Book Title: Sahitya ane Puratattvana Pariprekshyama Gujaratma Nirgranth Darshan
Author(s): M A Dhaky
Publisher: Z_Kailashchandra_Shastri_Abhinandan_Granth_012048.pdf

View full book text
Previous | Next

Page 1
________________ સાહિત્ય અને પુરાતત્ત્વના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતમાં નિર્ચન્થદર્શન દાયકાઓ પૂર્વે, મને સ્મરણ છે કે ત્રીસીના પ્રારંભના કોઈ વર્ષ(સન્ ૧૯૩૩ ?)માં મળેલા ગુજરાત સાહિત્ય પરિષદ્ગા વાર્ષિક અધિવેશનમાં, ડી. બી. ડિસ્કલકરે એવી સ્થાપના કરેલી કે ગુજરાતમાં જૈન ધર્મનો પ્રવેશ સાતમા શતક પહેલાં થયો જ નહોતો અને તે પૂર્વે પાંચમા શતકમાં વલભીમાં આગમોની વાચના નિશ્ચિત કરવા મળી ગયેલી વાલભી પરિષદની પરંપરા સાચી નથી. એ કથનનો આશરો લઈ લગભગ અઢી દાયકા પૂર્વે કુમારની કટારોમાં જબરો વિવાદ ઉપાડવામાં આવેલો. એ વખતે એ વિષય અનુષંગે મેં પ્રમાણભૂત પ્રાચીન સાહિત્ય દ્વારા ફલિત થતાં ઐતિહાસિક તથ્થો તેમ જ ગુજરાતમાંથી પ્રાપ્ત, સંદર્ભગત વિષય પરનાં પુરાતત્ત્વીય પ્રમાણો સંબંધમાં, ખોજ કરેલી અને ડિસ્કળકર અને તેમને અનુસરનારા વર્તમાન દશકોના વિદ્ધર્મહાજનોનું પ્રસ્તુત ગૃહીત ક્યાં સુધી સાચું છે તે વિગતે તપાસી જોયેલું. એ પુરાણી નોંધોને આધારે અહીં, સરળતા ખાતર હાલ તો બહુ વિસ્તૃત ટિપ્પણો ન આપતાં, કેવળ સંદર્ભગ્રંથોની જરૂરિયાત પૂરતી નોંધ સાથે, મુખ્ય પ્રમાણોને જ સંક્ષેપમાં રજૂ કરીશ. સાહિત્યના સંદર્ભો ૧) ઈસ્વીસન્ પૂર્વેની સદીઓમાં રચાઈ ગયેલા પ્રાચીનતમ નિગ્રંથ આગમોમાં ગુજરાત સ્થિત કોઈ પણ સ્થળ સંબંધી બિલકુલેય ઉલ્લેખ નથી. ૨) ગુજરાત અંતર્ગત સુરાષ્ટ્ર (સોરઠ), દ્વારિકા, ઉજજયંતગિરિ (ગિરનાર), શત્રુંજયગિરિ (સગુંજો), અને હસ્તવપ્ર(હાથબોના સંબંધમાં આગમોમાં જે એકત્રિત ઉલ્લેખો પ્રાપ્ત થાય છે તે જ્ઞાતાધર્મકથા, વૃષ્ણિદશા, અને દ્વિતીય આર્ય શ્યામ કિંવા દ્વિતીય કાલકાચાર્યકૃત પ્રજ્ઞાપના સૂત્રમાં જોવા મળે છે, અને આ ત્રણે આગમો ભાષા, શૈલી, અને વસ્તુની દૃષ્ટિએ ઉત્તર-ક્ષત્રપયુગથી વિશેષ પ્રાચીન જણાતા નથી. ૩) પરંતુ પર્યુષણાકલ્પની “સ્થવિરાવલી”ના ત્રીજા હિસ્સા(પ્રાયઃ ઈસ્વી ૧00)માં અપાયેલ નિર્ઝન્ય મુનિઓના ગણ, કુલ, શાખાદિની વિગતોમાં (અશોકપૌત્ર મૌર્ય સંપ્રતિના ગુરુ) આર્ય સુહસ્તિ(પ્રાયઃ ઈ. સ. પૂ. ત્રીજી શતાબ્દી ઉત્તરાર્ધ)ના એક શિષ્ય ઋષિગુપ્તથી સોરઠીયા શાખાની ઉત્પત્તિ થઈ હોવાનું જણાવ્યું છે તે શાખા “માનવ(માલવ?)ગણમાંથી નીકળેલી છે. આથી સ્પષ્ટ રૂપે ફલિત થાય છે કે ઓછામાં ઓછું ઈસ્વીસનું પૂર્વેની બીજી શતાબ્દીના ઉત્તરાર્ધમાં સુરાષ્ટ્રપ્રદેશમાં નિર્ઝન્યધર્મનો પ્રચાર હતો. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6