Book Title: Samayam Goyam Ma Pamaye Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 2
________________ समयं गोयम, मा पमायओ । ૧૯૩ મતિ, શ્રુત, અવિધ અને મન:પર્યવ એ ચાર જ્ઞાન ગૌતમસ્વામીને થયાં હતાં, પરંતુ ભગવાન પ્રત્યેના તીવ્ર અનુરાગને કારણે એમને કેવળજ્ઞાન થતું ન હતું. નવાઈ તો એ હતી કે ગૌતમસ્વામી જેને જેને દીક્ષા આપે તેને કેવળજ્ઞાન થતું, પરંતુ ખુદ પોતાને કેવળજ્ઞાન થતું નહિ. દ્વેષ ઉપર વિજય મેળવવાનું એટલું કઠિન નથી, જેટલું રાગ ઉપર વિજય મેળવવાનું છે. ગૌતમસ્વામીના મનની આ સ્થિતિ ભગવાન જાણતા હતા, અને એટલા માટે જ તેઓ એમને અનેક વાર કહેતા ‘હે ગૌતમ ! તું સમય (અલ્પતમ ક્ષણ) માત્રનો પણ પ્રમાદ ન કરીશ.’ સમમાં ગોયમ ના પમાયણે – એ ગૌતમસ્વામીને ઉદ્દેશીને કહેલા ચાર શબ્દો આગમગ્રન્થોની કેટલીય ગાથાઓમાં કેટલીય વાર આવે છે. (ઉત્તરાધ્યયનના દસમા અધ્યયનમાં તો એ પ્રત્યેક ગાથાનું છેલ્લું ચરણ છે. ભગવાને ઉચ્ચારેલા એ શબ્દો એમના બીજા કેટલાય શબ્દોની જેમ અઢી હજાર વર્ષથી લોકોના શ્રવણમાં અને ચિત્તમાં ગુંજન કરતા ચાલ્યા આવ્યા છે. સાધારણ માણસે ઉચ્ચારેલ શિખામણના શબ્દો ઘડીકમાં વીસરાઈ જાય છે, પણ કેટલાક શબ્દો એવા હોય છે કે જે કાલાતીતપણાને પામે છે. હજારો વર્ષો સુધી લોકોમાં એટલા જ વેગ અને બળથી એ શબ્દો વહેતા રહે છે. શબ્દમાં અનંત શક્તિ છે. શબ્દને ‘બ્રહ્મ' તરીકે ઓળખવામાં આવે છે. આખા વિશ્વમાં ઘૂમી વળવાની તાકાત શબ્દમાં રહેલી છે. બોલનાર વ્યક્તિ શબ્દમાં કેટલું બળ પૂરે છે તેના ઉપર એનો આધાર રહે છે. વિશ્વમાં મનુષ્ય સહિત અનંત જીવો વ્યક્ત કે અવ્યક્ત ધ્વનિનું – શબ્દોનું પ્રતિક્ષણ ઉચ્ચારણ કર્યા કરે છે. એ તમામ શબ્દો કાળના પ્રવાહમાં તણાઈ જાય છે, વીખરાઈ જાય છે, લુપ્ત થઈ જાય છે. કોઈ કોઈ શબ્દો પાંચ-પચીસ વર્ષ કે બે-ચાર સૈકા સુધી જીવંત રહે છે, તો કોઈ કોઈ શબ્દો હજારો વર્ષો સુધી એકસરખું ગુંજન કર્યા કરે છે. મયં ોયમ મા પમાયઝે – એ શબ્દો એવા છે કે જે હજુ હજારો વર્ષ સુધી માનવજાતને માટે પથદર્શક બની રહેશે. કેટલાક શબ્દો વ્યક્તિના હૃદયમાંથી સ્ફુરે છે. કેટલાક શબ્દો ચિત્તના અતલ ઊંડાણમાંથી પ્રગટ થાય છે. એવા કેટલાક શબ્દોમાં વ્યક્તિનાં નિર્દોષ, વાત્સલ્યપૂર્ણ, પ્રામાણિક, કલ્યાણકારી તીવ્ર સ્પંદનો રહેલાં હોય છે. સાંભળનારને તે તરત સ્પર્શી જાય છે. કેટલાક શબ્દો માત્ર હૃદય કે ચિત્તમાંથી જ નહિ, પરંતુ સમગ્ર આત્મામાંથી, સમગ્ર અસ્તિત્વમાંથી એના નિચોડરૂપે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5