Book Title: Ramchandrasuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 4
________________ શ્રમણભગવતે 273 ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી રામચંદ્રસૂરિના ગૃહસ્થજીવનને પૂરો પરિચય મળતો નથી. શ્રી રામચંદ્રાચાર્ય દ્વારા લિખિત “નલવિલાસ” નાટકના સંપાદક પંડિત લાલચંદ્ર ગાંધીના મત પ્રમાણે તેમને જન્મ વિ. સં. ૧૧૪પ, દીક્ષા ગ્રહણ વિ. સં. 1166, આચાર્ય પદારેહણ વિ. સં. 1229 અને તેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૨૩૦માં થયો હતો. તેમનું મૃત્યુ રાજા કુમારપાળની ગાદીએ આવનાર તેના ભત્રીજા અજયપાલ, કે જે બાલચંદ્રમુનિને મિત્ર હતા, તેની હેમચંદ્રાચાર્યની પાટે આવવાની ઈચ્છા અને શ્રી રામચંદ્રસૂરિની સ્પષ્ટ અસંમતિ હોવાથી, રુકાવટ થતાં જાગેલા વેરભાવને કારણે થયું હતું. રાજાની આજ્ઞાથી આચાર્ય શ્રી રામચંદ્રસૂરિને તપાવેલી તામ્રપટ્ટિકા ઉપર બેસાડીને તેમને અંત કરવામાં આવ્યું હતું. ગુરુદેવની આજ્ઞાને સંપૂર્ણ વફાદાર રહી પિતાનું બલિદાન આપવાની આ ઘટના જૈન ઇતિહાસમાં શ્રી રામચંદ્રસૂરિની અમરગાથા રૂપે અંકિત બની છે. અચલગચ્છપ્રવર્તક અને મહાન શાસનપ્રભાવક આચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજ આચાર્ય આર્ય રક્ષિતસૂરિ સુવિહિતમાગી પરંપરાના પક્ષકાર હતા, અચલગચ્છના પ્રવર્તક હતા. દર્શનાદિ અનુગના કર્તા પૂર્વધર આચાર્ય આર્ય રક્ષિતસૂરિથી આ જુદા છે. આ આર્ય રક્ષિતસૂરિના ગુરુ નાણાવાલગચ્છના (વડગચ્છના ૪૬માં પટ્ટધર ) આચાર્ય સિંહસૂરિ હતા. તેમની પૂર્વવતી ગુરુપરંપરામાં ધર્મચંદ્રસૂરિ, ગુણસમુદ્રસૂરિ, વિજયપ્રભસૂરિ, નરચંદ્રસૂરિ, વિરચંદ્રસૂરિ વગેરે આચાર્યો હતા. નાણાવાલગછ પ્રભાનંદસૂરિથી નીકળે. શ્રી આર્ય રક્ષિતસૂરિ પ્રાગ્વાટ (પિરવાડ) ગેત્રના હતા. તેમના પિતાનું નામ દ્રોણ અને માતાનું નામ દેદી હતું. તેમને જન્મ આબુ પાસેના દંતાણી ગામમાં વિ. સં. ૧૧૩૬ના શ્રાવણ સુદ ૯ના થયે હતો. તેમનું સંસારી નામ વયજા (ગોદુકુમાર) હતું. બાળક વયજાના માતપિતા જૈનધર્મ પ્રત્યે અગાધ શ્રદ્ધાવાન હતાં. એક વખત આચાર્ય જયસિંહસૂરિ દંતાણ ગામે પધાર્યા. શ્રેષ્ઠિ દ્રણે ભક્તિભાવથી પિતાના પુત્રને ગુરુચરણે સમર્પિત કર્યો. શ્રી જયસિંહસૂરિ વયજાને લઈ ખંભાત ગયા. ત્યાં એમણે વિ. સં. ૧૧૪૨ના વૈશાખ સુદ ૮ના દિવસે બાળક વયજીને મુનિદીક્ષા આપી....અને તેમનું નામ મુનિ વિજયચંદ્ર રાખ્યું. મુનિ વિજયચંદ્રજીએ આગમજ્ઞાન શ્રી જયસિંહસૂરિ પાસેથી મેળવ્યું. અને મંત્રતંત્રની વિદ્યા યતિ શ્રી રામચંદ્ર પાસેથી મેળવી. ગુરુદેવે વિ. સં. ૧૧૫હ્ના માઘ સુદ ૩ના દિવસે પાટણમાં આચાર્યપદ પ્રદાન કરી શ્રી આર્ય રક્ષિતસૂરિ નામથી ઉદ્દઘોષિત કર્યા. આગમપાઠોને અભ્યાસ કરતાં કરતાં તેઓશ્રીને લાગ્યું કે, વર્તમાનમાં મુનિજીવનમાં શિથિલાચાર ફેલાઈ રહ્યો છે. એટલે ગુરુદેવની આજ્ઞા મેળવી તેમણે પિતાના મામા મુનિશ્રી શ્ર, 35 Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4