Book Title: Samaraditya Mahakatha Part 1 Author(s): Bhadraguptasuri Publisher: Mahavir Jain Aradhana Kendra Koba View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનોગત : - -- - - - - સમરાદિત્ય મહાકથાનું પુનર્મુદ્રણ થયું. આ મહાકથાની લોકપ્રિયતા સૂચવે છે. આ મહાકથા, કોઈ પણ જાતના ગચ્છભેદ કે સંપ્રદાય ભેદ વિના રસપૂર્વક વંચાઈ રહી છે. કેટલાક પૂજ્ય સાધુ-સાધ્વીજી તો વ્યાખ્યાનમાં આ મહાકથાનું વાંચન કરે છે. મારા પરિચિત અનેક આચાર્યદેવ, સાધુપુરુષો, સાધ્વીજી મહારાજ અને શ્રાવક-શ્રાવિકાઓના, આ મહાકથાની પ્રશંસા ગાતા પત્રો આવે છે. મળે છે ત્યારે પણ ખૂબ આનંદ વ્યક્ત કરે છે. પરંતુ મને જે પ્રશંસા મળી રહી છે, તેને પાત્ર હજુ હું બન્યો નથી. છતાં પૂરી શ્રદ્ધા સાથે વાચકોને પ્રણામ કરીને હું મારા સંકલ્પને વધારે દઢ કરવાની પ્રતિજ્ઞા લઉં છું કે મારી લેખિની દ્વારા હું માનવજાતિને હજુ પણ વધુ આત્મસન્દર્ય, આત્મશૌર્ય અને આત્મશ્રેષ્ઠ તરફ લઈ જવાની કોશિશ કરીશ. એક વાત આજે ખુલ્લી કરી દઉં. પ્રસન્નતાની પળોમાં મેં આ મહાકથા લખી છે. અને ત્યારે મને પરમાત્માના અપૂર્વ પ્રસાદનો અનુભવ થયો છે. પ્રસન્નતા એટલે જ પ્રસાદ! જ્યાં પ્રસાદ નથી ત્યાં જીવનનો સ્વાદ નથી. એ સ્વાદ માણવા માટે હૈયામાં પ્રસન્નતા અને હોઠો પર સ્મિત રમતું રાખવું. સાધુ હોવાની આ જ સાબિતી પુરતી નથી? જે મનથી મેલો હોય તે માણસ કદી પ્રસન્ન ન હોઈ શકે, આમ્બેર કામુ’ નામના તત્ત્વચિંતકે લખ્યું છે : “લખવું એટલે નિર્મોહી બનવું! કળામાં એક જાતનો વૈરાગ હોય છે!' હરિભદ્રસૂરિજીની આ મહાકથા જે પ્રસન્ન ચિત્તે, એકાગ્ર મનથી વાંચે તો તે નિર્મોહી-વૈરાગી બને જ! ન બને તો તે અભવી કે દુર્ભવી સમજવાં! મેં આ મહાકથા લખતાં લખતાં શાન્તરસનો, પ્રશમરસનો, શૌર્યરસનો... નવે રસોનો અનુભવ કર્યો છે.. છેવટે કષાયોના પનારે ક્યારેય ન પડવાનો સંકલ્પ વારંવાર કર્યો છે, આ મહાકથા પંચગીનીના સુરમ્ય વાતાવરણમાં લખાઈ ગઈ છે... ! For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 523