Book Title: Samayam Goyam Ma Pamaye Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 1
________________ समयं गोयम, मा पमायओ। દિવાળીનો દિવસ એ ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણનો દિવસ, તીર્થંકર પરમાત્માના નિર્વાણનો દિવસ કલ્યાણક તરીકે ઊજવાય છે. અનેક લોકોનું કલ્યાણ જે ઘટનાથી થાય તેને કલ્યાણક કહેવામાં આવે છે. પ્રત્યેક તીર્થકરનાં પાંચ કલ્યાણકોમાં નિર્વાણનો પ્રસંગ પણ આનંદ અને ઉત્સવનો પ્રસંગ બને છે. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણના પ્રસંગને અનેક લોકોએ અસંખ્ય દીપક પ્રગટાવીને ઊજવ્યો હતો, માટે એ પર્વને દીપાવલિ-દિવાળી પર્વ કહેવામાં આવે છે. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણની ઘટના સાથે ગુરુ ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એ મહત્ત્વની ઘટના સંકળાયેલી છે. જ્યાં સુધી મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા નહોતા ત્યાં સુધી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું નહોતું. તેનું મુખ્ય કારણ એ હતું કે એમને ભગવાન પ્રત્યે તીવ્ર અનુરાગ હતો. એ અનુરાગ વાસ્તવિક દુનિયાની દૃષ્ટિએ પ્રશસ્ત, પ્રશંસાને યોગ્ય હતો, પરંતુ મોક્ષમાર્ગમાં, કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં તે અંતરાયરૂપ હતો. દિવાળીના દિવસે મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા અને બેસતા વર્ષના પ્રભાતે રાગરહિત અવસ્થા પ્રાપ્ત થતાં ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું હતું. મહાવીરસ્વામી અને ગૌતમસ્વામીન સંબંધ ત્રીસ વર્ષનો હતો. મહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયું અને બીજે દિવસે પાવાપુરીમાં ઇન્દ્રભૂતિ ગૌતમ સહિત અગિયાર પ્રકાંડ બ્રાહ્મણ પંડિતોનો એમને મેળાપ થયો. તેઓ બધાએ પોતપોતાના મનની શંકા અનુસાર ભગવાનની સાથે શાસ્ત્રાર્થ કર્યો, તેથી સંતોષ પામ્યા અને પોતપોતાના શિષ્યસમુદાય સહિત પછી એમના શિષ્યો થયા, અર્થાત્ ગણધરો થયા. એ દિવસથી તે નિર્વાણના દિવસ સુધી એમ સતત લગભગ ૩૦ વર્ષ જેટલા સુદીર્ઘ સમય સુધી ગૌતમસ્વામી ભગવાનની સાથે જ વિચરતા રહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5