Book Title: Samayam Goyam Ma Pamaye
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249489/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ समयं गोयम, मा पमायओ। દિવાળીનો દિવસ એ ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણનો દિવસ, તીર્થંકર પરમાત્માના નિર્વાણનો દિવસ કલ્યાણક તરીકે ઊજવાય છે. અનેક લોકોનું કલ્યાણ જે ઘટનાથી થાય તેને કલ્યાણક કહેવામાં આવે છે. પ્રત્યેક તીર્થકરનાં પાંચ કલ્યાણકોમાં નિર્વાણનો પ્રસંગ પણ આનંદ અને ઉત્સવનો પ્રસંગ બને છે. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણના પ્રસંગને અનેક લોકોએ અસંખ્ય દીપક પ્રગટાવીને ઊજવ્યો હતો, માટે એ પર્વને દીપાવલિ-દિવાળી પર્વ કહેવામાં આવે છે. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણની ઘટના સાથે ગુરુ ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એ મહત્ત્વની ઘટના સંકળાયેલી છે. જ્યાં સુધી મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા નહોતા ત્યાં સુધી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું નહોતું. તેનું મુખ્ય કારણ એ હતું કે એમને ભગવાન પ્રત્યે તીવ્ર અનુરાગ હતો. એ અનુરાગ વાસ્તવિક દુનિયાની દૃષ્ટિએ પ્રશસ્ત, પ્રશંસાને યોગ્ય હતો, પરંતુ મોક્ષમાર્ગમાં, કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં તે અંતરાયરૂપ હતો. દિવાળીના દિવસે મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા અને બેસતા વર્ષના પ્રભાતે રાગરહિત અવસ્થા પ્રાપ્ત થતાં ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું હતું. મહાવીરસ્વામી અને ગૌતમસ્વામીન સંબંધ ત્રીસ વર્ષનો હતો. મહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયું અને બીજે દિવસે પાવાપુરીમાં ઇન્દ્રભૂતિ ગૌતમ સહિત અગિયાર પ્રકાંડ બ્રાહ્મણ પંડિતોનો એમને મેળાપ થયો. તેઓ બધાએ પોતપોતાના મનની શંકા અનુસાર ભગવાનની સાથે શાસ્ત્રાર્થ કર્યો, તેથી સંતોષ પામ્યા અને પોતપોતાના શિષ્યસમુદાય સહિત પછી એમના શિષ્યો થયા, અર્થાત્ ગણધરો થયા. એ દિવસથી તે નિર્વાણના દિવસ સુધી એમ સતત લગભગ ૩૦ વર્ષ જેટલા સુદીર્ઘ સમય સુધી ગૌતમસ્વામી ભગવાનની સાથે જ વિચરતા રહ્યા. Page #2 -------------------------------------------------------------------------- ________________ समयं गोयम, मा पमायओ । ૧૯૩ મતિ, શ્રુત, અવિધ અને મન:પર્યવ એ ચાર જ્ઞાન ગૌતમસ્વામીને થયાં હતાં, પરંતુ ભગવાન પ્રત્યેના તીવ્ર અનુરાગને કારણે એમને કેવળજ્ઞાન થતું ન હતું. નવાઈ તો એ હતી કે ગૌતમસ્વામી જેને જેને દીક્ષા આપે તેને કેવળજ્ઞાન થતું, પરંતુ ખુદ પોતાને કેવળજ્ઞાન થતું નહિ. દ્વેષ ઉપર વિજય મેળવવાનું એટલું કઠિન નથી, જેટલું રાગ ઉપર વિજય મેળવવાનું છે. ગૌતમસ્વામીના મનની આ સ્થિતિ ભગવાન જાણતા હતા, અને એટલા માટે જ તેઓ એમને અનેક વાર કહેતા ‘હે ગૌતમ ! તું સમય (અલ્પતમ ક્ષણ) માત્રનો પણ પ્રમાદ ન કરીશ.’ સમમાં ગોયમ ના પમાયણે – એ ગૌતમસ્વામીને ઉદ્દેશીને કહેલા ચાર શબ્દો આગમગ્રન્થોની કેટલીય ગાથાઓમાં કેટલીય વાર આવે છે. (ઉત્તરાધ્યયનના દસમા અધ્યયનમાં તો એ પ્રત્યેક ગાથાનું છેલ્લું ચરણ છે. ભગવાને ઉચ્ચારેલા એ શબ્દો એમના બીજા કેટલાય શબ્દોની જેમ અઢી હજાર વર્ષથી લોકોના શ્રવણમાં અને ચિત્તમાં ગુંજન કરતા ચાલ્યા આવ્યા છે. સાધારણ માણસે ઉચ્ચારેલ શિખામણના શબ્દો ઘડીકમાં વીસરાઈ જાય છે, પણ કેટલાક શબ્દો એવા હોય છે કે જે કાલાતીતપણાને પામે છે. હજારો વર્ષો સુધી લોકોમાં એટલા જ વેગ અને બળથી એ શબ્દો વહેતા રહે છે. શબ્દમાં અનંત શક્તિ છે. શબ્દને ‘બ્રહ્મ' તરીકે ઓળખવામાં આવે છે. આખા વિશ્વમાં ઘૂમી વળવાની તાકાત શબ્દમાં રહેલી છે. બોલનાર વ્યક્તિ શબ્દમાં કેટલું બળ પૂરે છે તેના ઉપર એનો આધાર રહે છે. વિશ્વમાં મનુષ્ય સહિત અનંત જીવો વ્યક્ત કે અવ્યક્ત ધ્વનિનું – શબ્દોનું પ્રતિક્ષણ ઉચ્ચારણ કર્યા કરે છે. એ તમામ શબ્દો કાળના પ્રવાહમાં તણાઈ જાય છે, વીખરાઈ જાય છે, લુપ્ત થઈ જાય છે. કોઈ કોઈ શબ્દો પાંચ-પચીસ વર્ષ કે બે-ચાર સૈકા સુધી જીવંત રહે છે, તો કોઈ કોઈ શબ્દો હજારો વર્ષો સુધી એકસરખું ગુંજન કર્યા કરે છે. મયં ોયમ મા પમાયઝે – એ શબ્દો એવા છે કે જે હજુ હજારો વર્ષ સુધી માનવજાતને માટે પથદર્શક બની રહેશે. કેટલાક શબ્દો વ્યક્તિના હૃદયમાંથી સ્ફુરે છે. કેટલાક શબ્દો ચિત્તના અતલ ઊંડાણમાંથી પ્રગટ થાય છે. એવા કેટલાક શબ્દોમાં વ્યક્તિનાં નિર્દોષ, વાત્સલ્યપૂર્ણ, પ્રામાણિક, કલ્યાણકારી તીવ્ર સ્પંદનો રહેલાં હોય છે. સાંભળનારને તે તરત સ્પર્શી જાય છે. કેટલાક શબ્દો માત્ર હૃદય કે ચિત્તમાંથી જ નહિ, પરંતુ સમગ્ર આત્મામાંથી, સમગ્ર અસ્તિત્વમાંથી એના નિચોડરૂપે Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જિનતત્ત્વ સહજપ સરી પડે છે. એ ભલે એકાદ વ્યક્તિને સંબોધીને બોલાયા હોય, પણ બોલનાર વ્યક્તિ કરુણાર્દ્ર હૃદયે સર્વ જીવોનું એક માત્ર હિત ચિંતવી એ શબ્દો બોલે છે, અથવા એમનાથી અનાયાસ એવા હિતકારી શબ્દો બોલાઈ જાય છે, અથવા એમનાથી બોલ્યા વગર રહી શકાતું નથી. એ શબ્દોમાં એવું જબરું બળ હોય છે કે કાળના પ્રવાહમાં એને ઘસારો લાગતો નથી. બલકે કાળ એને ઘસી ઘસીને વધુ ને વધુ સુંદર અને ચકચકિત બનાવે છે. ભગવાને ગૌતમસ્વામીને કહેલા આ શબ્દોમાં પણ એવું જ દિવ્ય અને અલૌકિક બળ છે. ભગવાને ગૌતમસ્વામીને અને એમના દ્વારા અનેક જીવોને અનેક બાબતમાં ઘણો મહત્ત્વનો ઉપદેશ આપ્યો છે. એમાં ગૌતમસ્વામીને વારંવાર અપાયેલો ઉપદેશ તે પ્રમાદ ન કરવા વિશે છે. આમ જોઈએ તો આ એક પ્રકારનો નિષેધરૂપ ઉપદેશ છે. મનુષ્ય શું શું ન કરવું જોઈએ એવી નિષેધરૂપ હજારો શિખામણો વડીલો, જ્ઞાનીઓ, શિક્ષકો કે સંતમહાત્માઓ તરફથી વ્યાવહારિક, સામાજિક, વૈયક્તિક કે સામુદાયિક જીવનને લક્ષીને અપાયા કરે છે. ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગે પણ એવી ઘણીબધી શિખામણો અપાયેલી છે. ભગવાને ગૌતમસ્વામીને આપેલી આ નાનકડી શિખામણ આમ જોઈએ તો સ્પષ્ટ છે, પરંતુ આધ્યાત્મિક માર્ગની તે ગહનતમ, સૂક્ષ્માતિસૂક્ષ્મ શિખામણ છે. એ જો સંપૂર્ણપણે અમલમાં મૂકી શકાય તો કેવળજ્ઞાન અને મોક્ષ ક્ષણવારમાં પ્રાપ્ત થઈ શકે. સારી રીતે જીવવું એ જીવોનું પાર્થિવ લક્ષણ છે. પરંતુ ભોગપભોગથી ભરેલા આ પાર્થિવ જીવનથી પર કોઈ સનાતન, નિરુપાધિક અસ્તિત્વ છે એની આંતરપ્રતીતિ તો કોઈક વિરલ મનુષ્યોને જ થાય છે. વ્યવહારમાં જેમ અનેક કાર્યો પ્રમાદને લીધે થઈ શકતાં નથી, તેમ આધ્યાત્મિક માર્ગની કેટલીક સિદ્ધિઓ ચિત્તની પ્રમત્તાવસ્થાના કારણે પ્રાપ્ત થતી નથી. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ જગત જ્ઞાનીઓની દૃષ્ટિએ તો અજ્ઞાન અથવા મિથ્યાત્વના ગાઢ અંધકારથી ભરેલું છે. મિથ્યાત્વનો અંધકાર જેમનામાંથી ચાલ્યો ગયો છે, સાચી સમજણ જેમને પ્રાપ્ત થઈ શકી છે, તેઓ પણ પ્રમાદને કારણે અવિરતિમાં અટકી પડે છે. પ્રમાદ જગતના જીવોને જટિલ જંજાળોમાં જકડી રાખે છે. ક્રોધાદિ કષાયો અને મન, વચન તથા કાયાના યોગો જીવને સન્માર્ગે જતાં અટકાવે છે. જે જીવો પોતાની આત્મશક્તિને ખીલવે છે તેઓ બધા અંતરાયોને ભેદીને Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ समयं गोयम, मा पमायओ। મુક્તિપથ પર પ્રગતિ કરી શકે છે, પરંતુ તેમાં પણ ક્ષણક્ષણની, સમયસમયની અપ્રમત્તાવસ્થા પ્રાપ્ત થવી ઘણી દુષ્કર છે. એવા માર્ગે ગયેલા મનુષ્યોમાંથી પણ મોટા ભાગના મનુષ્યોની સ્થિતિ તો એવી હોય છે કે ધર્મ શું છે તે સમજાય છે પરંતુ તેમાં પ્રવૃત્ત થવાતું નથી, અને અધર્મ શું છે તે પણ સમજાય છે પરંતુ તેમાંથી નિવૃત્ત થવાતું નથી. जानामि धर्म न च मे प्रवृत्तिः। जानाम्यधर्म न च मे निवृत्तिः।। આમ છતાં, આટલું જાણવા જેટલી સ્થિતિએ પહોંચાયું છે, ધર્મ કે અધર્મ વિશેના અજ્ઞાનની સ્થિતિ નથી, એટલી જાગૃતિ પણ ઇષ્ટ છે. સમ્યગુદર્શન અને સમ્યજ્ઞાન પ્રાપ્ત થવા સરળ નથી, પરંતુ એ પ્રાપ્ત થયા પછી તદનુસાર સમ્યફચારિત્ર ઘડવું એ પણ ઘણી દુષ્કર વાત છે. પ્રસાદ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મોહનીય કર્મ જીવને ભગાડે છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ રાગ જીવથી છૂટતો નથી. વીતરાગપણું સહેલાઈથી મેળવી શકાતું નથી, અથવા મેળવ્યું હોવા છતાં પ્રમાદને કારણે ન મેળવ્યા જેવું ઘડીએ ઘડીએ ચાલ્યા કરે છે. છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનક વચ્ચે જીવ અનેકવાર ચડઊતર કર્યા કરે છે. ઉપરના ગુણસ્થાનકે જીવ પ્રમાદના કારણે જ સ્થિર થઈ શકતો નથી. વારંવાર સ્થિર થવાનો મહાવરો જેઓ અનેક વખત કરતા રહે છે તેઓ તેના ઉપર પછી સ્થિર થઈ જાય છે. કોઈ વિરલ મહાત્માઓ પ્રથમ પ્રયાસે જ અપ્રમત્ત બની સ્થિર થઈ જાય છે, ઊર્ધ્વગામી બને છે. ચિત્તની આ ક્રિયા અતિ સૂક્ષ્મ છે. ભગવાને એટલા માટે શબ્દ વાપર્યો છે “સમય”. ભગવાને ગૌતમસ્વામીને કહ્યું છે કે “સમયમાત્રનો પણ પ્રમાદ ન કરીશ.” સમયનો સાદો અર્થ છે કાળ. પરંતુ અહીં “સમય” શબ્દ જૈન પારિભાષિક અર્થમાં વપરાય છે. સમય એટલે કાળનું નાનામાં નાનું એકમ (unit). આંખના એક પલકારામાં આઠ કરતાં પણ ઘણો વધારે, “અસંખ્યાત સમય વીતી જાય છે. સમયનું સ્વરૂપ અને સમયનું માપ સમજવા માટે સરસ પ્રતીતિકર ઉદાહરણો અપાયાં છે. કોઈ માણસ ફૂલની સો કે હજાર પાંદડી સાથે રાખીને સોયથી તે તમામને ક્ષણમાત્રમાં આરપાર વધે તો તેમાં એક પાંદડીમાંથી પસાર થઈને સોય બીજી પાંદડીમાં પ્રવેશ કરે એટલા સૂક્ષ્મ કાળને “સમય” કહેવામાં આવે છે. અથવા કોઈ માણસ કોઈ લાંબા જીર્ણ વસ્ત્રને એક ઝાટકે ક્ષણમાત્રમાં ફાડી નાખે તો એક તાંતણો તૂટ્યા પછી બીજો તાંતણો તૂટે તેમાં Page #5 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ પસાર થયેલા તેટલા સૂક્ષ્મ કાળને માટે “સમય” શબ્દ વાપરી શકાય. આપણું ચિત્ત સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. પ્રતિક્ષણ, બલ્ક પ્રતિસમય એમાં વિચારોનો, ભાવોનો, સ્પંદનોનો પ્રવાહ નિરંતર ચાલ્યા કરે છે. પ્રતિસમય એ પ્રવાહ પ્રમાદરહિત રહ્યા કરે એ ઘણી દુર્લભ વાત છે. મહાન સાધકો જ એ સિદ્ધ કરી શકે છે. આ પંચમ કાળમાં તો એ શક્ય જ નથી, પરંતુ એ દિશામાં પુરુષાર્થ અશક્ય નથી. ભગવાન મહાવીરસ્વામીએ પંચાચારનું ચુસ્ત પાલન કરનાર, સમર્થ આરાધક, ચાર જ્ઞાનના ધણી એવા શ્રી ગૌતમસ્વામીને “સમયે યમ મા મય' એવો જે ઉપદેશ અનેક વાર આપ્યો તે મુક્તિમાર્ગના પ્રવાસીઓને માટે ભાથું બની રહે - શિવપથ સંબલ બની રહે એવો છે. એનો અંશ માત્ર પણ આપણા વર્તમાન જીવનમાં ઊતરે તોયે ઐહિક જીવનમાં પણ કંઈક આધ્યાત્મિક કૃતાર્થતા અનુભવી શકાય.