Book Title: Samudghat ane Shaileshikaran Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 4
________________ 38 જિનતત્ત્વ આમ, આંખના પલકારા જેટલા કાળમાં કેવળી ભગવંતના શરીરમાં રહેલો આત્મા શરીર ઉપરાંત બહાર પ્રસરી, ચૌદ રાજલોકમાં વ્યાપી, ફરી પાછો પોતાના શરીરમાં આવી જાય છે. જે કેવળજ્ઞાનીઓની અઘાતી કર્મોની સ્થિતિ એકસરખી હોય તેઓને સમુદ્યાત કરવાની આવશ્યકતા રહેતી નથી. શૈલેશીકરણની ક્રિયા બધા જ કેવળી ભગવંતો કરે છે. યોગનિરોધ દ્વારા શૈલેશીકરણ થાય છે. યોગ મુખ્યત્વે ત્રણ પ્રકારના છે : મનોયોગ, વચનયોગ, અને કાયયોગ. ચિત્ત, વાણી અને શરીરના આ યોગ સૂક્ષ્મ અને સ્થળ (અથવા બાદર) એમ બે પ્રકારના હોય છે. જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી ધૂળ કે સૂક્ષ્મ પ્રવૃત્તિ છે, એટલે કે સ્થૂળ કે સૂક્ષ્મ યોગ છે. જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી શરીરમાં રહેલા આત્મપ્રદેશો કંપાયમાન રહ્યા કરે છે. જ્યાં સુધી આત્મપ્રદેશો કંપાયમાન રહે છે ત્યાં સુધી કર્મબંધન રહ્યા કરે છે. નવું અઘાતી કર્મ બંધાય નહિ તે માટે આત્મપ્રદેશોને શૈલેશની જેમ, મેરુ પર્વતની જેમ સ્થિર અચલ કરવા જોઈએ. એ માટે મન, વચન અને કાયાના યોગનો નિરોધ કરવો જોઈએ. કેવળી ભગવંતો જીવનની અંતિમ ક્ષણે બધા યોગોનો વિરોધ કરી, શૈલેશીકરણની ક્રિયા કરી, વેશ્યારહિત બની, દેહ છોડી, જન્મ-મરણના પરિભ્રમણમાંથી મુક્ત બની, મોક્ષગતિ પામે છે. એમનો દેહરહિત શુદ્ધાત્મા સિદ્ધશિલાના ઉપરના ભાગમાં હંમેશને માટે, અનંતકાળ માટે બિરાજમાન થાય છે. આમ, સમુદ્ધાત અને શૈલેશીકરણ એ બે સૂક્ષ્મ પ્રક્રિયાઓ છે. સામાન્ય માણસને તરત રસ કે સમજ ન પડે એવી એ ગહન વાત છે. આવું બધું ખરેખર હશે કે કેમ એવી શંકા પણ કેટલાકને થાય, તત્ત્વની જેમને રુચિ હોય અને સમ્યફ શ્રદ્ધા હોય તેમને આવી સૂક્ષ્મ યોગ પ્રક્રિયામાં જરૂર રસ પડે. જેને રસ પડે તેને આપણા તત્ત્વજ્ઞાનમાં આવતી આવી ગહન વાતોનું આકલન કરતાં વિસ્મયનો અનુભવ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4