Book Title: Samaraditya Mahakatha Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલા ભવનું આલેખન પૂનાની મુરાદ સોસાયટીમાં થયેલું છે. સુશ્રાવક ગણેશમલ સોલંકીના ફ્લેટના શાંત-શીતલ વાતાવરણમાં પહેલો ભવ લખ્યો હતો. ત્યાર પછીના ૨ થી ૯ ભવો લખાયા છે : પંચગીનીના વિશ્વકલ્યાણ બંગલામાં મારા જીવનમાં આ મહાકથાનું નિર્માણ મારા માટે યાદગાર બની ગયું છે. રોજ મેં આઠ-આઠ કલાક લખ્યું છે... તન્મય બનીને લખ્યું છે. મારી દૃષ્ટિએ મેં કોઈ કસર રહેવા દીધી નથી. અલબતું આ મહાકથાના નિર્માણમાં પંચગીનીના નૈસર્ગિક સૌન્દર્યે મને પ્રેરિત કર્યો છે. મારા અંતેવાસી અને મારી સાહિત્યયાત્રાના સાથી મુનિ ભદ્રબાહુએ મને ઘણો સાથ આપ્યો છે. મુનિ શ્રી પદ્મરત્નવિજયજીએ પણ મારા અાન્ય કાર્યો સંભાળી લઈને, આડકતરી રીતે મારા સહયોગી બન્યા છે.... પહેલો ભવ “શોધ-પ્રતિશોધ” નામથી પ્રગટ થયો હતો. એના અંગે વાચકોના અહોભાવભર્યા પત્રોએ અને વાર્તાલાપોએ મને બીજા ભવો લખવામાં ઉલ્લસિત કર્યો છે. ત્રણ ભાગમાં પ્રકાશિત થયેલી આ મહાકથાનું એકાગ્રતાથી વાંચન કરી, વેરભાવને નામશેષ કરો અને ક્ષમાભાવને આત્મસાત્ કરો, એ જ મંગલ કામના. પોષ વદ : ૫ વિ.સં.૨૦૪૭ Chયુતરમૂરિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 523