Page #1
--------------------------------------------------------------------------
________________
સમુદ્યાત અને શૈલેશીકરણ
સમુઘાત અને શૈલીકરણ, એ જૈન ધર્મના બે પારિભાષિક શબ્દો છે. એ વિશે જૈન ધર્મમાં જેવી વિચારણા કરવામાં આવી છે તેવી અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી.
સમુદુધાત” એટલે સમ + ઉઘાત. સમ એટલે સરખું અને ઉદૂધાત એટલે આરંભ, પ્રયત્ન, સંચલન. એટલે કે કર્મોની સ્થિતિને સરખી કરવા માટેનો પ્રયત્ન તે સમુદુધાત. શૈલ એટલે પર્વત, આત્મ-પ્રદેશોને મેરુ પર્વતની જેમ અચલ કરવાની ક્રિયા તે શૈલેશીકરણ,
જડ અને ચેતન તત્ત્વનો સંયોગ એ એક અદ્ભુત ઘટના છે. તેવી જ રીતે જડ અને ચેતન તત્ત્વનો વિયોગ એ પણ એક રહસ્યમય વિસ્મયકારક ઘટના છે. આ સચરાચર વિશ્વમાં જડ અને ચેતન તત્ત્વના સંયોગ અને વિયોગની પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. ચેતન તત્ત્વથી રહિત એવું જડ તત્ત્વ નજરે જોવા મળે છે, પરંતુ જડ તત્ત્વથી રહિત એવું નિર્ભેળ શુદ્ધ ચેતન તત્ત્વ – આત્મ તત્ત્વ - નજરે જોઈ શકાતું નથી.
જડ અને ચેતન તત્ત્વના સંયોગ-વિયોગની ઘટનાઓમાં બે મહત્ત્વની ઘટનાઓ તે જન્મ અને મૃત્યુની છે. સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય જીવો સુધીમાં આયુષ્ય પ્રમાણે જન્મ-મરણની ઘટના સતત ચાલ્યા કરે છે. જન્મની ઘટનામાં જેટલું વૈવિધ્ય છે તેથી વિશેષ વૈવિધ્ય મૃત્યુની ઘટનામાં છે. વળી જન્મ કરતાં મૃત્યુની ઘટના મનુષ્યને વિશેષ સંવેદનશીલ અને ચિંતનશીલ બનાવે છે.
બધાનું મૃત્યુ એકસરખું હોતું નથી. તેવી જ રીતે બધાંનો ચેતનરહિત મૃતદેહ પણ એકસરખો હોતો નથી. કોઈકના શબને ઊંચકવા માટે ચાર ડાઘુઓ પણ મળતા નથી. કોઈકના મૃતદેહને નજરે નિહાળવાનું લોકો ટાળતા
Page #2
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ
હોય છે. બીજી બાજુ કોઈ સંત મહાત્માના મૃતદેહના અંતિમ દર્શન કરવા માટે હજારો-લાખો માણસોનો ધસારો થાય છે. કેટલાક એ માટે હજારો માઈલનો પ્રવાસ પણ ખેડે છે. કોઈકનો મૃતદેહ તરત કરમાવા લાગે છે, કાળો અને વિરૂપ બનવા લાગે છે; કોઈકના મૃત ચહેરા ઉપર શાંતિ અને પ્રસન્નતા ઝગારા મારે છે.
મહાન સંતો અને યોગી પુરુષોના મૃતદેહ વિશે અવનવી ચમત્કારભરેલી ઘટનાઓ આપણે સાંભળીએ છીએ. સંત ફ્રાન્સિસ ઝેવિયરનો મૃતદેહ ચારસો વર્ષે પણ હજુ અસ્તિત્વમાં છે. (બસો વર્ષ પહેલાં એ કબરમાંથી અખંડ મળી આવ્યો હતો.).
મૃત્યુની આગાહી કેટલાકને અગાઉથી થઈ જાય છે. કેટલાક તો દિવસ અને સમય પણ નિશ્ચિત જણાવે છે. “કાળજ્ઞાન” નામના પ્રાચીન ગ્રંથમાં અંતિમ વણની આગાહીરૂપ વિવિધ લક્ષણો, સમયમર્યાદાઓ સાથે દર્શાવવામાં આવ્યાં છે. મૃત્યુની બરાબર ક્ષણે ઘણાંખરાં માણસો ભાનમાં રહેતાં નથી. કોઈક વિરલ મહાત્માઓ એ ક્ષણે પણ પૂરેપૂરો જાગ્રત હોય છે.
જે કેવળજ્ઞાનીઓ હોય છે તેઓ દેહની અંતિમ ક્ષણ સુધી, જડ અને ચેતન તત્ત્વના વિયોગની પળ સુધી, સંપૂર્ણપણે જાગ્રત હોય છે. તે સમયે તેઓ શૈલેશીકરણ નામના સૂક્ષ્મ ક્રિયા કરે છે. એની પહેલાં કેટલાક કેવળજ્ઞાનીઓ સમુદઘાતની સૂક્ષ્મ ક્રિયા પણ કરે છે.
જૈન ધર્મ પ્રમાણે કેવળજ્ઞાન પામ્યા પછી જ મોક્ષપ્રાપ્તિ છે. કેવળી ભગવતો મોક્ષપ્રાપ્તિ પહેલાં સંપૂર્ણ કર્મક્ષય માટે દેહ અને આત્માની જે મહત્ત્વની ક્રિયાઓ કરે છે તે અનુક્રમે સમુદ્ધાતની અને શૈલેશીકરણની છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય -- એ ચાર ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ કેવળજ્ઞાન પ્રગટે છે. જે જીવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તે જીવનો એ છેલ્લો કે ચરમ ભવ રહે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછીથી તે નિર્વાણના સમય સુધી માત્ર ચાર અઘાતી કર્મો – આયુ, નામ, ગોત્ર અને વેદનીય બાકી રહે છે. ચારેય અઘાતી કર્મોનો ક્ષય થતાં જીવ દેહ છોડી નિર્વાણ પામે છે, એટલે કે આત્મા મોક્ષગતિ અથવા સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે.
કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી કેવળી ભગવંતોને જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આ ચારેય અઘાતી કર્મો ભોગવવાનો રહે છે. પરંતુ એમાં આયુષ્યકર્મ કરતાં બાકીના ત્રણ કર્મો જો વધુ હોય તો તે એકસરખાં કરવાને
Page #3
--------------------------------------------------------------------------
________________
સમુદ્ાત અને શૈલેશીકરણ
૩૭
માટે એટલે કે એ બાકીનાં ત્રણે કર્મોની સ્થિતિ આયુષ્યકર્મની સ્થિતિ પ્રમાણે કરવા માટે કેવળી ભગવંતો સમુદ્દાત નામની ક્રિયા કરે છે કે જેથી નિર્વાણ સમયે ચારેય કર્મોનો એક્સાથે ક્ષય થાય. આયુષ્યકાળ જ્યારે છ મહિના જેટલો કે તેથી ઓછો રહે ત્યારે તેઓ સમુદૂધાત કરીને વધારાનાં કર્મોને વહેલાં ભોગવી લે છે.
કેવળી સમુદ્ધાત આઠ ‘સમયમાં કરવામાં આવે છે. સમય એટલે જૈન પરિભાષા પ્રમાણે કાળનું સૂક્ષ્મતમ એકમ. આંખના પલકારા જેટલા કાળમાં અસંખ્યાત ‘સમય' વીતી જાય છે. સમુદ્ધાતમાં દંડ, કપાટ (કબાટ), પ્રતર (મંથાન) અને લોકપૂરણ (અંતરા) એ નામની ચાર ક્રિયા કરવામાં આવે છે. આ ક્રિયા માટે કેવળી ભગવંતો શરીરમાં રહેલા પોતાના આત્માને - આત્મપ્રદેશોને શરીરની બહાર ફેલાવે છે. પ્રથમ સમયે તેઓ દંડ કરે છે. એટલે કે પોતાના આત્મપ્રદેશોને ચૌદ રાજલોકમાં લોકાન્તપર્યંત ઉ૫૨-નીચે એટલે કે ઊર્ધ્વ શ્રેણીએ અને અધો શ્રેણીએ ગોઠવે છે. એથી આત્મપ્રદેશોની દંડ કે સ્તંભ જેવી આકૃતિ થાય છે.
ત્યારપછી બીજા સમયે, દંડરૂપે બનેલા આત્મપ્રદેશોને, દંડની બંને બાજુને (પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ દિશામાં) લોકાન્ત સુધી વિસ્તારે છે. એટલે કબાટ જેવી આકૃતિ થાય છે. ત્રીજા સમયે આત્મપ્રદેશોને બાકીની બે દિશાઓમાં લોકાન્ત સુધી વિસ્તારે છે. એટલે કબાટ જેવી આકૃતિ હવે પ્રતર અથવા મંથાન એટલે કે રવૈયા જેવી થાય છે. ત્યારપછી ચોથા સમયે, બાકી રહેલા આંતરાઓમાં પોતાના આત્મપ્રદેશોને ફેલાવીને લોકપૂરણની ક્રિયા કરે છે.
આ રીતે ચાર સમયમાં કેવળી ભગવંતનો આત્મા ચૌદ રાજલોકમાં, સમગ્ર વિશ્વમાં વ્યાપી રહે છે. દરેક આકાશપ્રદેશ ઉપર એકેક આત્મપ્રદેશને ગોઠવી તેઓ કાર્મણ વર્ગણાના વધારાના પુદ્ગલ પરમાણુઓને ખંખેરી નાખે છે. એમ કરવાથી નામ, ગોત્ર અને વેદનીય, એ ત્રણેય કર્મોની સ્થિતિ આયુષ્યકર્મની સ્થિતિ જેટલી થઈ જાય છે. ત્યારપછી કેવળી ભગવંત આત્મપ્રદેશોને સંકોચવાની ક્રિયા કરે છે. હવે એનો ક્રમ ઊલટો છે. પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા સમયે અનુક્રમે લોકપૂરણ, મંશાન, કપાટ અને દંડને તેઓ સંકેલી લે છે. એમનો આત્મા હવે ફરીથી શરીરપ્રમાણ થઈ જાય છે.
Page #4
--------------------------------------------------------------------------
________________ 38 જિનતત્ત્વ આમ, આંખના પલકારા જેટલા કાળમાં કેવળી ભગવંતના શરીરમાં રહેલો આત્મા શરીર ઉપરાંત બહાર પ્રસરી, ચૌદ રાજલોકમાં વ્યાપી, ફરી પાછો પોતાના શરીરમાં આવી જાય છે. જે કેવળજ્ઞાનીઓની અઘાતી કર્મોની સ્થિતિ એકસરખી હોય તેઓને સમુદ્યાત કરવાની આવશ્યકતા રહેતી નથી. શૈલેશીકરણની ક્રિયા બધા જ કેવળી ભગવંતો કરે છે. યોગનિરોધ દ્વારા શૈલેશીકરણ થાય છે. યોગ મુખ્યત્વે ત્રણ પ્રકારના છે : મનોયોગ, વચનયોગ, અને કાયયોગ. ચિત્ત, વાણી અને શરીરના આ યોગ સૂક્ષ્મ અને સ્થળ (અથવા બાદર) એમ બે પ્રકારના હોય છે. જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી ધૂળ કે સૂક્ષ્મ પ્રવૃત્તિ છે, એટલે કે સ્થૂળ કે સૂક્ષ્મ યોગ છે. જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી શરીરમાં રહેલા આત્મપ્રદેશો કંપાયમાન રહ્યા કરે છે. જ્યાં સુધી આત્મપ્રદેશો કંપાયમાન રહે છે ત્યાં સુધી કર્મબંધન રહ્યા કરે છે. નવું અઘાતી કર્મ બંધાય નહિ તે માટે આત્મપ્રદેશોને શૈલેશની જેમ, મેરુ પર્વતની જેમ સ્થિર અચલ કરવા જોઈએ. એ માટે મન, વચન અને કાયાના યોગનો નિરોધ કરવો જોઈએ. કેવળી ભગવંતો જીવનની અંતિમ ક્ષણે બધા યોગોનો વિરોધ કરી, શૈલેશીકરણની ક્રિયા કરી, વેશ્યારહિત બની, દેહ છોડી, જન્મ-મરણના પરિભ્રમણમાંથી મુક્ત બની, મોક્ષગતિ પામે છે. એમનો દેહરહિત શુદ્ધાત્મા સિદ્ધશિલાના ઉપરના ભાગમાં હંમેશને માટે, અનંતકાળ માટે બિરાજમાન થાય છે. આમ, સમુદ્ધાત અને શૈલેશીકરણ એ બે સૂક્ષ્મ પ્રક્રિયાઓ છે. સામાન્ય માણસને તરત રસ કે સમજ ન પડે એવી એ ગહન વાત છે. આવું બધું ખરેખર હશે કે કેમ એવી શંકા પણ કેટલાકને થાય, તત્ત્વની જેમને રુચિ હોય અને સમ્યફ શ્રદ્ધા હોય તેમને આવી સૂક્ષ્મ યોગ પ્રક્રિયામાં જરૂર રસ પડે. જેને રસ પડે તેને આપણા તત્ત્વજ્ઞાનમાં આવતી આવી ગહન વાતોનું આકલન કરતાં વિસ્મયનો અનુભવ થાય.