Book Title: Samta
Author(s): Taraben R Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 6
________________ સમતા મોક્ષનું સાધન છે. સમતા દ્વારા વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. વૈરાગ્યપ્રાપ્તિ માટે જે સાધના કરીએ તેમાં પ્રથમ પગથિયું એટલે કે તળેટી સમતા છે, અને ચરમ શિખર પણ સમતા છે સાધનાનો પ્રારંભ પ્રેમ, કરુણા, અહિંસા, ઉદારતા વગેરેથી થાય છે. ક્રમશ સાધના તીવ્ર બનતાં સાધક વીતરાગતા સુધી પહોંચે છે. શાસ્ત્રકારોએ, જ્ઞાનીઓએ સમતાનું ઘણું ગૌરવ કર્યું છે. जानन्ति कामानिखिली: ससंशा, अर्थ नरा: केऽपि च केऽपि च धर्मम् / जनं च के चिद् गुरुदेवशुद्धम् केचित् शिवम् केऽपि च केऽपि साम्यम् // સર્વસંજ્ઞાવાળાં પ્રાણીઓ કામને જાણે છે. તેમાંથી કેટલાંક અર્થને (ધનને) જાણે છે. તેમાંથી કેટલાંક ધર્મને જાણે છે. તેમાંથી થોડાંક દેવગુરુયુકત ધર્મને જાણે છે. તેમાંથી થોડાંક મોક્ષને અને તેમાંથી થોડાંક સમતાને જાણે છે. (સમતા-અધ્યાત્મ કલ્પતરું) સમતાનું મૂલ્ય આટલું મોટું છે. જીવનવ્યવહારમાં દરેક ક્ષેત્રે સમતાભાવ જેટલો વધારે તેટલી સુખશાંતિ વધારે. સમત્વની સામૂહિક સાધના કરવામાં આવે તો સંઘર્ષરહિત, શોષાગરહિત, સહિષ્ણુ સમાજ નિર્માણ થાય. સમતા જ્યારે દઢ બને, સહજ બને ત્યારે શ્વાસે શ્વાસે વિશ્વકલ્યાણની ભાવનાનો સ્ત્રોત વહેવા માંડે. સમતા એ અમૂલ્ય સંપત્તિ છે. આનંદરૂપી અમૃત તેમાંથી પ્રાપ્ત થાય છે. તેથી જ જ્ઞાનીઓ કહે છે સમતા એ પરમેશ્વર છે. = ' ' -- સમતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6