Book Title: Sahitya ane Puratattvana Pariprekshyama Gujaratma Nirgranth Darshan
Author(s): M A Dhaky
Publisher: Z_Kailashchandra_Shastri_Abhinandan_Granth_012048.pdf

View full book text
Previous | Next

Page 3
________________ સાહિત્ય અને પુરાતત્ત્વના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતમાં નિર્પ્રન્થદર્શન ૧૦) મહાન્ દિગંબર દાર્શનિક વાદી-કવિ સમંતભદ્રે એમના બૃહસ્વયંભૂસ્તોત્ર (પ્રાયઃ ઈસ્વી ૫૭૫-૬૦) અંતર્ગત જિન અરિષ્ટનેમિ સંબંધનાં પઘોમાં તેમને ‘કકુદાકૃતિ’ ઉજ્જયંત સાથે સાંકળ્યા છે. ગિરનારનો ‘કુદ’ એટલે કે બળદની ખૂંધ સમાન આકાર દૂરથી ઉત્તર તરફથી (જેતલસર અને ઉપલેટા વચ્ચેના રેલરસ્તે ડબાની બારીમાંથી જોતાં), સ્પષ્ટ રૂપે દેખાતો હોઈ સમંતભદ્ર આવી ઉપમા ગિરિને નજરે નિહાળ્યો હોય તો જ આપી શક્યા હોય. ૧૧) ઈ. સ. ૬૧૦માં જિનભદ્ર ગણિ રચિત વિશેષાવશ્યકભાષ્ય(રચના પ્રાયઃ ઈસ્વી ૫૮૫૫૯૦)ની પ્રત વલભીના કોઈ જિનાલયના ભંડારમાં મૂકવામાં આવેલી તેવું પ્રસ્તુત ગ્રંથની જેસલમેર ભંડારમાં એક દશમા શતકની રહેલી પ્રતની પુષ્પિકામાં નોંધાયેલું મળી આવે છે. આ જિનાલય ઈસ્વી ૬૧૦ની પહેલાં ત્યાં અસ્તિત્વમાન હોવું જોઈએ. ૩ આ સિવાય ચારેક સંદર્ભો એવા છે કે જેમાં પ્રાચીનતા સૂચક નિર્દેશો તો મળી રહે છે, પણ સાધનો સમકાલિક કે સમીપકાલિક નથી—જેમકે (૧) વ્યવહારભાષ્ય (પ્રાયઃ ઈસ્વી ૫૭૫-૬૦૦)માં પ્રાકૃતના કવિ તરીકે વર્ણવેલા ભરૂચનાં ‘વજ્રભૂતિ', જેમને મળવા નભોવાહન(ક્ષત્રપ નહાપાણ)ની રાણી ગયેલી૫; (૨) આકોટાની એક ધાતુમૂર્તિમાં ‘રથવસતિ’નો નિર્દેશ જે ‘આર્ય ૨થ’ના નામ પરથી હોય તો પ્રસ્તુત વસતિ ઈસ્વી બીજી શતાબ્દીની હોવાનો સંભવ; (૩) પછી વિદ્યાસિદ્ધ આર્ય ખપુટ, જે ઈસ્વી ત્રીજાથી લઈ પાંચમા સૈકાના ગાળામાં લાટદેશમાં ક્યારેક થયેલા૭; (૪) ને છેવટે ભૃગુકચ્છનું જિન સુવ્રતનું મંદિર, જે નવમા શતકમાં પણ પ્રસિદ્ધ તીર્થ હતું અને પ્રાચીન મનાતું: આર્ય ખપુટે તેને બૌદ્ધના હાથમાંથી છોડાવેલું તેવી અનુશ્રુતિ સાચી હોય તો આ તીર્થ તેમના કાળથી પૂર્વેનું એટલે કે ક્ષત્રપકાળ જેટલું તો પ્રાચીન હોવાનો સંભવ, ઇત્યાદિ. આમ પ્રાચીન સાહિત્યમાંથી નિર્પ્રન્થદર્શનના ગુજરાત સાથેના સંબંધના પ્રાયઃ ઈ સ પૂ. ૧૭૫થી લઈ ઈસ્વી ૬૦૦ સુધીના સમય માટે પ્રાપ્ત થતાં ઉપર જે નોંધ્યાં છે તે વિશ્વસ્ત પ્રમાણો દેખીતી રીતે જ સાતમા શતકની પૂર્વેનાં છે. (તે કાળ પછીનાં પ્રમાણોની અહીં વાત કરવી અપ્રસ્તુત છે.) હવે પુરાતત્ત્વનાં પ્રમાણો વિશે જોઈએ. પુરાતત્ત્વીય પ્રમાણો ૧) જૂનાગઢથી દક્ષિણ તરફના નીચેરા ખડકોમાં કંડારાયેલી ‘બાવા પ્યારા' નામથી જાણીતી નાની નાની ગુફાઓનો સમૂહ ક્ષત્રપકાલીન છે અને અન્યથા તે જૂનાગઢથી ઉત્તર, વા ઈશાન તરફ રહેલી ખાપરાકોડિયાની વિશાળ ગુફાઓના સમૂહથી નોખી તરી આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6