Book Title: Samayam Goyam Ma Pamaye Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 3
________________ ૧૯૪ જિનતત્ત્વ સહજપ સરી પડે છે. એ ભલે એકાદ વ્યક્તિને સંબોધીને બોલાયા હોય, પણ બોલનાર વ્યક્તિ કરુણાર્દ્ર હૃદયે સર્વ જીવોનું એક માત્ર હિત ચિંતવી એ શબ્દો બોલે છે, અથવા એમનાથી અનાયાસ એવા હિતકારી શબ્દો બોલાઈ જાય છે, અથવા એમનાથી બોલ્યા વગર રહી શકાતું નથી. એ શબ્દોમાં એવું જબરું બળ હોય છે કે કાળના પ્રવાહમાં એને ઘસારો લાગતો નથી. બલકે કાળ એને ઘસી ઘસીને વધુ ને વધુ સુંદર અને ચકચકિત બનાવે છે. ભગવાને ગૌતમસ્વામીને કહેલા આ શબ્દોમાં પણ એવું જ દિવ્ય અને અલૌકિક બળ છે. ભગવાને ગૌતમસ્વામીને અને એમના દ્વારા અનેક જીવોને અનેક બાબતમાં ઘણો મહત્ત્વનો ઉપદેશ આપ્યો છે. એમાં ગૌતમસ્વામીને વારંવાર અપાયેલો ઉપદેશ તે પ્રમાદ ન કરવા વિશે છે. આમ જોઈએ તો આ એક પ્રકારનો નિષેધરૂપ ઉપદેશ છે. મનુષ્ય શું શું ન કરવું જોઈએ એવી નિષેધરૂપ હજારો શિખામણો વડીલો, જ્ઞાનીઓ, શિક્ષકો કે સંતમહાત્માઓ તરફથી વ્યાવહારિક, સામાજિક, વૈયક્તિક કે સામુદાયિક જીવનને લક્ષીને અપાયા કરે છે. ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગે પણ એવી ઘણીબધી શિખામણો અપાયેલી છે. ભગવાને ગૌતમસ્વામીને આપેલી આ નાનકડી શિખામણ આમ જોઈએ તો સ્પષ્ટ છે, પરંતુ આધ્યાત્મિક માર્ગની તે ગહનતમ, સૂક્ષ્માતિસૂક્ષ્મ શિખામણ છે. એ જો સંપૂર્ણપણે અમલમાં મૂકી શકાય તો કેવળજ્ઞાન અને મોક્ષ ક્ષણવારમાં પ્રાપ્ત થઈ શકે. સારી રીતે જીવવું એ જીવોનું પાર્થિવ લક્ષણ છે. પરંતુ ભોગપભોગથી ભરેલા આ પાર્થિવ જીવનથી પર કોઈ સનાતન, નિરુપાધિક અસ્તિત્વ છે એની આંતરપ્રતીતિ તો કોઈક વિરલ મનુષ્યોને જ થાય છે. વ્યવહારમાં જેમ અનેક કાર્યો પ્રમાદને લીધે થઈ શકતાં નથી, તેમ આધ્યાત્મિક માર્ગની કેટલીક સિદ્ધિઓ ચિત્તની પ્રમત્તાવસ્થાના કારણે પ્રાપ્ત થતી નથી. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ જગત જ્ઞાનીઓની દૃષ્ટિએ તો અજ્ઞાન અથવા મિથ્યાત્વના ગાઢ અંધકારથી ભરેલું છે. મિથ્યાત્વનો અંધકાર જેમનામાંથી ચાલ્યો ગયો છે, સાચી સમજણ જેમને પ્રાપ્ત થઈ શકી છે, તેઓ પણ પ્રમાદને કારણે અવિરતિમાં અટકી પડે છે. પ્રમાદ જગતના જીવોને જટિલ જંજાળોમાં જકડી રાખે છે. ક્રોધાદિ કષાયો અને મન, વચન તથા કાયાના યોગો જીવને સન્માર્ગે જતાં અટકાવે છે. જે જીવો પોતાની આત્મશક્તિને ખીલવે છે તેઓ બધા અંતરાયોને ભેદીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5