Book Title: Samta
Author(s): Taraben R Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ક્ષણે પણ સ્વસ્થતા. શાંત ચિત્તની સ્વસ્થતામાંથી વિવેક જન્મે છે. વિવેકી વ્યક્તિ પ્રત્યેક બાબતમાં જે સત્ય છે, શુભ છે. વાસ્તવિક અને યથાર્થ છે તેને જુએ છે. સમજે છે અને સ્વીકારે છે. જે અશુભ છે, હાનિકારક છે તેને પણ તે સમજે છે, પારખે છે, અને ત્યજે છે. વિવેક વ્યક્તિને જાગ્રત રાખે છે. વિવેક માર્ગદર્શકનું કામ કરે છે. સમતા જ્યારે સિદ્ધ થાય ત્યારે વાણી, વિચાર અને વર્તન ઉપર સંયમ આવે છે. વ્યક્તિમાં સમતા આવે ત્યારે શુભ પ્રવૃત્તિનો ઉદય થાય છે. સ્વ અને પર-કલ્યાણ કરવાની ઈચ્છા થાય છે. સમતા એટલે પલાયન વૃત્તિ નહિ. સમતા વ્યક્તિને જીવન પ્રત્યે અભિમુખ કરે છે બહારના ગમે તેવા વિષમ સંયોગો વચ્ચે તેની સાચી સમતા ખંડીત થતી નથી. સુખ દુઃખ, હાર-જીત, નિંદા-સ્તુતિ, માન-અપમાન, લાભ કે હાનિ વગેરે અનેક દ્વંદ્દો સમતા ધારણ કરનાર વ્યક્તિના ચિત્તને વિચલિત કરી શકતાં નથી. સમતા એ યોગ છે. આચાર્ય હરિભદ્રસૂરિએ યોગના પાંચ પ્રકાર બતાવ્યા છે (૧) અધ્યાત્મ, (૨) ભાવના, (૩) ધ્યાન, (૪) સમતા અને (૫) વૃત્તિ. યોગનો સાદો અર્થ છે જોડવું. સમતા સાથે ચિત્તને જોડવું અર્થાત્ સમતા સાથે એકરૂપ બની જવું, તે સમતાયોગ. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે. આત્મા સમત્વરૂપ છે. આત્માનું ધ્યેય સમત્વ છે. કુંદાકુંદાચાર્યે કહ્યું છે, આત્મા એ જ સમયસાર છે. સમત્વ યસ્ય માં તત્ સમયસારમ્ મોહ અને ક્ષોભથી રહિત આમાની અવસ્થા તે સમત્વ છે. ભગવાન કૃષ્ણે ગીતામાં સમત્વનું ગૌરવ કરતાં કહ્યું છે : સમત્વમ્ યોગ ૩જ્યતે । જૈન ધર્મે સાધનાના ક્ષેત્રે મમત્વના વિસર્જન અને સમત્વના પ્રકટીકરણ ઉપર ભાર મૂકયો છે. સમત્વથી મારાપણાનો, અહમનો ભાવ દૂર થાય છે. સમત્વ આત્માનો સહજ સ્વભાવ છે. સાચી સમતા સેવનાર વ્યક્તિ સદાચારી બને છે. જો તે દવાનો વેપારી હોય તો ભેળસેળવાળી દવાં પોતાના સ્વજનને ન આપે, તેમ બીજાને પણ ન આપે. અનાજનો વેપારી પોતે સડેલું અનાજ ન વાપરે. તેમ બીજાને વેચે પણ નહિ. તેવી જ રીત વ્યવહારનાં બધાં ક્ષેત્રમાં વ્યક્તિ સમભાવને કારણે અહિતકારી નહિ પરંતુ સર્વહિતકારી વૃત્તિ ધરાવે. જૈન દર્શનનો સાર સમતા છે. શાસ્ત્રજ્ઞોએ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન સમ્યક્ચારિત્ર્યનો સમાવેશ સમભાવમાં જ કર્યો છે. અહિંસા, અપરિગ્રહ અને અનેતકાન્તવાદ એ ત્રણે પરસ્પરપૂરક છે, અને એ ત્રણેનો આધાર છે સમતા. સમતાના વિકાસ માટે, પોષણ માટે અને સમતાની સ્થિરતા માટે આ ત્રણે સિદ્ધાંતો આવશ્યક છે. અહિંસા એટલે જીવમાત્ર પ્રત્યે સમભાવ. સમગ્ર ચેતનસૃષ્ટિ પ્રત્યે સમભાવ દ્વારા જ માનવી સમગ્ર વિશ્વચેતના સાથે એકત્વ અનુભવી શકે છે. જેટલું પ્રશમત્વ વધારે તેટલું અહિંસાનું પાલન સારી રીતે થઈ શકે. વિશ્વપ્રેમ અહિંસા છે, સકળ જીવસૃષ્ટિ પ્રત્યે આત્મસમ દૃષ્ટિ તે સમતા છે. સમતા Jain Education International For Private & Personal Use Only ૧૧૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6