Book Title: Samta
Author(s): Taraben R Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Catalog link: https://jainqq.org/explore/230252/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સમતા પ્રો. તારાબહેન રમણલાલ શાહ સમતા' નો સાદો અને સામાન્ય અર્થ છે : ધીરજ રાખવી, શાંતિ રાખવી. સમ એટલે સમાન અથવા સરખું. સમતાનો વિશેષ અર્થ છે સમત્વ, મનની સ્થિરતા, સ્વસ્થતા, તટસ્થતા, અહિંસકપણું. સમતા એટલે અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં, સારા કે નરસા પ્રસંગે સારી કે નરસી વ્યકિત માટે સ્વસ્થતાપૂર્વક સમભાવ ધારણ કરવો. આપણે જાણીએ છીએ કે જુદા જુદા કારણે ચિત્તમાં સમયે સમયે સુખદ કે દુઃખદ અનુભવો થાય છે. સુખદ અનુભવ પ્રત્યે મોહ કે રાગ ઉત્પન્ન થાય છે. સુખદ અનુભવ જ્યારે દુઃખમાં પલટાઈ જાય છે ત્યારે અધીરાઈ, ખેદ, દોષ, ઈર્ષ્યા ઈત્યાદિ અનુભવાય છે, માણસ સુખ ટકાવી રાખવા ઈચ્છે છે, પરંતુ તે ઝાઝું ટકતું નથી. માણસ દુઃખને દૂર કરવા ઈછે અને છતાં દુઃખ દૂર થાય નહિ. આ બંને દશામાં મન અશાંત, બેચેન અને વિષમ બને છે. બીજી બાજુએ સુખ અને દુઃખ બંને પ્રત્યે માણસ સજાગ રહે, બંને પરિસ્થિતિમાં રાગ દ્વેષ ન અનુભવતાં સમતોલ અને શાંત રહે એ સમતા કહેવાય. ભગવદ્ગીતામાં કહ્યું છે दुःखेषु अनुद्विग्नमन: सुखेषु विगत स्पृहः । દુઃખમાં ખેદ ન કરવો અને સુખમાં સ્પૃહા ન રાખવી તે સમતા. સાધુજીવનને સાર સમતા છે. ઉત્તરાધ્યયન સૂત્ર માં એક સ્થળે કહ્યું છે “સમય સમો દોરું સમતા વડે સાધુ થવાય છે, શ્રમણ થવાય છે. શ્રમણ શબ્દનો એક અર્થ સમતા થાય છે. સાચી સમતા પરમ પુરુષાર્થ છે, વીરતા છે. ભગવાન મહાવીરે દીક્ષા સમયે પ્રતિજ્ઞા લીધી હતી હું જિંદગીભર સમતા ધારણ કરીશ. દેવો, માનવો, નારકી, તિર્યંચ દરેક પ્રત્યે સમભાવથી વર્તીશ. ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ હું ચલાયમાન થઈશ નહિ સમતાની આવી કઠિન પ્રતિજ્ઞા ભગવાને લીધી અને વીરતાપૂર્વક પાળી તેથી જ તેઓ મહાવીર કહેવાયા. ભગવાન પાર્શ્વનાથને એક બાજુ કમઠે અતિશય ત્રાસ આપ્યો, તો બીજી બાજુ ધરણેન્દ્રદેવે એમની રક્ષા કરી. પરંતુ ભગવાને કમઠ પ્રત્યે ક્રોધ કે દ્વેષનો ભાવ ન સેવ્યો અને ધરણેન્દ્ર પ્રત્યે મોહ કે રાગનો ભાવ ન સેવ્યો. બંને પ્રત્યે સમાન ભાવ સેવ્યો એટલે કે તુલ્ય મનોવૃત્તિ સેવી. સમતા એટલે નિર્બળતા નહિ, કે કાયરતા નહિ. સમતા એટલે જડતા કે ભાવશૂન્યતા નહિ. સમતા એટલે અંતરની ઉદારતા. સમતા એટલે હૃદયનો ક્ષમાભાવ. એનો અર્થ એવો નહિ કે કોઈ પણ ઘટનાને કે હકીકતને વગર-વિચાર્યું માની લેવી કે સમતાને નામે એને સંમતિ આપવી. એમ કરવાથી અવ્યવસ્થા સર્જાય. સમતા એટલે સમજણપૂર્વકની, વિચારપૂર્વકની સ્વસ્થતા કસોટી કે કટોકટીની ૧૧૨ શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ Page #2 -------------------------------------------------------------------------- ________________ ક્ષણે પણ સ્વસ્થતા. શાંત ચિત્તની સ્વસ્થતામાંથી વિવેક જન્મે છે. વિવેકી વ્યક્તિ પ્રત્યેક બાબતમાં જે સત્ય છે, શુભ છે. વાસ્તવિક અને યથાર્થ છે તેને જુએ છે. સમજે છે અને સ્વીકારે છે. જે અશુભ છે, હાનિકારક છે તેને પણ તે સમજે છે, પારખે છે, અને ત્યજે છે. વિવેક વ્યક્તિને જાગ્રત રાખે છે. વિવેક માર્ગદર્શકનું કામ કરે છે. સમતા જ્યારે સિદ્ધ થાય ત્યારે વાણી, વિચાર અને વર્તન ઉપર સંયમ આવે છે. વ્યક્તિમાં સમતા આવે ત્યારે શુભ પ્રવૃત્તિનો ઉદય થાય છે. સ્વ અને પર-કલ્યાણ કરવાની ઈચ્છા થાય છે. સમતા એટલે પલાયન વૃત્તિ નહિ. સમતા વ્યક્તિને જીવન પ્રત્યે અભિમુખ કરે છે બહારના ગમે તેવા વિષમ સંયોગો વચ્ચે તેની સાચી સમતા ખંડીત થતી નથી. સુખ દુઃખ, હાર-જીત, નિંદા-સ્તુતિ, માન-અપમાન, લાભ કે હાનિ વગેરે અનેક દ્વંદ્દો સમતા ધારણ કરનાર વ્યક્તિના ચિત્તને વિચલિત કરી શકતાં નથી. સમતા એ યોગ છે. આચાર્ય હરિભદ્રસૂરિએ યોગના પાંચ પ્રકાર બતાવ્યા છે (૧) અધ્યાત્મ, (૨) ભાવના, (૩) ધ્યાન, (૪) સમતા અને (૫) વૃત્તિ. યોગનો સાદો અર્થ છે જોડવું. સમતા સાથે ચિત્તને જોડવું અર્થાત્ સમતા સાથે એકરૂપ બની જવું, તે સમતાયોગ. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે. આત્મા સમત્વરૂપ છે. આત્માનું ધ્યેય સમત્વ છે. કુંદાકુંદાચાર્યે કહ્યું છે, આત્મા એ જ સમયસાર છે. સમત્વ યસ્ય માં તત્ સમયસારમ્ મોહ અને ક્ષોભથી રહિત આમાની અવસ્થા તે સમત્વ છે. ભગવાન કૃષ્ણે ગીતામાં સમત્વનું ગૌરવ કરતાં કહ્યું છે : સમત્વમ્ યોગ ૩જ્યતે । જૈન ધર્મે સાધનાના ક્ષેત્રે મમત્વના વિસર્જન અને સમત્વના પ્રકટીકરણ ઉપર ભાર મૂકયો છે. સમત્વથી મારાપણાનો, અહમનો ભાવ દૂર થાય છે. સમત્વ આત્માનો સહજ સ્વભાવ છે. સાચી સમતા સેવનાર વ્યક્તિ સદાચારી બને છે. જો તે દવાનો વેપારી હોય તો ભેળસેળવાળી દવાં પોતાના સ્વજનને ન આપે, તેમ બીજાને પણ ન આપે. અનાજનો વેપારી પોતે સડેલું અનાજ ન વાપરે. તેમ બીજાને વેચે પણ નહિ. તેવી જ રીત વ્યવહારનાં બધાં ક્ષેત્રમાં વ્યક્તિ સમભાવને કારણે અહિતકારી નહિ પરંતુ સર્વહિતકારી વૃત્તિ ધરાવે. જૈન દર્શનનો સાર સમતા છે. શાસ્ત્રજ્ઞોએ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન સમ્યક્ચારિત્ર્યનો સમાવેશ સમભાવમાં જ કર્યો છે. અહિંસા, અપરિગ્રહ અને અનેતકાન્તવાદ એ ત્રણે પરસ્પરપૂરક છે, અને એ ત્રણેનો આધાર છે સમતા. સમતાના વિકાસ માટે, પોષણ માટે અને સમતાની સ્થિરતા માટે આ ત્રણે સિદ્ધાંતો આવશ્યક છે. અહિંસા એટલે જીવમાત્ર પ્રત્યે સમભાવ. સમગ્ર ચેતનસૃષ્ટિ પ્રત્યે સમભાવ દ્વારા જ માનવી સમગ્ર વિશ્વચેતના સાથે એકત્વ અનુભવી શકે છે. જેટલું પ્રશમત્વ વધારે તેટલું અહિંસાનું પાલન સારી રીતે થઈ શકે. વિશ્વપ્રેમ અહિંસા છે, સકળ જીવસૃષ્ટિ પ્રત્યે આત્મસમ દૃષ્ટિ તે સમતા છે. સમતા ૧૧૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્તવાદ એટલે વિચાર કે વાણી દ્વારા સમતાનું આચરણ અનેકાન્તવાદ એટલે વૈચારિક સહિષ્ણુતા. વિવિધ વ્યકિતઓ, વાદો અને ધર્મોમાં વિચારના ભેદ તો રહેવાનાં, તેને સમભાવથી તપાસી, સમન્વય કરી, સત્ય પામવું તે સમતા. વિશ્વશાંતિ માટે અમોઘસાધન તે સમતા છે. અનેકાન્તવાદ એટલે વૈચારિક અપરિગ્રહ. વૈચારિક પરિગ્રહ એટલે વિચારનું, મતનું મમત્વ. હું કહું તે જ સાચું- આ વલણ તે વિચારનો પરિગ્રહ. બીજાના વિચાર કે મંતવ્યમાં રહેલા સત્યનો સ્વીકાર કરવો તે વૈચારિક સમભાવ. મતાંતર કે આગ્રહીપણું ત્યજવું તે વૈચારિક અપરિગ્રહ. ધર્મ, રાજકારણ, કુટુંબ વગેરે દરેક ક્ષેત્રે મતભેદ દૂર કરવા માટે અનેકાન્તવાદ ઉત્તમ માર્ગ છે. ભગવાન મહાવીરે ગૃહસ્થો માટે મર્યાદિત પરિગ્રહને માર્ગ પ્રબોધ્યો. આર્થિક વિષમતાનું મૂળ તૃષણા છે, સંગ્રહવૃત્તિ છે. પોતાની જરૂરિયાતથી વધારે રાખવું અને બીજાને જરૂરિયાતથી વંચિત રાખવાં એ વૃત્તિ હિંસા-વિષમતા તરફ દોરે છે. આ દોષમાંથી બચવા, ભગવાને દાનનો બોધ પણ આપ્યો. દાન એટલે જરૂરિયાતવાળાને ઉપકારબુદ્ધિથી નહિ પરંતુ પોતાનું કર્તવ્ય કે આવશ્યક ક્રિયા સમજીને આપવું. આ ક્રિયાને સમવિભાગ કે સમવિતરણની ક્રિયા કહી શકાય. એના મૂળમાં સમતા કે સમભાવનો આદર્શ રહેલો છે. સમતા પમાય કેવી રીતે? એ માટે જાગૃતપણે ખૂબ પુરુષાર્થ કરવો પડે. સહુ પ્રથમ હદયશુદ્ધિ કરવી જોઈએ. દુર્ગુણો અને દુર્વાસનાઓથી હૃદય મલીન થાય છે અરીસો ચોખ્ખો હોય તો પ્રતિબિંબ ચોખ્ખું દેખાય. ચિત્રકાર ચિત્ર કરતાં પહેલાં ફલકને સાફ કરે છે, તેવી રીતે હૈયામાં પેઠેલા દુર્ગુણો દૂર કરીએ તો જ હૃદયમાં સમતા જેવા ઉચ્ચત્તમ ગુણને અવકાશ મળે આનંદઘનજી લખે છે સેવન કારણ પહેલી ભૂમિકા રે અભય, અષ, અખેદ. ભય અહમમાંથી જન્મે છે. અહમ ઓગાળી નાખીએ તો અભય જન્મે. સત્તા, કીર્તિ, સંપત્તિની નિરર્થક હરીફાઈ છોડીએ તો અદ્દેષ પ્રગટે. અભય, અષની વૃત્તિમાંથી અખેદ, સાત્વિક આનંદ જન્મે. આ ત્રણે દ્વારા હૃદયશુદ્ધિ થાય તો સમતાપ્રાપ્તિની ભૂમિકા તૈયાર થાય. સાધુપુરુષ કે ચારિત્ર્યશીલ વ્યકિતઓનો સત્સંગ કેળવવાથી, એમના જીવનવ્યવહારનો અભ્યાસ કરવાથી સમતાનો ભાવ પ્રગટે. વળી તત્ત્વજ્ઞાનના અભ્યાસથી આત્મસ્વરૂપ સમજાય, આત્મા અને શરીરનો ભેદ સમજાય. શરીર નાશવંત છે, મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુનો વિચાર માણસને દુષ્કૃત્ય કરતાં અટકાવે અને પુણ્યકાર્ય ઝડપથી કરવા પ્રેરે પશ્વાદભૂમાં સમતા હોય તો જ પુણ્યકાર્ય સાર્થક થાય. કહ્યું છે : સમતા વિણ જે આચરે પ્રાણી પુણ્યનાં કામ, છાર ઉપર જિમ લીંપણું, ક્યું ઝાંખર ચિત્રામ. ૧૧૪ શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Page #4 -------------------------------------------------------------------------- ________________ ધર્મપાલન માટે જૈન ધર્મે જે છે આવશ્યક ક્રિયાઓ કહી છે તેમાંની એક કિયા તે સામાયિક છે. સામાયિક સમતા પ્રાપ્તિનો ઉત્તમ ઉપાય છે. સામાયિકનો સૂક્ષ્મ અર્થ છે સમતાભાવ ધારણ કરવો. સામાયિક એટલે ગુરુની આજ્ઞા લઈ બે ઘડી એક આસને બેસી સર્વ પાપજનક પ્રવૃત્તિ છોડી દેવી (ાવળં નો શ્વામિ) અને પોતાનાં નિંદ્ય કૃત્યો માટે પશ્ચાત્તાપ કરવો, (ર્નિા િરિમિ ૩પ્પા વોસિરામિ) બે ઘડી માટે પ્રયત્નપૂર્વક જાગ્રત રહીને સમતાભાવ ધારણ કરવો. વારંવાર સામાયિક કરવાથી સમતા ધારણ કરવાની ટેવ પડે છે. શાસ્ત્રકારોએ સામાયિકનો નિષ્કર્ષ એક શ્લોકમાં યથાર્થ રીતે દર્શાવ્યો છે : समता सर्वभूतेषु संयमः शुभ भावना । आर्तरौद्र परित्याग, तद्धि सामायिकं व्रतम् ॥ પ્રાણીપાત્ર પ્રત્યે પ્રેમ અને સમતાપૂર્ણ જીવનવ્યવહાર, પાંચે ઈન્દ્રિયો ઉપર સંયમ, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ-એ શુભ ભાવનાઓ સેવવી અને આર્તરોદ્ર ધ્યાનનો ત્યાગ કરવો. આ વતને સામાયિક વ્રત કહી શકાય. પરકલ્યાણની ચિંતા એટલે મૈત્રી. જ્ઞાનીઓ એને આધ્યાત્મિક પ્રવૃત્તિ કહે છે. મૈત્રીનું એક અંગ છે પ્રેમ અને બીજું છે ક્ષમા. સમતાભાવ હોય તો જ પ્રેમ અને ક્ષમા ટકે. કોઈનાં વિચારો, ક્ષતિઓ, દોષ, અપરાધો તરફ સમતાભાવ હોય તો જ ચિત્તની શાંતિ જળવાય. કહેવાયું છે અપરાધીસું પણ ચિત્ત થકી, નવિ ચિંતવીએ પ્રતિકૂળ. વસુ તુષ્ટિ મુરિતા પારકાના સદ્ગણોને, સુખને જોઈને આનંદ પામવો તે પ્રમોદ, સંતો, મુનિઓ, જ્ઞાનવાન, ગુણવાન, ચારિત્રશીલ વ્યકિતઓને જોઈને આનંદ અનુભવવો જોઈએ. ગુણનો પક્ષપાત કરવો જોઈએ. આમ કરવાથી આપણામાં જે ગુણો અંશત હોય તેનો વિકાસ થાય છે. વિરોધીઓના ગુણોની પણ પ્રશંસા કરવાથી તેમને મિત્ર બનાવી શકાય. પ્રમોદભાવ સમભાવને પુષ્ટ કરે છે. શરીર અને ચિત્ત બંનેને પ્રસન્ન, સ્વસ્થ રાખવામાં પ્રમોદ ભાવ સહાયભૂત બને છે. કરુણાને પરવિનાશિની કહેવામાં આવે છે. એટલે કે દુઃખી જીવોના શારીરિક તેમજ માનસિક દુઃખ દૂર કરવાનો ભાવ તે કરુણા. દુઃખીનાં દુઃખ ઓછો કરવાથી કર્મની નિર્જરા થાય છે, આપણી વૃત્તિ નિર્મળ થાય છે. ભગવાન મહાવીર સંગમદેવ પ્રત્યે અપાર કરુણા બતાવી. સમતાના ઉત્કૃષ્ટ ભાવ વિના તે સંભવે નહિ. હૂંફ, હમદર્દી, લાગણી, સમભાવ ઈત્યાદિ દુઃખી માણસને ખરે ટાંકણે અમૃતછાંટણા બની જાય છે. માધ્યસ્થ એટલે કરુણાપૂર્ણ ઉપેક્ષા. અધર્મી, માર્ગભૂલેલા, દોષિત પ્રત્યે ઉપેક્ષા સેવવી. માધ્યસ્થ એટલે કોઈ કે કટુતાનો ભાવ સેવ્યા વિના અલિપ્ત રહેવું. આ ઉદાસીનતા કે ઉપેક્ષા જડ નહિ પરંતુ ૧૧૫ મમતા Page #5 -------------------------------------------------------------------------- ________________ કરુણાપૂર્ણ હોવી જોઈએ. કરુણાનો ભાવ ન હોય તો આપણામાં જડતા કે રુક્ષતા આવી જવાનો સંભવ રહે. ઉપાધ્યાય યશોવિજયજી સજઝાયમાં કહે છે રાગ ધરીજે જીહાં ગુણ લહીએ, નિર્ગુણ ઉપર સમચિત્ત રહીએ. આ ચારે ભાવનાથી વિશ્વમૈત્રી સધાય છે. આ ચારે ભાવના ધર્મધ્યાનની ભાવના છે. તેનાથી આર્ન-રૌદ્ધ ધ્યાનથી મુક્ત થવાય છે અને સમતાયુક્ત ધર્મધ્યાન પ્રગટે છે. અનુકંપા, પ્રેમ, ઉદારતા અને દાનનાં બીજ પ્રગટે છે અને પોષાય છે. ચિત્તવૃત્તિ સ્થિર થાય છે. જેમ વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય તેમ અનિર્વચનીય આનંદ અનુભવાય છે. સમતા અને ધ્યાન પરસ્પરપૂરક છે સમતા વિના, ચિત્તની સ્થિરતા વિના, ધ્યાન થતું નથી. ધ્યાનથી સમતા નિશ્ચલ થાય છે. न साम्ये विना ध्यानम्, न ध्यानेन विना च यत् । જેમ જેમ ધ્યાનની ક્ષમતા વધતી જાય તેમ તેમ મનમાં વિશેષ પ્રકારનું ચૈતન્ય જાપાત થાય છે. ચૈતન્ય એ સમત્વની પ્રજ્ઞા છે. સમતા એ જ્ઞાન છે. અથવા તો એમ કહી શકાય કે જ્ઞાનનો સાર સમતા છે. ધર્મની સાધનાનો પ્રથમ ઉદેશ સાચી દષ્ટિ અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું એ છે. જેમ જેમ રાગદ્વેષથી પર થઈએ તેમ તેમ આત્મા પરથી મોહ અને અજ્ઞાનનું આવરણ હટતું જાય. જેમનાં જીવનમાં સમતા આવે તેવી વ્યક્તિઓને સામ્યયોગી અથવા તો પંડિતા સમર્શિત કહેવામાં આવે છે. વીતરાગપણાની સેવાનો આધાર સમતા છે. સમતાના અનેક લાભ છે. સમતાથી ઉત્તમ ગુણોની રક્ષા થાય છે, ચિત્તની શાંતિ પ્રગટે છે, ગમે તેવા વિપરીત સંજોગોમાં વિચલિત થયા વિના સાચા અને સારા ત્વરિત નિર્ણયો લઈ શકાય છે. બાહ્ય સંજોગો પરિવર્તનશીલ છે. તેના પર કદાચ આપણો કાબૂ ન હોય, પરંતુ સમતાને કારણે આંતરવૃત્તિ પર કાબૂ મેળવી શકાય છે. પરિણામે નિષ્કપટતા અને નિષ્કપાયતા પ્રાપ્ત થાય છે. આધ્યાત્મયોગી આનંદઘનજી કહે છે ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યું, પૂજા અખંડિત એહ. સમતાથી જન્મતી ચિત્તની પ્રસન્નતા એ જ સાચી ભકિત છે. સમતાથી માનસિક સમતુલાની સાથે શારીરિક સમતુલા પણ મેળવી શકાય. રોગને સહન કરવાની તાકાત આવે. સમતાનો અભાવ હોય તો જીવનવ્યવહારમાં કેટલીક વાર માનસિક તનાવ પેદા થાય છે, જાતજાતના ભય અકળાવે છે, જાતજાતની શંકા કુશંકા સેવાય છે. કેટલીક ચિંતા ઉન્માદ સુધી પહોંચાડે છે. મોટાભાગની બીમારી માનસિક તનાવને કારણે હોય છે. સમતા હોય તો તનાવ પર કાબૂ મેળવી શકાય છે. થી વિવાદ અતિ સ્વરો લાદી Page #6 -------------------------------------------------------------------------- ________________ સમતા મોક્ષનું સાધન છે. સમતા દ્વારા વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. વૈરાગ્યપ્રાપ્તિ માટે જે સાધના કરીએ તેમાં પ્રથમ પગથિયું એટલે કે તળેટી સમતા છે, અને ચરમ શિખર પણ સમતા છે સાધનાનો પ્રારંભ પ્રેમ, કરુણા, અહિંસા, ઉદારતા વગેરેથી થાય છે. ક્રમશ સાધના તીવ્ર બનતાં સાધક વીતરાગતા સુધી પહોંચે છે. શાસ્ત્રકારોએ, જ્ઞાનીઓએ સમતાનું ઘણું ગૌરવ કર્યું છે. जानन्ति कामानिखिली: ससंशा, अर्थ नरा: केऽपि च केऽपि च धर्मम् / जनं च के चिद् गुरुदेवशुद्धम् केचित् शिवम् केऽपि च केऽपि साम्यम् // સર્વસંજ્ઞાવાળાં પ્રાણીઓ કામને જાણે છે. તેમાંથી કેટલાંક અર્થને (ધનને) જાણે છે. તેમાંથી કેટલાંક ધર્મને જાણે છે. તેમાંથી થોડાંક દેવગુરુયુકત ધર્મને જાણે છે. તેમાંથી થોડાંક મોક્ષને અને તેમાંથી થોડાંક સમતાને જાણે છે. (સમતા-અધ્યાત્મ કલ્પતરું) સમતાનું મૂલ્ય આટલું મોટું છે. જીવનવ્યવહારમાં દરેક ક્ષેત્રે સમતાભાવ જેટલો વધારે તેટલી સુખશાંતિ વધારે. સમત્વની સામૂહિક સાધના કરવામાં આવે તો સંઘર્ષરહિત, શોષાગરહિત, સહિષ્ણુ સમાજ નિર્માણ થાય. સમતા જ્યારે દઢ બને, સહજ બને ત્યારે શ્વાસે શ્વાસે વિશ્વકલ્યાણની ભાવનાનો સ્ત્રોત વહેવા માંડે. સમતા એ અમૂલ્ય સંપત્તિ છે. આનંદરૂપી અમૃત તેમાંથી પ્રાપ્ત થાય છે. તેથી જ જ્ઞાનીઓ કહે છે સમતા એ પરમેશ્વર છે. = ' ' -- સમતા