Book Title: Samta Author(s): Taraben R Shah Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf View full book textPage 5
________________ કરુણાપૂર્ણ હોવી જોઈએ. કરુણાનો ભાવ ન હોય તો આપણામાં જડતા કે રુક્ષતા આવી જવાનો સંભવ રહે. ઉપાધ્યાય યશોવિજયજી સજઝાયમાં કહે છે રાગ ધરીજે જીહાં ગુણ લહીએ, નિર્ગુણ ઉપર સમચિત્ત રહીએ. આ ચારે ભાવનાથી વિશ્વમૈત્રી સધાય છે. આ ચારે ભાવના ધર્મધ્યાનની ભાવના છે. તેનાથી આર્ન-રૌદ્ધ ધ્યાનથી મુક્ત થવાય છે અને સમતાયુક્ત ધર્મધ્યાન પ્રગટે છે. અનુકંપા, પ્રેમ, ઉદારતા અને દાનનાં બીજ પ્રગટે છે અને પોષાય છે. ચિત્તવૃત્તિ સ્થિર થાય છે. જેમ વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય તેમ અનિર્વચનીય આનંદ અનુભવાય છે. સમતા અને ધ્યાન પરસ્પરપૂરક છે સમતા વિના, ચિત્તની સ્થિરતા વિના, ધ્યાન થતું નથી. ધ્યાનથી સમતા નિશ્ચલ થાય છે. न साम्ये विना ध्यानम्, न ध्यानेन विना च यत् । જેમ જેમ ધ્યાનની ક્ષમતા વધતી જાય તેમ તેમ મનમાં વિશેષ પ્રકારનું ચૈતન્ય જાપાત થાય છે. ચૈતન્ય એ સમત્વની પ્રજ્ઞા છે. સમતા એ જ્ઞાન છે. અથવા તો એમ કહી શકાય કે જ્ઞાનનો સાર સમતા છે. ધર્મની સાધનાનો પ્રથમ ઉદેશ સાચી દષ્ટિ અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું એ છે. જેમ જેમ રાગદ્વેષથી પર થઈએ તેમ તેમ આત્મા પરથી મોહ અને અજ્ઞાનનું આવરણ હટતું જાય. જેમનાં જીવનમાં સમતા આવે તેવી વ્યક્તિઓને સામ્યયોગી અથવા તો પંડિતા સમર્શિત કહેવામાં આવે છે. વીતરાગપણાની સેવાનો આધાર સમતા છે. સમતાના અનેક લાભ છે. સમતાથી ઉત્તમ ગુણોની રક્ષા થાય છે, ચિત્તની શાંતિ પ્રગટે છે, ગમે તેવા વિપરીત સંજોગોમાં વિચલિત થયા વિના સાચા અને સારા ત્વરિત નિર્ણયો લઈ શકાય છે. બાહ્ય સંજોગો પરિવર્તનશીલ છે. તેના પર કદાચ આપણો કાબૂ ન હોય, પરંતુ સમતાને કારણે આંતરવૃત્તિ પર કાબૂ મેળવી શકાય છે. પરિણામે નિષ્કપટતા અને નિષ્કપાયતા પ્રાપ્ત થાય છે. આધ્યાત્મયોગી આનંદઘનજી કહે છે ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યું, પૂજા અખંડિત એહ. સમતાથી જન્મતી ચિત્તની પ્રસન્નતા એ જ સાચી ભકિત છે. સમતાથી માનસિક સમતુલાની સાથે શારીરિક સમતુલા પણ મેળવી શકાય. રોગને સહન કરવાની તાકાત આવે. સમતાનો અભાવ હોય તો જીવનવ્યવહારમાં કેટલીક વાર માનસિક તનાવ પેદા થાય છે, જાતજાતના ભય અકળાવે છે, જાતજાતની શંકા કુશંકા સેવાય છે. કેટલીક ચિંતા ઉન્માદ સુધી પહોંચાડે છે. મોટાભાગની બીમારી માનસિક તનાવને કારણે હોય છે. સમતા હોય તો તનાવ પર કાબૂ મેળવી શકાય છે. થી વિવાદ અતિ સ્વરો લાદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6