Book Title: Samudghat ane Shaileshikaran
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 3
________________ સમુદ્ાત અને શૈલેશીકરણ ૩૭ માટે એટલે કે એ બાકીનાં ત્રણે કર્મોની સ્થિતિ આયુષ્યકર્મની સ્થિતિ પ્રમાણે કરવા માટે કેવળી ભગવંતો સમુદ્દાત નામની ક્રિયા કરે છે કે જેથી નિર્વાણ સમયે ચારેય કર્મોનો એક્સાથે ક્ષય થાય. આયુષ્યકાળ જ્યારે છ મહિના જેટલો કે તેથી ઓછો રહે ત્યારે તેઓ સમુદૂધાત કરીને વધારાનાં કર્મોને વહેલાં ભોગવી લે છે. કેવળી સમુદ્ધાત આઠ ‘સમયમાં કરવામાં આવે છે. સમય એટલે જૈન પરિભાષા પ્રમાણે કાળનું સૂક્ષ્મતમ એકમ. આંખના પલકારા જેટલા કાળમાં અસંખ્યાત ‘સમય' વીતી જાય છે. સમુદ્ધાતમાં દંડ, કપાટ (કબાટ), પ્રતર (મંથાન) અને લોકપૂરણ (અંતરા) એ નામની ચાર ક્રિયા કરવામાં આવે છે. આ ક્રિયા માટે કેવળી ભગવંતો શરીરમાં રહેલા પોતાના આત્માને - આત્મપ્રદેશોને શરીરની બહાર ફેલાવે છે. પ્રથમ સમયે તેઓ દંડ કરે છે. એટલે કે પોતાના આત્મપ્રદેશોને ચૌદ રાજલોકમાં લોકાન્તપર્યંત ઉ૫૨-નીચે એટલે કે ઊર્ધ્વ શ્રેણીએ અને અધો શ્રેણીએ ગોઠવે છે. એથી આત્મપ્રદેશોની દંડ કે સ્તંભ જેવી આકૃતિ થાય છે. ત્યારપછી બીજા સમયે, દંડરૂપે બનેલા આત્મપ્રદેશોને, દંડની બંને બાજુને (પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ દિશામાં) લોકાન્ત સુધી વિસ્તારે છે. એટલે કબાટ જેવી આકૃતિ થાય છે. ત્રીજા સમયે આત્મપ્રદેશોને બાકીની બે દિશાઓમાં લોકાન્ત સુધી વિસ્તારે છે. એટલે કબાટ જેવી આકૃતિ હવે પ્રતર અથવા મંથાન એટલે કે રવૈયા જેવી થાય છે. ત્યારપછી ચોથા સમયે, બાકી રહેલા આંતરાઓમાં પોતાના આત્મપ્રદેશોને ફેલાવીને લોકપૂરણની ક્રિયા કરે છે. આ રીતે ચાર સમયમાં કેવળી ભગવંતનો આત્મા ચૌદ રાજલોકમાં, સમગ્ર વિશ્વમાં વ્યાપી રહે છે. દરેક આકાશપ્રદેશ ઉપર એકેક આત્મપ્રદેશને ગોઠવી તેઓ કાર્મણ વર્ગણાના વધારાના પુદ્ગલ પરમાણુઓને ખંખેરી નાખે છે. એમ કરવાથી નામ, ગોત્ર અને વેદનીય, એ ત્રણેય કર્મોની સ્થિતિ આયુષ્યકર્મની સ્થિતિ જેટલી થઈ જાય છે. ત્યારપછી કેવળી ભગવંત આત્મપ્રદેશોને સંકોચવાની ક્રિયા કરે છે. હવે એનો ક્રમ ઊલટો છે. પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા સમયે અનુક્રમે લોકપૂરણ, મંશાન, કપાટ અને દંડને તેઓ સંકેલી લે છે. એમનો આત્મા હવે ફરીથી શરીરપ્રમાણ થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4