Page #1
--------------------------------------------------------------------------
________________
হঙo
શાસનપ્રભાવક
વયે તેમણે આગને સંપૂર્ણ અભ્યાસ કરી લીધા હતા. દિલ્હીના મહારાજા મદનપાલ શ્રી જિનચંદ્રસૂરિની અસાધારણ વિદ્વત્તા પર મુગ્ધ બની તેમના અનન્ય ભક્ત બન્યા હતા. ચૈત્યવાસી પદ્મચંદ્રાચાર્ય જેવા ઉદ્દેટ્ટ વિદ્વાનને શાસ્ત્રાર્થમાં પરાજીત કરવાથી તેમને યશ દરેક દિશામાં વ્યાપ્ત થયું હતું.
મણિધારી આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિએ પિતાના મસ્તકમાં રહેલા મણિની સૂચના મૃત્યુના કેટલાક સમય પૂર્વે પિતાના ભક્તોને આપી સાવધાન કર્યા હતા કે, મારા અગ્નિસંસ્કાર પહેલાં મારા મસ્તકના મણિને દૂધનાં પાત્રમાં લઈ લેશે અન્યથા આ અમૂલ્ય મણિ કેઈ યેગીના હાથમાં પહોંચી જશે. આ મણિ ઘણે જ પ્રભાવક અને અસાધારણ છે. મણિધારી શ્રી જિનચંદ્રસૂરિ વિ. સં. ૧રર૭ના બીજા ભાદરવા સુદ ૧૪ના દિવસે અનશનપૂર્વક દિલ્હીમાં કાળધર્મ પામ્યા. તેમણે શ્રાવકેને કહેલું કે, મારી પાલખી રસ્તામાં ક્યાંય નીચે મૂકશે નહીં. ભક્ત લેકેને ધ્યાન નહીં રહેવાથી તે સમયના માણેકચોકમાં પાલખીને નીચે મૂકી. પછી ત્યાંથી પાલખી ઉપડી શકી જ નહીં. પરિણામે ત્યાં જ અગ્નિસંસ્કાર આપવા પડ્યા! તે માણેકને આજે પણ મહરૌલીના નામે ઓળખવામાં આવે છે. મણિધારી આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિના ઉત્તરાધિકારી શ્રી જિનપતિસૂરિ હતા. વર્તમાનમાં દિલ્હીના મહરૌલી નામના સ્થાનકે મણિધારી આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિને ચમત્કારી સ્તૂપ છે
- ગુર્વાશારાધનકતત્પર, વિશિષ્ટ કાવ્યકાર, પ્રબંધકાર અને નાટયરચનાકાર
આચાર્યશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
આચાર્ય શ્રી રામચંદ્રસૂરિ પ્રભાવશાળી આચાર્યા હતા. તેઓ સમર્થ સાહિત્યકાર હતા. તેમને કવિકટારમલ્લનું બિરૂદ મળ્યું હતું. આચાર્ય શ્રી રામચંદ્રસૂરિના ગુરુ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ હતા. શ્રી હેમચંદ્રાચાર્યની શિષ્યમંડળીમાં તેમનું સ્થાન વિશિષ્ટ હતું. એક વખત રાજા સિદ્ધરાજ જયસિંહે આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી પાસે તેમના ઉત્તરાધિકારીનું નામ જાણવાની ઇચ્છાથી પ્રશ્ન કર્યો : “આપની પાટને શોભાવે એ ઉત્તમ ગુણયુક્ત વિદ્વાન શિષ્ય કેણ છે?” ત્યારે શ્રી હેમચંદ્રાચાર્યે તેમને પશ્રી રામચંદ્રને ઉત્તરાધિકારી બતાવ્યા હતા. પં. શ્રી રામચંદ્રમુનિ દિગ્ગજ વિદ્વાન હતા. સમસ્યા પૂતિમાં તેમની દક્ષતા આશ્ચર્યકારક હતી. એક વખતને પ્રસંગ છે. ગ્રીષ્મ ઋતુને સમય હતો. રાજા સિદ્ધરાજ જ્યસિંહ કીડા કરવા માટે ઉદ્યાનમાં જઈ રહ્યા હતા. તે વખતે પં. શ્રી રામચંદ્રજી માર્ગમાં મળી ગયા. ઔપચારિક સ્વાગત પછી સિદ્ધરાજે તેમને પ્રશ્ન કર્યો કે – “થું ધી હિના સુતરા?— ગ્રીષ્મઋતુના દિવસે મેટા કેમ હોય છે?” મુનિરાજે પ્રશ્નના ઉત્તરમાં તત્કાલ એક સંસ્કૃત લેકની રચના કરી :
" देव ! श्रीगिरिदुर्गमल्ल ! भवतो दिग्जैत्रयात्रोत्सवे धावत्वीरतुरङ्गगनिष्ठुरखुर क्षुण्णक्षमामण्डलात् ।
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવ તા
वातोद्धूतर जोमिलन्सुरसरित् सज्जातपङ्कस्थली, दूर्वा चुम्बनञ्चुरा रविहयास्तनाति वृद्धं दिनम् ॥
અર્થાત્, ગિરિમાળાઓ અને કિલ્લાએ પર વિજયપતાકા ફરકાવનાર હે દેવ ! તારી દિગ્વિજય યાત્રા પ્રસંગે વેગવાન અશ્વો દેડવાના કારણે તેમની ખરીએથી ઊડેલી રજકણા આકાશગ`ગાને મળી. ત્યાં પાણી અને રજકણ મળવાથી દૂર્વો ઊગી. એ તાજી દૂર્વાને ખાતાં ખાતાં ચાલવાથી સૂર્યના ઘેાડા રોકાતા જાય છે, એ કારણે દિવસ લાંબે થયે છે. ” સમસ્યાની પૂર્તિ રૂપ આ લોક સાંભળી રાજા સિદ્ધરાજ અત્યંત પ્રસન્ન થયા અને કવિકટારમલ્લ ’ની પદવી આપી.
તે જ વખતે તેમને
4
શ્રી હેમચંદ્રાચાય ના સ્વર્ગવાસ પછી ધમસ`ઘના સ’ચાલનની જવાબદારી આચાય શ્રી રામચંદ્રસૂરિ પર આવી. તે માટે તે જ યોગ્ય હતા. આચાર્યશ્રી હેમચ`દ્રસૂરિ પર મહારાજા કુમારપાલના ગાઢ અનુરાગ હતે. તેમના સ્વર્ગવાસના સમાચાર સાંભળી રાજા કુમારપાલનુ હૃદય શાકથી વ્યાકુળ થઇ ગયું. તે વેદનામય સમયને દૈયપૂર્ણાંક પાર કરવામાં તેને શ્રી રામચંદ્રસૂરિના સહુયેગ અત્યંત શાતાદાયક બન્યું!.
૨૦૧
આચાર્ય શ્રી હેમચ`દ્રસૂરિના શાસનકાળને એક પ્રસંગ છે. વારાણસીના કવિ વિશ્વેશ્વર કૈાઇક સમયે પાટણ આવ્યા. તે હેમચદ્રાચાયની વ્યાખ્યાન સભામાં પહોંચ્યા. રાજા કુમારપાળ પણ ત્યાં હતા. વિશ્વેશ્વર કવિએ રાજા કુમારપાળને આશીર્વાદ આપતાં કહ્યું કે ** पातु वो હેમગોપાઃ ૨૩મ્બરુમુન્ ! દંડ - કમ્બલધારી હેમગેપાલ આપની રક્ષા કરો. ) '' શ્રી હેમચ’દ્રાચાય નુ સંખાધન કરીને પેાતાને કહેવાયેલી આ વાત રાજા કુમારપાળને ઉચિત ન લાગી. તે વખતે આચા શ્રી રામચ'દ્રસૂરિએ શ્લોકાની વૃતિ કરતાં કહ્યું કે षडदर्शनपशुप्रामं चारयन् જૈનોપરે ! (જેએ ષડૂદનરૂપ પશુઓને જૈનગોચરમાં ચારી રહ્યા છે. ) ’’ આચાર્ય શ્રી રામચંદ્રસૂરિની આ શીઘ્ર રચનાથી રાજા કુમારપાળ અત્યંત પ્રસન્ન થયા. વિશ્વેશ્વર કવિ પણ તેમની પ્રત્યુત્પન્ન મતિ અને પ્રતિભાથી બધાની સામે લજ્જિત થયેા,
66
સિદ્ધરાજ જયસિંહ વિ.સ. ૧૧૮૧માં માલવવજય કરી પાછેં કર્યાં ત્યારે રૈનાના પ્રતિનિધિરૂપે શ્રી હેમચંદ્રાચાયે વિજયી સિદ્ધરાજને આશીવચન આપ્યા હતા. આ ઘટના પછી શ્રી રામચંદ્રાચાર્ય ના પરિચય સિદ્ધરાજ જયસિ’હું સાથે મુનિ અવસ્થામાં થયે હતેા. વિક્રમની આરમી શતાબ્દી પૂરી થયા પહેલાં જ સિદ્ધરાજ જયસિહુનું અવસાન થયું હતું.
સાહિત્ય સર્જન : આચાર્ય શ્રી રામચંદ્રસૂરિની સાહિત્ય સાધના વિશેષ ઉલ્લેખનીય
<
*
4
છે. તેમણે વ્યતિરેકાઢાત્રિ‘શિકા ’, - અર્થાન્તરયાસઢાત્રિશિકા ’, દૃષ્ટાંતગભ – જિનસ્તુતિદ્વાત્રિ'શિકા ’, · ચુગાદિદેવ દ્વાત્રિ'શિકા' વગેરે અનેક બત્રીશી સ્તોત્ર, એક જ અલંકારમાં પ્રત્યેાજી કાવ્યકાર તરીકે વિશેષતા પ્રાપ્ત કરી હતી. તેવી જ વિશેષતા ના-ચરચનાકાર તરીકે પણ પ્રાપ્ત કરી હતી. તે વખતે ગુજરાતમાં લગભગ ૨૪ નાટકે રચાયાં હતાં, તેમાંથી અગિયાર નાટકોના રચનાકાર તેઓશ્રી હતા. ‘ નાચણ ' તેમની પ્રસિદ્ધ રચના છે. કુમારિવહારશતક, ’ બ્યાલ`કાર ગ્રંથ ' પણ તેમના મુખ્ય ગ્રંથ છે, તે એ સમયના શબ્દશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર અને
2010_04
C
Page #3
--------------------------------------------------------------------------
________________
૨૭૨
શાસનપ્રભાવક
ન્યાયશાસ્ત્રના વિદ્વાન, ઉદ્ભટ કવિ, સફળ પ્રબંધકાર અને વિશિષ્ટ નાટકકાર હતા. તેમણે રચેલા કેટલાક ગ્રંથને પરિચય આ પ્રમાણે છે :
નાટ્યદર્પણ : આચાર્યશ્રી રામચંદ્રસૂરિએ કેટલાક નાટક વિષયક ગ્રંથે રહ્યા છે, તેમાં નાટ્યદર્પણ” ગ્રંથની રચનાથી તેમની વિશેષ પ્રસિદ્ધિ થઈ છે. “નાટયદર્પણ” માં તેમણે નાટક વિશે નૂતન દૃષ્ટિ આપી છે. નાટકના પ્રકારે અને રસનાં વર્ણનમાં તેમનું મૌલિક ચિંતન પ્રગટ થયું છે. “ભરત નાટયશાસ્ત્ર' કરતાં પણ કઈ કઈ સ્થળે તેમનું ચિંતન વધુ મૌલિક છે. ઘણી સામગ્રીથી ભરેલ કેપગી આ ગ્રંથ સરસ પણ છે. તેમાં ચાલીસથી અધિક નાટકેનું ઉદ્ધરણ કર્યું છે. સંસ્કૃતમાં પણ ઉપલબ્ધ અને અનુપલબ્ધ નાટકના ઉલ્લેખ છે. વિશાખાદત્તના “ દેવી ચંદ્રગુપ્ત’ નામના નાટકના કેટલાંક ઉદ્ધરણેની હકીકતથી ગુપ્તકાળની ઘટનાઓને ઈતિહાસ જાણવા મળે છે. જો કે વિશાખાદત્તનું આ નાટક આજે મળતું નથી. શ્રી રામચંદ્રસૂરિએ પિતાનાં અગિયાર નાટકને ઉલ્લેખ કર્યો છે, તેમાં “સત્યહરિશ્ચંદ્ર નાટક” ઐતિહાસિક કથા સાથે સંબંધિત છે. ઇટાલિયન ભાષામાં એને અનુવાદ થયો છે. “નલવિલાસ માં સાત અંક છે. એની કથાવસ્તુનું મૂળ મહાભારત છે. એમાં અનેક સુભાષિત છે. “મલ્લિકામકરન્દ ” એક સામાજિક ભૂમિકા પર આધારિત સુખાક્ત નાટક છે. એની કથા કાલ્પનિક છે. “કૌમુદી મિત્રાણંદ” માં દશ એક છે. આ નાટકની કથાવસ્તુ સામાજિક છે. “રઘુવિલાસ' નાટકને મૂળ આધાર રામાયણ છે. એના આઠ અંકે છે. “નિર્ભય ભીમ વ્યાયેગ” આ રૂપકને આધાર મહાભારત છે આ રચના પ્રસાદગુણથી યુક્ત છે. “હિણીમૃગાંક”, “રાઘવાક્યુદય”, “યાદવાલ્યુદય' અને વનમાલા' એ ચાર રચનાઓ અનુપલબ્ધ છે. “સુધાકલશ' સુભાષિતોને કેશગ્રંથ મનાય છે.
લૌકિક વિષય પર સાંગોપાંગ વિવેચન કરવાનું સાહસ આચાર્યશ્રી રામચંદ્રસૂરિ જેવા કોઈ વિરલ આચાર્યોમાં જ હોય છે. કવિશ્રી રામચંદ્રસૂરિ પિતાના પ્રબંધ ગ્રંથ માટે લખે છે કે –
प्रबन्धा इक्षुवत्प्राय हीयमान रसः क्रमात् ।
कृतिस्तु रामचन्द्रस्य स्वादुः स्वादुः पुरः पुरः ॥ –બીજા પ્રબંધ શેરડી જેવા હોય છે. તેને રસ ધીરે ધીરે ઘટતું જાય છે. રામચંદ્રના પ્રબંધ તે જેમ જેમ આસ્વાદાય, તેમ તેમ વધુ ને વધુ સ્વાદિષ્ટ બનતા જાય છે.”
દ્વવ્યાલંકારવૃત્તિ : ન્યાય અને સિદ્ધાંત પર આધારિત તથા પ્રમેય વિષયની સામગ્રી બતાવનારી આ કૃતિને “સ્યાદ્વાદમંજરી”માં “તથા ૨ ટ્રાન્ટંરે” કહીને ઉલ્લેખ કર્યો છે. કૃતિના પ્રકાશને અંતે મુનિશ્રી રામચંદ્ર અને મુનિશ્રી ગુણચંદ્રના નામનો ઉલ્લેખ છે. આથી તેઓની ગાઢ મૈત્રી સિદ્ધ થાય છે. આચાર્યશ્રી રામચંદ્રસૂરિ સાથે “પ્રબંધશતત્ક” વિશેષણ પણ આવે છે. તે તેમના સો ગ્રંથ કે તે નામના ગ્રંથ રચાની સૂચના કરે છે. શ્રી રામચંદ્રસૂરિની કૃતિઓથી તથા સમસ્યાપૂતિના ઘટના પ્રસંગેથી સ્પષ્ટ છે કે ન્યાયશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર અને શબ્દશાસ્ત્ર તેમના મુખ્ય વિષય હતા. નાટયશાસ્ત્ર સંબંધી તેમનું જ્ઞાન સર્વાધિક વિશિષ્ટ હતું.
2010_04
Page #4
--------------------------------------------------------------------------
________________ શ્રમણભગવતે 273 ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી રામચંદ્રસૂરિના ગૃહસ્થજીવનને પૂરો પરિચય મળતો નથી. શ્રી રામચંદ્રાચાર્ય દ્વારા લિખિત “નલવિલાસ” નાટકના સંપાદક પંડિત લાલચંદ્ર ગાંધીના મત પ્રમાણે તેમને જન્મ વિ. સં. ૧૧૪પ, દીક્ષા ગ્રહણ વિ. સં. 1166, આચાર્ય પદારેહણ વિ. સં. 1229 અને તેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૨૩૦માં થયો હતો. તેમનું મૃત્યુ રાજા કુમારપાળની ગાદીએ આવનાર તેના ભત્રીજા અજયપાલ, કે જે બાલચંદ્રમુનિને મિત્ર હતા, તેની હેમચંદ્રાચાર્યની પાટે આવવાની ઈચ્છા અને શ્રી રામચંદ્રસૂરિની સ્પષ્ટ અસંમતિ હોવાથી, રુકાવટ થતાં જાગેલા વેરભાવને કારણે થયું હતું. રાજાની આજ્ઞાથી આચાર્ય શ્રી રામચંદ્રસૂરિને તપાવેલી તામ્રપટ્ટિકા ઉપર બેસાડીને તેમને અંત કરવામાં આવ્યું હતું. ગુરુદેવની આજ્ઞાને સંપૂર્ણ વફાદાર રહી પિતાનું બલિદાન આપવાની આ ઘટના જૈન ઇતિહાસમાં શ્રી રામચંદ્રસૂરિની અમરગાથા રૂપે અંકિત બની છે. અચલગચ્છપ્રવર્તક અને મહાન શાસનપ્રભાવક આચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજ આચાર્ય આર્ય રક્ષિતસૂરિ સુવિહિતમાગી પરંપરાના પક્ષકાર હતા, અચલગચ્છના પ્રવર્તક હતા. દર્શનાદિ અનુગના કર્તા પૂર્વધર આચાર્ય આર્ય રક્ષિતસૂરિથી આ જુદા છે. આ આર્ય રક્ષિતસૂરિના ગુરુ નાણાવાલગચ્છના (વડગચ્છના ૪૬માં પટ્ટધર ) આચાર્ય સિંહસૂરિ હતા. તેમની પૂર્વવતી ગુરુપરંપરામાં ધર્મચંદ્રસૂરિ, ગુણસમુદ્રસૂરિ, વિજયપ્રભસૂરિ, નરચંદ્રસૂરિ, વિરચંદ્રસૂરિ વગેરે આચાર્યો હતા. નાણાવાલગછ પ્રભાનંદસૂરિથી નીકળે. શ્રી આર્ય રક્ષિતસૂરિ પ્રાગ્વાટ (પિરવાડ) ગેત્રના હતા. તેમના પિતાનું નામ દ્રોણ અને માતાનું નામ દેદી હતું. તેમને જન્મ આબુ પાસેના દંતાણી ગામમાં વિ. સં. ૧૧૩૬ના શ્રાવણ સુદ ૯ના થયે હતો. તેમનું સંસારી નામ વયજા (ગોદુકુમાર) હતું. બાળક વયજાના માતપિતા જૈનધર્મ પ્રત્યે અગાધ શ્રદ્ધાવાન હતાં. એક વખત આચાર્ય જયસિંહસૂરિ દંતાણ ગામે પધાર્યા. શ્રેષ્ઠિ દ્રણે ભક્તિભાવથી પિતાના પુત્રને ગુરુચરણે સમર્પિત કર્યો. શ્રી જયસિંહસૂરિ વયજાને લઈ ખંભાત ગયા. ત્યાં એમણે વિ. સં. ૧૧૪૨ના વૈશાખ સુદ ૮ના દિવસે બાળક વયજીને મુનિદીક્ષા આપી....અને તેમનું નામ મુનિ વિજયચંદ્ર રાખ્યું. મુનિ વિજયચંદ્રજીએ આગમજ્ઞાન શ્રી જયસિંહસૂરિ પાસેથી મેળવ્યું. અને મંત્રતંત્રની વિદ્યા યતિ શ્રી રામચંદ્ર પાસેથી મેળવી. ગુરુદેવે વિ. સં. ૧૧૫હ્ના માઘ સુદ ૩ના દિવસે પાટણમાં આચાર્યપદ પ્રદાન કરી શ્રી આર્ય રક્ષિતસૂરિ નામથી ઉદ્દઘોષિત કર્યા. આગમપાઠોને અભ્યાસ કરતાં કરતાં તેઓશ્રીને લાગ્યું કે, વર્તમાનમાં મુનિજીવનમાં શિથિલાચાર ફેલાઈ રહ્યો છે. એટલે ગુરુદેવની આજ્ઞા મેળવી તેમણે પિતાના મામા મુનિશ્રી શ્ર, 35 2010_04