________________ જિનતત્ત્વ પસાર થયેલા તેટલા સૂક્ષ્મ કાળને માટે “સમય” શબ્દ વાપરી શકાય. આપણું ચિત્ત સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. પ્રતિક્ષણ, બલ્ક પ્રતિસમય એમાં વિચારોનો, ભાવોનો, સ્પંદનોનો પ્રવાહ નિરંતર ચાલ્યા કરે છે. પ્રતિસમય એ પ્રવાહ પ્રમાદરહિત રહ્યા કરે એ ઘણી દુર્લભ વાત છે. મહાન સાધકો જ એ સિદ્ધ કરી શકે છે. આ પંચમ કાળમાં તો એ શક્ય જ નથી, પરંતુ એ દિશામાં પુરુષાર્થ અશક્ય નથી. ભગવાન મહાવીરસ્વામીએ પંચાચારનું ચુસ્ત પાલન કરનાર, સમર્થ આરાધક, ચાર જ્ઞાનના ધણી એવા શ્રી ગૌતમસ્વામીને “સમયે યમ મા મય' એવો જે ઉપદેશ અનેક વાર આપ્યો તે મુક્તિમાર્ગના પ્રવાસીઓને માટે ભાથું બની રહે - શિવપથ સંબલ બની રહે એવો છે. એનો અંશ માત્ર પણ આપણા વર્તમાન જીવનમાં ઊતરે તોયે ઐહિક જીવનમાં પણ કંઈક આધ્યાત્મિક કૃતાર્થતા અનુભવી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org