________________
૨૭૨
શાસનપ્રભાવક
ન્યાયશાસ્ત્રના વિદ્વાન, ઉદ્ભટ કવિ, સફળ પ્રબંધકાર અને વિશિષ્ટ નાટકકાર હતા. તેમણે રચેલા કેટલાક ગ્રંથને પરિચય આ પ્રમાણે છે :
નાટ્યદર્પણ : આચાર્યશ્રી રામચંદ્રસૂરિએ કેટલાક નાટક વિષયક ગ્રંથે રહ્યા છે, તેમાં નાટ્યદર્પણ” ગ્રંથની રચનાથી તેમની વિશેષ પ્રસિદ્ધિ થઈ છે. “નાટયદર્પણ” માં તેમણે નાટક વિશે નૂતન દૃષ્ટિ આપી છે. નાટકના પ્રકારે અને રસનાં વર્ણનમાં તેમનું મૌલિક ચિંતન પ્રગટ થયું છે. “ભરત નાટયશાસ્ત્ર' કરતાં પણ કઈ કઈ સ્થળે તેમનું ચિંતન વધુ મૌલિક છે. ઘણી સામગ્રીથી ભરેલ કેપગી આ ગ્રંથ સરસ પણ છે. તેમાં ચાલીસથી અધિક નાટકેનું ઉદ્ધરણ કર્યું છે. સંસ્કૃતમાં પણ ઉપલબ્ધ અને અનુપલબ્ધ નાટકના ઉલ્લેખ છે. વિશાખાદત્તના “ દેવી ચંદ્રગુપ્ત’ નામના નાટકના કેટલાંક ઉદ્ધરણેની હકીકતથી ગુપ્તકાળની ઘટનાઓને ઈતિહાસ જાણવા મળે છે. જો કે વિશાખાદત્તનું આ નાટક આજે મળતું નથી. શ્રી રામચંદ્રસૂરિએ પિતાનાં અગિયાર નાટકને ઉલ્લેખ કર્યો છે, તેમાં “સત્યહરિશ્ચંદ્ર નાટક” ઐતિહાસિક કથા સાથે સંબંધિત છે. ઇટાલિયન ભાષામાં એને અનુવાદ થયો છે. “નલવિલાસ માં સાત અંક છે. એની કથાવસ્તુનું મૂળ મહાભારત છે. એમાં અનેક સુભાષિત છે. “મલ્લિકામકરન્દ ” એક સામાજિક ભૂમિકા પર આધારિત સુખાક્ત નાટક છે. એની કથા કાલ્પનિક છે. “કૌમુદી મિત્રાણંદ” માં દશ એક છે. આ નાટકની કથાવસ્તુ સામાજિક છે. “રઘુવિલાસ' નાટકને મૂળ આધાર રામાયણ છે. એના આઠ અંકે છે. “નિર્ભય ભીમ વ્યાયેગ” આ રૂપકને આધાર મહાભારત છે આ રચના પ્રસાદગુણથી યુક્ત છે. “હિણીમૃગાંક”, “રાઘવાક્યુદય”, “યાદવાલ્યુદય' અને વનમાલા' એ ચાર રચનાઓ અનુપલબ્ધ છે. “સુધાકલશ' સુભાષિતોને કેશગ્રંથ મનાય છે.
લૌકિક વિષય પર સાંગોપાંગ વિવેચન કરવાનું સાહસ આચાર્યશ્રી રામચંદ્રસૂરિ જેવા કોઈ વિરલ આચાર્યોમાં જ હોય છે. કવિશ્રી રામચંદ્રસૂરિ પિતાના પ્રબંધ ગ્રંથ માટે લખે છે કે –
प्रबन्धा इक्षुवत्प्राय हीयमान रसः क्रमात् ।
कृतिस्तु रामचन्द्रस्य स्वादुः स्वादुः पुरः पुरः ॥ –બીજા પ્રબંધ શેરડી જેવા હોય છે. તેને રસ ધીરે ધીરે ઘટતું જાય છે. રામચંદ્રના પ્રબંધ તે જેમ જેમ આસ્વાદાય, તેમ તેમ વધુ ને વધુ સ્વાદિષ્ટ બનતા જાય છે.”
દ્વવ્યાલંકારવૃત્તિ : ન્યાય અને સિદ્ધાંત પર આધારિત તથા પ્રમેય વિષયની સામગ્રી બતાવનારી આ કૃતિને “સ્યાદ્વાદમંજરી”માં “તથા ૨ ટ્રાન્ટંરે” કહીને ઉલ્લેખ કર્યો છે. કૃતિના પ્રકાશને અંતે મુનિશ્રી રામચંદ્ર અને મુનિશ્રી ગુણચંદ્રના નામનો ઉલ્લેખ છે. આથી તેઓની ગાઢ મૈત્રી સિદ્ધ થાય છે. આચાર્યશ્રી રામચંદ્રસૂરિ સાથે “પ્રબંધશતત્ક” વિશેષણ પણ આવે છે. તે તેમના સો ગ્રંથ કે તે નામના ગ્રંથ રચાની સૂચના કરે છે. શ્રી રામચંદ્રસૂરિની કૃતિઓથી તથા સમસ્યાપૂતિના ઘટના પ્રસંગેથી સ્પષ્ટ છે કે ન્યાયશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર અને શબ્દશાસ્ત્ર તેમના મુખ્ય વિષય હતા. નાટયશાસ્ત્ર સંબંધી તેમનું જ્ઞાન સર્વાધિક વિશિષ્ટ હતું.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org