SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ સમતા પ્રો. તારાબહેન રમણલાલ શાહ સમતા' નો સાદો અને સામાન્ય અર્થ છે : ધીરજ રાખવી, શાંતિ રાખવી. સમ એટલે સમાન અથવા સરખું. સમતાનો વિશેષ અર્થ છે સમત્વ, મનની સ્થિરતા, સ્વસ્થતા, તટસ્થતા, અહિંસકપણું. સમતા એટલે અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં, સારા કે નરસા પ્રસંગે સારી કે નરસી વ્યકિત માટે સ્વસ્થતાપૂર્વક સમભાવ ધારણ કરવો. આપણે જાણીએ છીએ કે જુદા જુદા કારણે ચિત્તમાં સમયે સમયે સુખદ કે દુઃખદ અનુભવો થાય છે. સુખદ અનુભવ પ્રત્યે મોહ કે રાગ ઉત્પન્ન થાય છે. સુખદ અનુભવ જ્યારે દુઃખમાં પલટાઈ જાય છે ત્યારે અધીરાઈ, ખેદ, દોષ, ઈર્ષ્યા ઈત્યાદિ અનુભવાય છે, માણસ સુખ ટકાવી રાખવા ઈચ્છે છે, પરંતુ તે ઝાઝું ટકતું નથી. માણસ દુઃખને દૂર કરવા ઈછે અને છતાં દુઃખ દૂર થાય નહિ. આ બંને દશામાં મન અશાંત, બેચેન અને વિષમ બને છે. બીજી બાજુએ સુખ અને દુઃખ બંને પ્રત્યે માણસ સજાગ રહે, બંને પરિસ્થિતિમાં રાગ દ્વેષ ન અનુભવતાં સમતોલ અને શાંત રહે એ સમતા કહેવાય. ભગવદ્ગીતામાં કહ્યું છે दुःखेषु अनुद्विग्नमन: सुखेषु विगत स्पृहः । દુઃખમાં ખેદ ન કરવો અને સુખમાં સ્પૃહા ન રાખવી તે સમતા. સાધુજીવનને સાર સમતા છે. ઉત્તરાધ્યયન સૂત્ર માં એક સ્થળે કહ્યું છે “સમય સમો દોરું સમતા વડે સાધુ થવાય છે, શ્રમણ થવાય છે. શ્રમણ શબ્દનો એક અર્થ સમતા થાય છે. સાચી સમતા પરમ પુરુષાર્થ છે, વીરતા છે. ભગવાન મહાવીરે દીક્ષા સમયે પ્રતિજ્ઞા લીધી હતી હું જિંદગીભર સમતા ધારણ કરીશ. દેવો, માનવો, નારકી, તિર્યંચ દરેક પ્રત્યે સમભાવથી વર્તીશ. ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ હું ચલાયમાન થઈશ નહિ સમતાની આવી કઠિન પ્રતિજ્ઞા ભગવાને લીધી અને વીરતાપૂર્વક પાળી તેથી જ તેઓ મહાવીર કહેવાયા. ભગવાન પાર્શ્વનાથને એક બાજુ કમઠે અતિશય ત્રાસ આપ્યો, તો બીજી બાજુ ધરણેન્દ્રદેવે એમની રક્ષા કરી. પરંતુ ભગવાને કમઠ પ્રત્યે ક્રોધ કે દ્વેષનો ભાવ ન સેવ્યો અને ધરણેન્દ્ર પ્રત્યે મોહ કે રાગનો ભાવ ન સેવ્યો. બંને પ્રત્યે સમાન ભાવ સેવ્યો એટલે કે તુલ્ય મનોવૃત્તિ સેવી. સમતા એટલે નિર્બળતા નહિ, કે કાયરતા નહિ. સમતા એટલે જડતા કે ભાવશૂન્યતા નહિ. સમતા એટલે અંતરની ઉદારતા. સમતા એટલે હૃદયનો ક્ષમાભાવ. એનો અર્થ એવો નહિ કે કોઈ પણ ઘટનાને કે હકીકતને વગર-વિચાર્યું માની લેવી કે સમતાને નામે એને સંમતિ આપવી. એમ કરવાથી અવ્યવસ્થા સર્જાય. સમતા એટલે સમજણપૂર્વકની, વિચારપૂર્વકની સ્વસ્થતા કસોટી કે કટોકટીની ૧૧૨ શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230252
Book TitleSamta
Original Sutra AuthorN/A
AuthorTaraben R Shah
PublisherZ_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Publication Year
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size571 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy