એ એક મોટું પગલું છે. દુનિયાના કોઈ ધર્મમાં ક્ષમાપનાનું અલગ, વિશિષ્ટ, મોટું પર્વ મનાવવાનું ફરમાવ્યું હોય તો તે માત્ર જૈન ધર્મમાં છે. એ એનું મોટું યોગદાન છે. માનવજાત માટે એ મોટું વરદાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org