Book Title: Sambodhi 2005 Vol 29
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ સંપાદકીય ભારતીય સંસ્કૃતિના સંરક્ષણમાં શિલ્પ, સ્થાપત્ય અને પુરાતત્ત્વનો મહત્ત્વનો ફાળો છે. શિલ્પ, સ્થાપત્ય અને પુરાતત્ત્વ ક્ષેત્રે ભારત ખૂબ જ સમૃદ્ધ દેશ છે. આ વિષયે આજ સુધીમાં અનેક ગ્રંથો પ્રગટ થયાં છે. તેમાં ગુજરાતનું પણ મોટું પ્રદાન છે. પરંતુ ગુજરાતના પ્રદાન અંગે ઘણું ઓછું કામ થયું છે. આ ક્ષેત્રે વિશેષ કામ થાય તો ગુજરાતની પુરાતત્ત્વીય સમૃદ્ધિનો વિદ્ધ જગતને ખ્યાલ આવી શકે. આ માટે એક સંશોધનાત્મક લેખમાળા શરૂ થાય તેવી અમારી ભાવના હતી. આ વાત અમે વિદ્વાનમિત્ર શ્રી રવિ હજરીસને કરી. તેમણે પણ આ વિષયે વધુ કામની આવશ્યક્તા અંગે અમારી વાતનો સ્વીકાર કર્યો. સાથે સાથે એક વિશેષાંક પ્રગટ કરવાની વાત કરી. અમે તે વાતને સહર્ષ સ્વીકારી લીધી. આ સમય દરમ્યાન વિદ્યામંદિરમાં પુરાતત્ત્વ વિષયનો એક પ્રમાણપત્ર અભ્યાસક્રમ ચાલી રહ્યો હતો. એ સમયે ગુજરાત રાજ્યનાં પુરાતત્ત્વ ખાતાના વડા શ્રી યદુવીરસિંહ રાવત પણ પ્રવચન માટે આમંત્રિત હતા. તેમને અમે પુરાતત્ત્વના વિશેષાંક સંબંધી યોજના જણાવી. અમારી યોજના તેમને ગમી ગઈ અને પુરાતત્ત્વખાતુ આ યોજનામાં યથાસંભવ સહયોગ કરશે તેમ પણ જણાવ્યું. તેથી અમારા ઉત્સાહમાં અભિવૃદ્ધિ થઈ. ત્યારબાદ સમગ્ર યોજનાના તમામ તબક્કે શ્રી રાવત સાહેબે ખૂબ જ સુંદર માર્ગદર્શન અને સંપૂર્ણ સહકાર આપ્યો છે. તેથી સમગ્ર આયોજન સફળતા પૂર્વક પાર પડી શક્યું છે. તે બદલ શ્રી રાવત સાહેબનો અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. આ વિશેષાંક માટે પુરાતત્ત્વના વિદ્વાનોને લેખ લખવા આમંત્રિત કરવા, તેમના લેખો પ્રાપ્ત કરવા, સંપાદન કરવું, પ્રુફ રીડીંગ આદિ તમામ કાર્યોમાં શ્રી રવિ હજારનીસનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો છે. તે માટે તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. આ યોજના માટે અમે અનેક વિદ્વાનોને આમંત્રણ આપ્યું હતું પરંતુ નિર્ધારિત સમય દરમ્યાન પ્રાપ્ત થયેલ લેખોને સમાવી શક્યા

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 242