Book Title: Sahitya ane Puratattvana Pariprekshyama Gujaratma Nirgranth Darshan
Author(s): M A Dhaky
Publisher: Z_Kailashchandra_Shastri_Abhinandan_Granth_012048.pdf

View full book text
Previous | Next

Page 4
________________ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ વધુમાં એ બૌદ્ધ સંપ્રદાયની નથી જણાતી. બૌદ્ધ ઇમારતો, ઉપરકથિત ખાપરા કોડિયાની ગુફાઓ, તેમ જ ઇંટેરી બોરિયા સ્તૂપ અને રુદ્રસેન વિહાર–એક તરફ રહેલા છે જયારે આ ગુફાઓ બીજી તરફ, એથી ઊલટી જ દિશામાં આવી રહેલી છે અને તે સાવ નાની હોવા ઉપરાંત સાધારણ કોટિની છે. (બૌદ્ધોને તો રાજ્યાશ્રય મળતો રહેતો, એ કાળે નિર્ઝન્થોને નહીં.) હવે તેમાંથી બે ગુફાઓના ઉત્તરંગ-સ્થાને મંગલાકૃતિઓ કોરેલી છે પ્રાચીન જૈનોમાં અષ્ટમંગલોનું ઘણું જ મહત્ત્વ હતું. વધુમાં અહીં પ્રાયઃ ઈસ્વી ૧૯૮૧૯૯ના અરસાના મળેલા સ્વામી જીવદામનનો ઉલ્લેખ કરતા લેખમાં “કેવલજ્ઞાન સંપ્રાપ્તાનાં જીતજરામરણાનાં”૨૧ સરખી જૈન પરિભાષા અને દેવ, અસુર, યક્ષાદિના આગમન(કાચ જિનના કોઈક કલ્યાણકના ઉત્સવપ્રસંગે)નો ઉલ્લેખ છે. આમ આ ગુફાઓ નિર્ચન્ધકારિત જણાય છે. ૨) આકોટાથી મળેલા શ્વેતાંબર જૈન ધાતુપ્રતિમાનિધિમાંથી સૌથી જૂની જણાતી અને વારંવાર પ્રકાશિત થઈ ચૂકેલી ખંડિત જિન ઋષભની, પ્રમાણમાં ઠીક ઠીક મોટી, પ્રતિમા શૈલીની દષ્ટિએ ઈસ્વી ૫૦૦ના અરસાની હોવાનું મનાય છે. ૩) વર્ષો પહેલાં જમીનમાંથી પ્રગટ થયેલી, બે ઓપદાર ભૂરા-કાળા પથ્થરની જિન મૂર્તિઓમાંની એક વર્તમાને ઈડર ગામના અને બીજી ત્યાં ડુંગર ઉપરના દિગંબર જૈન મંદિરમાં સ્થાપવામાં આવી છે. શૈલીની દૃષ્ટિએ તેનો સમય છઠ્ઠા શતકનો જણાય છે. ૪) આકોટામાંથી મળી આવેલી ધાતુપ્રતિમાઓમાંથી બેના કારાપક “જિનભદ્ર વાચનાચાર્ય છે. પ્રતિમાઓની શૈલી અને તે પરના ઉત્કીર્ણ લેખોના અક્ષરો ઈસ્વી છઠ્ઠા સૈકાના ઉત્તરાઈના જણાય છે. પ્રસ્તુત ‘જિનભદ્રની સુપ્રસિદ્ધ આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ સાથે અભિન્નતા સૂચવાઈ છે". એમનો સ્વર્ગગમનકાળ ઈસ્વી પ૯૪ છે. ૫) ઢાંકની જૈન ગુફાઓ અને એનાં જૈન શિલ્પ ઈસ્વી પ૫૦-૬૦૦ના અરસામાં લાગે છે. આમ ઉપર નોંધ્યા તે પુરાતત્ત્વનાં પ્રમાણો પ્રાયઃ ઈસ્વી ૨૦૦થી ૬૦૦ સુધીનાં પ્રાપ્ત થાય છે. આથી પણ ગુજરાતમાં નિર્ચન્થ દર્શન જૈન ધર્મનો પ્રવેશ સાતમા સૈકા પૂર્વે થયો જ નહોતો તેવી સ્થાપના માટે કોઈ જ અવકાશ રહેતો નથી. જો દક્ષિણમાં છેક તામિલનાડ(તમિળ્યુનાડ), અને તેથીયે આગળ સિંહલદ્વીપ સરખાં સ્થાનોએ મૌર્યયુગમાં જ નિર્ચન્ધધર્મનો પ્રવેશ થઈ ચૂક્યા હોય તો ઉત્તર-ભારત અવસ્થિત ગુજરાતમાં એનો વહેલા સમયમાં પ્રવેશ થયો ન જ હોઈ શકે તે માટે કોઈ બાધક પ્રમાણો ડિસ્કળપુરાદિ વિદ્વાનો ઉપસ્થિત કરી શકેલા નહોતા. ડિસ્કલકરનું નિર્ઝન્ય સ્રોતોનું, અને મધ્યકાલીન અભિલેખો અતિરિક્તનું પુરાતત્ત્વ સંબંધી, જ્ઞાન “શૂન્યથી વિશેષ હોવાની પ્રતીતિ થતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6