Book Title: Samudghat ane Shaileshikaran
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 2
________________ જિનતત્ત્વ હોય છે. બીજી બાજુ કોઈ સંત મહાત્માના મૃતદેહના અંતિમ દર્શન કરવા માટે હજારો-લાખો માણસોનો ધસારો થાય છે. કેટલાક એ માટે હજારો માઈલનો પ્રવાસ પણ ખેડે છે. કોઈકનો મૃતદેહ તરત કરમાવા લાગે છે, કાળો અને વિરૂપ બનવા લાગે છે; કોઈકના મૃત ચહેરા ઉપર શાંતિ અને પ્રસન્નતા ઝગારા મારે છે. મહાન સંતો અને યોગી પુરુષોના મૃતદેહ વિશે અવનવી ચમત્કારભરેલી ઘટનાઓ આપણે સાંભળીએ છીએ. સંત ફ્રાન્સિસ ઝેવિયરનો મૃતદેહ ચારસો વર્ષે પણ હજુ અસ્તિત્વમાં છે. (બસો વર્ષ પહેલાં એ કબરમાંથી અખંડ મળી આવ્યો હતો.). મૃત્યુની આગાહી કેટલાકને અગાઉથી થઈ જાય છે. કેટલાક તો દિવસ અને સમય પણ નિશ્ચિત જણાવે છે. “કાળજ્ઞાન” નામના પ્રાચીન ગ્રંથમાં અંતિમ વણની આગાહીરૂપ વિવિધ લક્ષણો, સમયમર્યાદાઓ સાથે દર્શાવવામાં આવ્યાં છે. મૃત્યુની બરાબર ક્ષણે ઘણાંખરાં માણસો ભાનમાં રહેતાં નથી. કોઈક વિરલ મહાત્માઓ એ ક્ષણે પણ પૂરેપૂરો જાગ્રત હોય છે. જે કેવળજ્ઞાનીઓ હોય છે તેઓ દેહની અંતિમ ક્ષણ સુધી, જડ અને ચેતન તત્ત્વના વિયોગની પળ સુધી, સંપૂર્ણપણે જાગ્રત હોય છે. તે સમયે તેઓ શૈલેશીકરણ નામના સૂક્ષ્મ ક્રિયા કરે છે. એની પહેલાં કેટલાક કેવળજ્ઞાનીઓ સમુદઘાતની સૂક્ષ્મ ક્રિયા પણ કરે છે. જૈન ધર્મ પ્રમાણે કેવળજ્ઞાન પામ્યા પછી જ મોક્ષપ્રાપ્તિ છે. કેવળી ભગવતો મોક્ષપ્રાપ્તિ પહેલાં સંપૂર્ણ કર્મક્ષય માટે દેહ અને આત્માની જે મહત્ત્વની ક્રિયાઓ કરે છે તે અનુક્રમે સમુદ્ધાતની અને શૈલેશીકરણની છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય -- એ ચાર ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ કેવળજ્ઞાન પ્રગટે છે. જે જીવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તે જીવનો એ છેલ્લો કે ચરમ ભવ રહે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછીથી તે નિર્વાણના સમય સુધી માત્ર ચાર અઘાતી કર્મો – આયુ, નામ, ગોત્ર અને વેદનીય બાકી રહે છે. ચારેય અઘાતી કર્મોનો ક્ષય થતાં જીવ દેહ છોડી નિર્વાણ પામે છે, એટલે કે આત્મા મોક્ષગતિ અથવા સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી કેવળી ભગવંતોને જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આ ચારેય અઘાતી કર્મો ભોગવવાનો રહે છે. પરંતુ એમાં આયુષ્યકર્મ કરતાં બાકીના ત્રણ કર્મો જો વધુ હોય તો તે એકસરખાં કરવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4