Page #1
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય અને પુરાતત્ત્વના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતમાં નિર્ચન્થદર્શન
દાયકાઓ પૂર્વે, મને સ્મરણ છે કે ત્રીસીના પ્રારંભના કોઈ વર્ષ(સન્ ૧૯૩૩ ?)માં મળેલા ગુજરાત સાહિત્ય પરિષદ્ગા વાર્ષિક અધિવેશનમાં, ડી. બી. ડિસ્કલકરે એવી સ્થાપના કરેલી કે ગુજરાતમાં જૈન ધર્મનો પ્રવેશ સાતમા શતક પહેલાં થયો જ નહોતો અને તે પૂર્વે પાંચમા શતકમાં વલભીમાં આગમોની વાચના નિશ્ચિત કરવા મળી ગયેલી વાલભી પરિષદની પરંપરા સાચી નથી. એ કથનનો આશરો લઈ લગભગ અઢી દાયકા પૂર્વે કુમારની કટારોમાં જબરો વિવાદ ઉપાડવામાં આવેલો. એ વખતે એ વિષય અનુષંગે મેં પ્રમાણભૂત પ્રાચીન સાહિત્ય દ્વારા ફલિત થતાં ઐતિહાસિક તથ્થો તેમ જ ગુજરાતમાંથી પ્રાપ્ત, સંદર્ભગત વિષય પરનાં પુરાતત્ત્વીય પ્રમાણો સંબંધમાં, ખોજ કરેલી અને ડિસ્કળકર અને તેમને અનુસરનારા વર્તમાન દશકોના વિદ્ધર્મહાજનોનું પ્રસ્તુત ગૃહીત ક્યાં સુધી સાચું છે તે વિગતે તપાસી જોયેલું. એ પુરાણી નોંધોને આધારે અહીં, સરળતા ખાતર હાલ તો બહુ વિસ્તૃત ટિપ્પણો ન આપતાં, કેવળ સંદર્ભગ્રંથોની જરૂરિયાત પૂરતી નોંધ સાથે, મુખ્ય પ્રમાણોને જ સંક્ષેપમાં રજૂ કરીશ.
સાહિત્યના સંદર્ભો ૧) ઈસ્વીસન્ પૂર્વેની સદીઓમાં રચાઈ ગયેલા પ્રાચીનતમ નિગ્રંથ આગમોમાં ગુજરાત
સ્થિત કોઈ પણ સ્થળ સંબંધી બિલકુલેય ઉલ્લેખ નથી. ૨) ગુજરાત અંતર્ગત સુરાષ્ટ્ર (સોરઠ), દ્વારિકા, ઉજજયંતગિરિ (ગિરનાર), શત્રુંજયગિરિ
(સગુંજો), અને હસ્તવપ્ર(હાથબોના સંબંધમાં આગમોમાં જે એકત્રિત ઉલ્લેખો પ્રાપ્ત થાય છે તે જ્ઞાતાધર્મકથા, વૃષ્ણિદશા, અને દ્વિતીય આર્ય શ્યામ કિંવા દ્વિતીય કાલકાચાર્યકૃત પ્રજ્ઞાપના સૂત્રમાં જોવા મળે છે, અને આ ત્રણે આગમો ભાષા, શૈલી, અને વસ્તુની દૃષ્ટિએ
ઉત્તર-ક્ષત્રપયુગથી વિશેષ પ્રાચીન જણાતા નથી. ૩) પરંતુ પર્યુષણાકલ્પની “સ્થવિરાવલી”ના ત્રીજા હિસ્સા(પ્રાયઃ ઈસ્વી ૧00)માં અપાયેલ નિર્ઝન્ય મુનિઓના ગણ, કુલ, શાખાદિની વિગતોમાં (અશોકપૌત્ર મૌર્ય સંપ્રતિના ગુરુ) આર્ય સુહસ્તિ(પ્રાયઃ ઈ. સ. પૂ. ત્રીજી શતાબ્દી ઉત્તરાર્ધ)ના એક શિષ્ય ઋષિગુપ્તથી સોરઠીયા શાખાની ઉત્પત્તિ થઈ હોવાનું જણાવ્યું છે તે શાખા “માનવ(માલવ?)ગણમાંથી નીકળેલી છે. આથી સ્પષ્ટ રૂપે ફલિત થાય છે કે ઓછામાં ઓછું ઈસ્વીસનું પૂર્વેની બીજી શતાબ્દીના ઉત્તરાર્ધમાં સુરાષ્ટ્રપ્રદેશમાં નિર્ઝન્યધર્મનો પ્રચાર હતો.
Page #2
--------------------------------------------------------------------------
________________
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય- ૧
૪) આર્ય નાગાર્જુન દ્વારા નિગ્રંથ આગમોના સંકલન સંબદ્ધ પ્રાયઃ ઈસ્વી ૩૫૦ના અરસામાં
સંપન્ન થયેલી પ્રથમ વાલભી વાચના” અને પછી દેવદ્ધિગણિની અધ્યક્ષતામાં, ઈસ્વી ૪૫૦(વસ્તુતયા ઈ. સ. ૫૦૩ અથવા પ૧૬)માં, અગાઉની આર્ય સ્કંદિલની અધ્યક્ષતામાં સંપન્ન થયેલી “માધુરી વાચના' (પ્રાયઃ ઈસ્વી ૩પ૩૩૬૩) અને પ્રથમ વાલભી એટલે કે નાગાર્જુનીય વાચના'ના પાઠોના મિલનાર્થે મળેલી દ્વિતીય વલભી પરિષદ'ની નોંધ લેતાં જૂનાં ઉલ્લેખો અને પ્રાચીન ગાથાઓ મધ્યકાલીન અને ઉત્તર-મધ્યકાલીન વૃત્યાત્મક સાહિત્યમાં મળી આવે છે. આમાંથી પહેલી માન્યતાને ટેકો દેવવાચક કૃત નંદિસૂત્ર(પ્રાયઃ ઈસ્વી ૪૫૦)માંથી અને બીજીને પર્યુષણાકલ્પના અંતિમ હિસ્સા(પ્રાયઃ ઈસ્વી પ૦૩ ૫૧૩)ની એક નોંધપ તેમ જ આચાર્ય મલયગિરિએ પુરાણા સ્રોતો પરથી ૧૨મા શતકમાં કરેલા ટિપ્પણ પરથી તારવી શકાય. “સ્થવિરાવલી”નો છેલ્લો અને પાંચમો હિસ્સો પણ દેવર્કિંગણિના નામ સાથે જ પૂરો થાય છે. આથી વાલભી વાચનાની વાતને કાઢી નાખવા
માટેનો કોઈ તર્ક ઊભો રહી શકતો નથી. ૫) ઉત્તર-ક્ષત્રપયુગીન અને અનુક્ષત્રપકાલીન જૈન આગમિક સાહિત્યની નોંધો અનુસાર
ઉજ્જયંતગિરિ પર જિન અરિષ્ટનેમિનાં દીક્ષા, કેવલ્યજ્ઞાન-પ્રાપ્તિ, અને નિર્વાણ એ ત્રણ
કલ્યાણક થયેલાં. આવી માન્યતા આમ ઈસ્વી ત્રીજી-ચોથી સદીમાં પ્રચારમાન હતી. ૬) દિગંબર સંપ્રદાયના માન્ય ગ્રંથ ખખડાગમ (પ્રાયઃ ઈસ્વી ૫૦૦) પરની સ્વામી
વીરસેનની ધવલા-ટીકા (ઈવી ૮૧૫) અનુસાર ઉજ્જયંતગિરિની ચંદ્ર ગુફામાં વસતા આચાર્ય ધરસેને પુષ્પદંત ભૂતબલિ નામના મુનિઓને કર્મપ્રકૃતિ-પ્રાકૃત ભણાવેલું. આ ધરસેન, દિગંબર વિદ્વાનો માને છે તેમ ઈસ્વી બીજી શતાબ્દીના પ્રારંભના ન હોતા, મારી
શોધ પ્રમાણે, ઈસ્વીસન્ ૪૫૦-૫૦૦ વચ્ચે થઈ ગયા છે. ૭) આચારાંગ-નિર્યુક્તિ(પ્રાયઃ ઈસ્વી પર૫)માં એ કાળે મહિમ્ન મનાતાં જે નિર્ગસ્થ તીર્થોનાં
નામ આપેલાં છે તેમાં ઉજ્જયંતગિરિ પણ સમાવિષ્ટ છે. ૮) દિગંબર-માન્ય ગ્રંથ ત્રિલોકપ્રજ્ઞપ્તિ(પ્રાયઃ ઈસ્વી ૫૫૦)માં પણ નિર્ઝન્ય તીર્થોનાં આપેલાં
બે ઉદાહરણોમાં એક ઉજ્જયંતગિરિનું છે, ૯) સભાષ્યદ્વાદશાનિયચક્રના રચયિતા અને સિદ્ધસેનના સન્મતિ પ્રકરણ પરની (હાલ
અનુપલબ્ધ) વૃત્તિના કર્તા તેમ જ વલભી અને ભૃગુકચ્છ સાથે સંકળાયેલા મહાનું દાર્શનિક વિદ્વાનું મલ્લવાદી ઈસ્વીસન્ના છઠ્ઠા સૈકાના ઉત્તરાર્ધમાં થઈ ગયા છે. તેઓ આવશ્યકનિર્યુક્તિ પ્રાયઃ ઈસ્વી પરપ) અને બૌદ્ધ દાર્શનિક વિદ્વાન્ દિનાગ(પ્રાય ઈસ્વી ૪૮૦-૫૬૦)ની કૃતિઓથી પરિચિત હતા.
Page #3
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય અને પુરાતત્ત્વના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતમાં નિર્પ્રન્થદર્શન
૧૦) મહાન્ દિગંબર દાર્શનિક વાદી-કવિ સમંતભદ્રે એમના બૃહસ્વયંભૂસ્તોત્ર (પ્રાયઃ ઈસ્વી ૫૭૫-૬૦) અંતર્ગત જિન અરિષ્ટનેમિ સંબંધનાં પઘોમાં તેમને ‘કકુદાકૃતિ’ ઉજ્જયંત સાથે સાંકળ્યા છે. ગિરનારનો ‘કુદ’ એટલે કે બળદની ખૂંધ સમાન આકાર દૂરથી ઉત્તર તરફથી (જેતલસર અને ઉપલેટા વચ્ચેના રેલરસ્તે ડબાની બારીમાંથી જોતાં), સ્પષ્ટ રૂપે દેખાતો હોઈ સમંતભદ્ર આવી ઉપમા ગિરિને નજરે નિહાળ્યો હોય તો જ આપી શક્યા હોય.
૧૧) ઈ. સ. ૬૧૦માં જિનભદ્ર ગણિ રચિત વિશેષાવશ્યકભાષ્ય(રચના પ્રાયઃ ઈસ્વી ૫૮૫૫૯૦)ની પ્રત વલભીના કોઈ જિનાલયના ભંડારમાં મૂકવામાં આવેલી તેવું પ્રસ્તુત ગ્રંથની જેસલમેર ભંડારમાં એક દશમા શતકની રહેલી પ્રતની પુષ્પિકામાં નોંધાયેલું મળી આવે છે. આ જિનાલય ઈસ્વી ૬૧૦ની પહેલાં ત્યાં અસ્તિત્વમાન હોવું જોઈએ.
૩
આ સિવાય ચારેક સંદર્ભો એવા છે કે જેમાં પ્રાચીનતા સૂચક નિર્દેશો તો મળી રહે છે, પણ સાધનો સમકાલિક કે સમીપકાલિક નથી—જેમકે (૧) વ્યવહારભાષ્ય (પ્રાયઃ ઈસ્વી ૫૭૫-૬૦૦)માં પ્રાકૃતના કવિ તરીકે વર્ણવેલા ભરૂચનાં ‘વજ્રભૂતિ', જેમને મળવા નભોવાહન(ક્ષત્રપ નહાપાણ)ની રાણી ગયેલી૫; (૨) આકોટાની એક ધાતુમૂર્તિમાં ‘રથવસતિ’નો નિર્દેશ જે ‘આર્ય ૨થ’ના નામ પરથી હોય તો પ્રસ્તુત વસતિ ઈસ્વી બીજી શતાબ્દીની હોવાનો સંભવ; (૩) પછી વિદ્યાસિદ્ધ આર્ય ખપુટ, જે ઈસ્વી ત્રીજાથી લઈ પાંચમા સૈકાના ગાળામાં લાટદેશમાં ક્યારેક થયેલા૭; (૪) ને છેવટે ભૃગુકચ્છનું જિન સુવ્રતનું મંદિર, જે નવમા શતકમાં પણ પ્રસિદ્ધ તીર્થ હતું અને પ્રાચીન મનાતું: આર્ય ખપુટે તેને બૌદ્ધના હાથમાંથી છોડાવેલું તેવી અનુશ્રુતિ સાચી હોય તો આ તીર્થ તેમના કાળથી પૂર્વેનું એટલે કે ક્ષત્રપકાળ જેટલું તો પ્રાચીન હોવાનો સંભવ, ઇત્યાદિ.
આમ પ્રાચીન સાહિત્યમાંથી નિર્પ્રન્થદર્શનના ગુજરાત સાથેના સંબંધના પ્રાયઃ ઈ સ પૂ. ૧૭૫થી લઈ ઈસ્વી ૬૦૦ સુધીના સમય માટે પ્રાપ્ત થતાં ઉપર જે નોંધ્યાં છે તે વિશ્વસ્ત પ્રમાણો દેખીતી રીતે જ સાતમા શતકની પૂર્વેનાં છે. (તે કાળ પછીનાં પ્રમાણોની અહીં વાત કરવી અપ્રસ્તુત છે.)
હવે પુરાતત્ત્વનાં પ્રમાણો વિશે જોઈએ.
પુરાતત્ત્વીય પ્રમાણો
૧) જૂનાગઢથી દક્ષિણ તરફના નીચેરા ખડકોમાં કંડારાયેલી ‘બાવા પ્યારા' નામથી જાણીતી નાની નાની ગુફાઓનો સમૂહ ક્ષત્રપકાલીન છે અને અન્યથા તે જૂનાગઢથી ઉત્તર, વા ઈશાન તરફ રહેલી ખાપરાકોડિયાની વિશાળ ગુફાઓના સમૂહથી નોખી તરી આવે છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
વધુમાં એ બૌદ્ધ સંપ્રદાયની નથી જણાતી. બૌદ્ધ ઇમારતો, ઉપરકથિત ખાપરા કોડિયાની ગુફાઓ, તેમ જ ઇંટેરી બોરિયા સ્તૂપ અને રુદ્રસેન વિહાર–એક તરફ રહેલા છે જયારે આ ગુફાઓ બીજી તરફ, એથી ઊલટી જ દિશામાં આવી રહેલી છે અને તે સાવ નાની હોવા ઉપરાંત સાધારણ કોટિની છે. (બૌદ્ધોને તો રાજ્યાશ્રય મળતો રહેતો, એ કાળે નિર્ઝન્થોને નહીં.) હવે તેમાંથી બે ગુફાઓના ઉત્તરંગ-સ્થાને મંગલાકૃતિઓ કોરેલી છે પ્રાચીન જૈનોમાં અષ્ટમંગલોનું ઘણું જ મહત્ત્વ હતું. વધુમાં અહીં પ્રાયઃ ઈસ્વી ૧૯૮૧૯૯ના અરસાના મળેલા સ્વામી જીવદામનનો ઉલ્લેખ કરતા લેખમાં “કેવલજ્ઞાન સંપ્રાપ્તાનાં જીતજરામરણાનાં”૨૧ સરખી જૈન પરિભાષા અને દેવ, અસુર, યક્ષાદિના આગમન(કાચ જિનના કોઈક કલ્યાણકના ઉત્સવપ્રસંગે)નો ઉલ્લેખ છે. આમ આ ગુફાઓ નિર્ચન્ધકારિત જણાય છે. ૨) આકોટાથી મળેલા શ્વેતાંબર જૈન ધાતુપ્રતિમાનિધિમાંથી સૌથી જૂની જણાતી અને વારંવાર
પ્રકાશિત થઈ ચૂકેલી ખંડિત જિન ઋષભની, પ્રમાણમાં ઠીક ઠીક મોટી, પ્રતિમા શૈલીની
દષ્ટિએ ઈસ્વી ૫૦૦ના અરસાની હોવાનું મનાય છે. ૩) વર્ષો પહેલાં જમીનમાંથી પ્રગટ થયેલી, બે ઓપદાર ભૂરા-કાળા પથ્થરની જિન
મૂર્તિઓમાંની એક વર્તમાને ઈડર ગામના અને બીજી ત્યાં ડુંગર ઉપરના દિગંબર જૈન
મંદિરમાં સ્થાપવામાં આવી છે. શૈલીની દૃષ્ટિએ તેનો સમય છઠ્ઠા શતકનો જણાય છે. ૪) આકોટામાંથી મળી આવેલી ધાતુપ્રતિમાઓમાંથી બેના કારાપક “જિનભદ્ર વાચનાચાર્ય
છે. પ્રતિમાઓની શૈલી અને તે પરના ઉત્કીર્ણ લેખોના અક્ષરો ઈસ્વી છઠ્ઠા સૈકાના ઉત્તરાઈના જણાય છે. પ્રસ્તુત ‘જિનભદ્રની સુપ્રસિદ્ધ આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ
સાથે અભિન્નતા સૂચવાઈ છે". એમનો સ્વર્ગગમનકાળ ઈસ્વી પ૯૪ છે. ૫) ઢાંકની જૈન ગુફાઓ અને એનાં જૈન શિલ્પ ઈસ્વી પ૫૦-૬૦૦ના અરસામાં લાગે છે.
આમ ઉપર નોંધ્યા તે પુરાતત્ત્વનાં પ્રમાણો પ્રાયઃ ઈસ્વી ૨૦૦થી ૬૦૦ સુધીનાં પ્રાપ્ત થાય છે. આથી પણ ગુજરાતમાં નિર્ચન્થ દર્શન જૈન ધર્મનો પ્રવેશ સાતમા સૈકા પૂર્વે થયો જ નહોતો તેવી સ્થાપના માટે કોઈ જ અવકાશ રહેતો નથી. જો દક્ષિણમાં છેક તામિલનાડ(તમિળ્યુનાડ), અને તેથીયે આગળ સિંહલદ્વીપ સરખાં સ્થાનોએ મૌર્યયુગમાં જ નિર્ચન્ધધર્મનો પ્રવેશ થઈ ચૂક્યા હોય તો ઉત્તર-ભારત અવસ્થિત ગુજરાતમાં એનો વહેલા સમયમાં પ્રવેશ થયો ન જ હોઈ શકે તે માટે કોઈ બાધક પ્રમાણો ડિસ્કળપુરાદિ વિદ્વાનો ઉપસ્થિત કરી શકેલા નહોતા. ડિસ્કલકરનું નિર્ઝન્ય સ્રોતોનું, અને મધ્યકાલીન અભિલેખો અતિરિક્તનું પુરાતત્ત્વ સંબંધી, જ્ઞાન “શૂન્યથી વિશેષ હોવાની પ્રતીતિ થતી નથી.
Page #5
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય અને પુરાતત્ત્વના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતમાં નિર્ઝન્થદર્શન
અલબત્ત, અહીં મેં જે પ્રમાણો પ્રસ્તુત કર્યા છે, તેમાંના કેટલાંક હજી એમના સમયમાં પ્રકાશમાં આવેલાં નહોતાં. પરંતુ સાંપ્રત કાળે તો તે સંબંધમાં કોઈ જ સંદિગ્ધતા રહેતી નથી, આ વિષયમાં કોઈ જ પ્રકારની સંશયસ્થિતિ ટકી શકતી નથી.
ટિપ્પણો : ૧. ગુજરાત સાહિત્ય પરિષદૂના જૂના કોઈ અંકમાં કે પછી અન્યત્રે આ વ્યાખ્યાન છપાયેલું હોવાનું
મરણ છે. ૨. આમાં આચારાંગ (પ્રથમ સ્કંધ : ઈસ્વી ૪૩૦-૩૦૦, દ્વિતીય સ્કંધ : ઈ. સ. પૂ. ૧૦૦-ઈસ્વી ૧૦૦),
સૂત્રકૃતાંગ (ઈ. સ. પૂ. 300-૧૫૦), દશવૈકાલિક (ઈ. સ. પૂ. ૩૫૦-૨૦૦), ઉત્તરાધ્યયન (ઈ. સ પૂ. ૩૦૦-ઈસ્વી ૧૦૦), ઋષિભાષિતાનિ (ઈ. સ. પૂ. ૪૭૫-૧૫૦), ઇત્યાદિ 3.थेरेहितो नं इसिगुत्तेहितो...नं एत्थ नं मानवगणे नामं गणे निग्गए । तस्स नं इमाओ चत्तारि साहाओ तिन्नि
य कुलाई एव० । से किं तं साहाओ? साहाओ एव माहिज्जंति कासविज्जिया, गोमतिज्झिया, वासिडिया, सोरट्टिया, से तं साहाओ । (જુઓ પં, કલ્યાણવિજય ગણિ “«ાસ્થવિજીવનૌ," પઠ્ઠાવની-પર-સંપ્રદ, જાલોર, ૧૯૬૬, પૃ. ૨૪) ૪. આજ પણ જેના અનુયોગ (જેની વાચના) અર્ધભરત ક્ષેત્રમાં પ્રવર્તમાન છે તે આર્ય સ્કંદિલને નમસ્કાર
હો એવી નોંધ દેવવાચકે સંદર્ભગત નંદિસૂત્રની ‘વિરાવલીમાં લીધી છે : યથા : जेसि इमो अणुयोगो पयरइ अज्जावि अड्डभरहम्मि । बहुनगरनिग्गयसे ते वंदे खंदिलायरिए ।
- સંકિસૂત્ર, ૬.૩૩ (જુઓ વુિ, મોનારા, નૈન-૩મા સ્થપના : પ્રથાકૂ , સં. મુનિ પુણ્યવિજય, મુંબઈ
૧૯૬૮, પૃ. ૭.). ૫. જુઓ કલ્યાણ વિજય, પટ્ટાવલી, પૃ. ૩૦, ૩૧. ૬, મલયગિરિએ પાદલિપ્તસૂરિ (પ્રથમ)ના જ્યોતિષકરંડક ગ્રંથની ટીકામાં એવી નોંધ આપી છે, જુઓ
મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ ૧૪૧. પાદટીપ ૧૩૦. ७. सुत्तत्थरयणभरीये खमदममद्दगुणेहि संपनो । देवडिखमासमणे कासवगुत्ते पणिवयामि ॥१४॥
(જુઓ કલ્યાણ વિજય, .૫૦, ૩૦.) ૮. જુઓ મારો “Urjayatgiri and Jina Aristanemi', શીર્ષક હેઠળનો લેખ, Journal of the Indian
Society of Oriental Art, (NS), Vol XI, Calcutta 1980, પ્રારંભના પૃષ્ઠ. ૯. મારા એક અદ્યાવધિ અપ્રકાશિત લેખ, “The Date of Sarkhandagama"માં પ્રસ્તુત કાળનિર્ણય
અનેક સાંયોગિક પ્રમાણોના આધારે કર્યો છે. તેમાં અન્યોન્ય બીજી પણ ઘણી હકીકતો આવરી લેવામાં આવી છે.
Page #6
--------------------------------------------------------------------------
________________ નિન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ 10. એજન. 11. એજન. 12. જુઓ મારો ઉપર દર્શાવેલ લેખ "Urjayatgiri." (પાદટીપ 8 અનુસાર) 13. એજન. 14. જુઓ જિતેન્દ્ર શાહ, “વાદીન્દ્ર મલ્લવાદિ ક્ષમાશ્રમણનો સમય, નિગ્રંથ 1, ગુજરાતી વિભાગ અમદાવાદ 1995, પૃ. 1-11. 15. વિગત માટે જુઓ પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, “આનુશ્રુતિક વૃત્તાંતો,” ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ 2, “મૌર્યકાલથી ગુપ્તકાલ' સં- 29 છો. પરીખ અને હજી ગં, શાસ્ત્રી, સંશોધન ગ્રન્થમાલા-ગ્રંથાંક 67, અમદાવાદ 1972, પૃ. 48, 96. Umakant P. Shah, Akota Bronzes Bombay 1959 "Intro", p. 3 and Inscription on p. 39. લેખ અને ધાતુપ્રતિમા લગભગ સાતમી સદી મધ્યભાગનાં છે. 17. જુઓ વિશેષાવશ્યકભાષ્ય, ભાગ 3, સં. દલસુખ માલવણિઆ, પં. બેચરદાસ દોશી, L. D. Series No. 21 અમદાવાદ 1968, પૃ. 711, ગાથા 3590, તથા ત્યાં કોટ્ટાર્કગણિની વૃત્તિનો ભાગ. 18. આની વિગતે ચર્ચા માટે જુઓ મારો લેખ “ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો,” નિર્ચન્થ 3, અમદાવાદ, 86. gauti James Burgess Antiquities of Kathiawad and Kucch, ASWI, II, London 1876. p. 139, અને ત્યાં અપાયેલ ગુફાનાં કારોનાં ચિત્રો. 20. આ વાત મથુરાના શકકાલીન જૈન આયાગપટ્ટનાં અનેક અંકનો પરથી સિદ્ધ થાય છે. અલબત્ત, એ યુગમાં તો આઠથી વિશેષ મંગલો ઉપયોગમાં લેવાતાં. 29. "Junagadh Inscription of the time of the grandson of Jayadaman," Epigraphia Indica Vol. XVI, p. 239. 22. આ અંગે કોઈ કોઈ વિદ્વાન્ શંકાશીલ છે. મને તો એમાં કોઈ સંદેહ જણાતો નથી. 23. Shah, Akota., plt. 8a 8b, and discussion on pp. 21, 26, 63 and 65. 24. લેખકે તે સર્વેક્ષણ દરમિયાન નજરે જોયેલી. તેની તસવીર પણ લીધેલી અને ડીઝ ઉમાકાન્ત શાહે તે JOI, Barodaમાં અગાઉ કોઈક અંકમાં પ્રસિદ્ધ કરી છે. 25. જુઓ Akota., pp. 4, n0. 16, 63 f, and plates 10a, 106, al. & 12b, 135. 26. Sankalia, Archaeology, plates 75, 76, and pp. 53, 320, 128, 158, 160, 162, 163, 166-168 & 234.