Book Title: Samvatsarik Kshamapana
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 3
________________ જિનતત્ત્વ ફરી એવી ભૂલ ન થાય તે માટેનો સંકલ્પ ઇત્યાદિ સંકળાયેલાં હોય તો તે પ્રકારની ક્ષમા ઊંચા પ્રકારની બને છે, ૩૨ માત્ર ઉપચાર તરીકે શોચ્ચાર કરીને ‘મિચ્છા મિ દુક્કડમ્’ કહેવું એ દ્રવ્ય-ક્ષમા છે. વ્યવહારમાં એની પણ આવશ્યકતા છે; પરંતુ માણસે દ્રવ્યક્ષમામાં અટકી ન જતાં ભાવ-ક્ષમા સુધી પહોંચવાનું છે. ક્ષમાના પાંચ પ્રકાર ગણાવવામાં આવે છે : ઉપકાર-ક્ષમા, અપકારક્ષમા, વિપાક-ક્ષમા, વચન-ક્ષમા (આજ્ઞા-ક્ષમા) અને ધર્મ-ક્ષમા. જેણે આપણા ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો હોય તેવી વ્યક્તિને એની ભૂલ માટે આપણે તરત માફ કરી દઈએ છીએ. એ ઉપકાર ક્ષમા છે. જેના તરફથી આપણા ઉપર અપકાર થવાનો ડર રહે છે તેની આપણે તરત માફી માગી લઈએ છીએ. એ અપકાર-ક્ષમા છે. મોટાં અશુભ કર્મોનો દુઃખદાયક વિપાક જ્યારે થાય છે ત્યારે તે વખતે આપણે આપણાં ભૂતકાલીન અશુભ કર્મોને માટે તથા ભવિષ્યમાં એવાં મોટાં દુ:ખો ન આવી પડે એવા ભયથી ક્ષમા માગી લઈએ છીએ. એ વિષાક-ક્ષમા છે. તીર્થંકર ભગવાનનાં આજ્ઞા-વચન સાંભળીને એમના ઉપદેશ અનુસાર આપણે ક્ષમાયાચના કરીએ છીએ તે વચન-ક્ષમા. સમ્યક્ત્વ હોય તો જ આવી ક્ષમા આવે. ધર્મની સાચી સમજણમાંથી આત્માના સ્વાભાવિક ધર્મ તરીકે એટલે કે આત્માના સ્વભાવ તરીકે ક્ષમાનો જે ભાવ પ્રગટ થાય છે તે ધર્મ-ક્ષમા છે. ભયંકર નિમિત્તો મળતાં પણ ગજસુકુમાલ, મેતારજ મુનિ વગેરેની જેમ ક્ષમાનો ભાવ રહે તે ધર્મ-ક્ષમા. પહેલા ત્રણ પ્રકારની ક્ષમા અજ્ઞાની-મિથ્યાત્વી માણસોને પણ હોઈ શકે. આ વિવિધ પ્રકારની ક્ષમામાં ધર્મ-ક્ષમા શ્રેષ્ઠ છે. તે અનાયાસ હોય છે. પ્રતિક્ષણ તમામ જીવો પ્રત્યે ક્ષમાનો ભાવ સહજ રીતે જ વહ્યા કરે તે સહજ ક્ષમા છે. આપણી ધર્મક્ષમા સહજ ક્ષમા બની રહેવી જોઈએ. ભૂલનો બચાવ કરી બીજાની સાથે લડવા માટે તત્પર એવા ઘણા લોકો હોય છે. પરંતુ ઘણા એવા સરળ માણસો પણ હોય છે કે જેઓ ભૂલનો સ્વીકાર કરી, તે માટે તરત ક્ષમા માગી લે છે. ક્ષમા માગવી એ બહુ અઘરી વાત નથી. પરંતુ બીજા કોઈએ આપણા પ્રત્યે ભૂલ કરી હોય તો તેનો બદલો ન લેતાં તેને સાચા દિલની ક્ષમા આપવી એ દુષ્કર કાર્ય છે. ધણાં માણસો બીજા માણસને એની નાનકડી ભૂલ માટે બરાબર પાઠ ભણાવવાના આશયથી ઘણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5